Sampatti Times Real Estate Newspaper

Advertisement

અભૂતપૂર્વ પ્રતિસાદ: સૌરાષ્ટ્રના રોકાણકારોએ Trogon Group પ્રોજેકટ્સ પર લગાવી મહોર

Trogon Group's Grand Event in Rajkot: New Doors of 'Smart Investment' Opened

રાજકોટમાં ટ્રોગોન ગ્રુપની ગ્રાન્ડ ઈવેન્ટ: ‘સ્માર્ટ ઇન્વેસ્ટમેન્ટ’ના નવા દ્વાર ખુલ્યા

અમદાવાદના પ્રીમિયમ લોકેશન વૈષ્ણોદેવી સર્કલ સ્થિત આઈકોનિક પ્રોજેકટ્સ ‘ટ્રોગોન ટવીન ટાવર્સ’ અને ‘સેન્ટર કોર્ટ’માં રોકાણ કરવા સૌરાષ્ટ્ર – રાજકોટના રોકાણકારોનો જબરદસ્ત ઉત્સાહ

ફાઉન્ડર્સ મહેન્દ્ર પટેલ અને દિક્ષી પટેલના માર્ગદર્શન હેઠળ ઇન્વેસ્ટર્સને મળી નવી દિશા એજ્યુકેશન અને બિઝનેસ માટે ફ્યુચર પ્લાનિંગ કરતા વાલીઓનો ધસારો

રાજકોટ અને સૌરાષ્ટ્રના ઇન્વેસ્ટર્સ અત્યંત દૂરંદેશી છે, ફ્યુચર માટે અત્યારથી જ ‘સ્માર્ટ પ્લાનિંગ’ કરી રહ્યા છે : દિક્ષી પટેલ

અમદાવાદના રિયલ એસ્ટેટ ક્ષેત્રે ‘લેગસી’ અને ‘વિશ્ર્વાસ’નું પ્રતીક ગણાતા ટ્રોગોન ગ્રુપ દ્વારા રાજકોટમાં યોજાયેલી ઇન્વેસ્ટમેન્ટ મીટને અભૂતપૂર્વ સફળતા સાંપડી છે. રાધે ગ્રુપના ત્રણ દાયકાના મજબૂત વારસા સાથે ટ્રોગોન ગ્રુપે, અમદાવાદના ગ્રોથ એન્જિન સમાન વૈષ્ણોદેવી સર્કલ પર આકાર લેતા તેમના મહત્વાકાંક્ષી પ્રોજેકટ્સ – ‘ટ્રોગોન ટવીન ટાવર્સ’ (કોર્પોરેટ) અને ‘સેન્ટર કોર્ટ’ (રેસિડેન્શિયલ) રજૂ કર્યા હતા.

S23 4810a

આ ઈવેન્ટમાં સૌરાષ્ટ્રના અગ્રણી રોકાણકારો, બિલ્ડર્સ અને ચેનલ પાર્ટનર્સે ઉત્સાહભેર ભાગ લીધો હતો. ગ્રુપના વિઝનરી ફાઉન્ડર્સ મહેન્દ્ર પટેલ અને દિક્ષી પટેલે ખાસ ઉપસ્થિત રહીને રિયલ એસ્ટેટના ફ્યુચર ટ્રેન્ડ્સ અને અમદાવાદના વિકાસમાં આ પ્રોજેકટ્સનું મહત્વ સમજાવ્યું હતું. તેમની પારદર્શકતા અને વિઝનરી એપ્રોચથી પ્રભાવિત થઈને અનેક રોકાણકારોએ સ્થળ પર જ નિર્ણય લઈ પોતાની મૂડી સુરક્ષિત કરી હતી. રાજકોટની આ ઈવેન્ટ સાબિત કરે છે કે સૌરાષ્ટ્રના લોકો હવે પરંપરાગત રોકાણ છોડીને લાઈફસ્ટાઈલ અને હાઈ-રીટર્ન આપતા પ્રોજેકટ્સ તરફ વળ્યા છે.

S23 4570a

સંપત્તિ ટાઈમ્સ સાથેની વાતચીતમાં ટ્રોગોન ગ્રુપના દિક્ષી પટેલે જણાવ્યું હતું કે, “રાજકોટ અને સૌરાષ્ટ્રના ઇન્વેસ્ટર્સ અત્યંત દૂરંદેશી છે. તેઓ માત્ર ઈંટો કે દીવાલોમાં રોકાણ નથી કરી રહ્યા, પરંતુ અમદાવાદમાં સ્થાયી થવા માંગતા પોતાના બાળકોના શ્રેષ્ઠ એજ્યુકેશન અને બિઝનેસ સ્કોપ માટે અત્યારથી જ ‘સ્માર્ટ પ્લાનિંગ’ કરી રહ્યા છે. ટ્રોગોન ગ્રુપના પ્રોજેકટ્સ આ ‘નેક્સ્ટ જનરેશન’ની જરૂરિયાતને સર્વોત્તમ રીતે સંતોષે છે, તેથી જ અમને આવો શાનદાર પ્રતિસાદ મળ્યો છે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *