Sampatti Times Real Estate Newspaper

Advertisement

રાજકોટના રિયલ એસ્ટેટના સિતારાઓને ચમકાવશે : રાજકોટ રિયલ એસ્ટેટ એવોર્ડ 2026

Rajkot's real estate stars will shine: Rajkot Real Estate Awards 2026

આયોજક ધવલ ગોસ્વામી દ્વારા ‘રાજકોટ રિયલ એસ્ટેટ એવોર્ડ’ના દ્વિતીય સોપાનની ભવ્ય જાહેરાત

શહેરના દરેક નાના-મોટા બિલ્ડર્સ અને ઇનોવેટિવ ડેવલોપર્સ માટે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-ગુજરાતમાં છવાઈ જવાની સુવર્ણ તક

પ્રોજેક્ટની ગુણવત્તા અને પારદર્શિતાનો મહાકુંભ: સંપૂર્ણપણે જયુરી બેઝ્ડ પસંદગી કે જેમાં નામ નહીં પણ પ્રોજેક્ટની ડિઝાઈન, ઉપયોગીતા અને RERAના ધોરણો બોલશે

નાના બિલ્ડર્સથી લઈને દિગ્ગજ ડેવલોપર્સ સુધી – દરેક કેટેગરીમાં ભાગ લેવા માટે કોઈ પણ પ્રકારની એન્ટ્રી ફી કે ચાર્જ રાખવામાં આવ્યો નથી

રાજકોટનું રિયલ એસ્ટેટ ક્ષેત્ર આજે નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે. અગાઉ માર્ચ 2024માં પ્રથમ વખત કરાયેલા ભવ્ય આયોજનની અભૂતપૂર્વ સફળતા બાદ, હવે રિયલ એસ્ટેટ ક્ષેત્રના જાણીતા અને ઉત્સાહી આયોજક ધવલ ગોસ્વામી જાન્યુઆરી-2026માં આ એવોર્ડ શોનું દ્વિતીય સંસ્કરણ લઈને આવી રહ્યા છે. આ એવોર્ડ શોનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર મોટા ગજાના જ નહીં, પરંતુ રાજકોટના ખૂણે-ખૂણે કાર્યરત એવા દરેક નાના-મોટા બિલ્ડર્સ અને ઇનોવેટિવ પ્રોજેકટ્સ તૈયાર કરનારા ડેવલોપર્સની મહેનતને વૈશ્ર્વિક મંચ પૂરો પાડવાનો છે.


પારદર્શક પસંદગી: માત્ર પ્રોજેક્ટ બોલશે, વ્યક્તિ નહીં!


ધવલ ગોસ્વામી દ્વારા આયોજિત આ એવોર્ડની સૌથી મોટી ખાસિયત તેની પારદર્શિતા છે. આ સંપૂર્ણપણે જયુરી બેઝ્ડ એવોર્ડ છે, જેમાં વિજેતાઓની પસંદગી કોઈ વ્યક્તિગત લોકપ્રિયતાને આધારે નહીં, પરંતુ પ્રોજેક્ટની ગુણવત્તા, આર્કિટેક્ચર અને RERA સહિતના સરકારી ધોરણોની ચકાસણી કરીને કરવામાં આવશે. બિલ્ડરને વ્યક્તિગત રીતે નહીં, પરંતુ માત્ર તેમના ઉત્કૃષ્ટ પ્રોજેક્ટને જ સિલેક્શનમાં લેવામાં આવશે.


કોણ ભાગ લઈ શકે?


જે બિલ્ડર્સે તા. 01-01-2024 થી તા. 25-12-2025 સુધીમાં પ્રોજેક્ટ શરૂ કર્યો હોય અથવા પૂર્ણ કર્યો હોય તે તમામ નોમિનેશન કરાવી શકશે. એવોર્ડ માટે 12 કેટેગરી ઉપલબ્ધ છે. જેમાં એફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટ (2 BHK), મિડ-સેગમેન્ટ પ્રોજેક્ટ (3 BHK), 4 BHK અલ્ટ્રા લક્ઝરી પ્રોજેક્ટ, 5 BHK અલ્ટ્રા લક્ઝરી પ્રોજેક્ટ, બંગલોઝ પ્રોજેક્ટ (2 BHK અને તેથી વધુ) તેમજ વ્યાપારી પ્રોજેકટ્સ (Commercial Projects)માં પૂર્ણ થયેલ પ્રોજેક્ટ (Completed) તેમજ ચાલુ પ્રોજેક્ટ (Under Construction) કેટેગરીમાં નોમિનેશન કરાવી શકાશે.


આયોજક ધવલ ગોસ્વામી જણાવે છે કે રાજકોટના વિકાસમાં નાનામાં નાના બિલ્ડરનો પણ એટલો જ ફાળો છે. જો તમે પ્રોજેક્ટ સાઇટ પર હાજર ન હોઈ શકો તેમ હોય, તો તમે આપેલ સરનામે કુરિયર દ્વારા પણ ફોર્મ મોકલાવીને આયોજકને જાણ કરી શકો છો.

નોમિનેશનની પ્રક્રિયા અને જરૂરી વિગતો


રાજકોટના ડેવલોપર્સે પોતાના પ્રોજેક્ટના ફોટોગ્રાફ્સ, બ્રોશર અને જરૂરી ડોક્યુમેન્ટ્સ (પેનડ્રાઈવ સાથે) ફોર્મ ભરીને સબમિટ કરવાના રહેશે. તા. 01-01-2024 થી તા. 25-12-2025 સુધીમાં શરૂ થયેલા કે પૂર્ણ થયેલા પ્રોજેકટ્સ માટે નોમિનેશન ભરવાની છેલ્લી તારીખ: 05/01/2026

વધુ વિગતો માટે સંપર્ક કરો:
ધવલ ગોસ્વામી – 98795 03233

: ફોર્મ સબમિટ કરવા માટેના સ્થળો :
RS Virla Pvt. Ltd. :
205-206, ડેકોરા 9 સ્ક્વેર, બી વીંગ, નાના મૌવા રોડ, રાજકોટ.

સંપત્તિ ટાઈમ્સ : 104, સુંદરમ કોમ્પ્લેક્સ, રૈયા રોડ નજીક, રાજકોટ. મો. 99138 11888

Adani International School nearby properties Bank Interest Rate Commercial Projects SG Highway Dog Flats near Nirma University Furniture Industry India High End Living India Home Decor Home Decor Trends IndiaWood 2026 Investment Opportunities Lofy Home Lulu Mall Ahmedabad Luxury Furniture Modern Homes Property Property Investment Property Listings Rajkot Property Market Rajkot Real Estate Real Estate Real Estate Gujarat Real Estate Laws Real Estate Magazine Real Estate News Retail Expansion RMC E-Auction 2026 Trogon Group Ahmedabad Trogon Twin Towers ઈન્ટીરીયર ડિઝાઈન કોમર્શિયલ પ્લોટ વેચાણ ગુજરાત બિઝનેસ ગુજરાત રિયલ એસ્ટેટ જમીન હરાજી ટર્નકી પ્રોજેક્ટ્સ પ્રોપર્ટી ઈન્વેસ્ટમેન્ટ ફર્નિચર માર્કેટ રાજકોટ મહાનગરપાલિકા રાજકોટ રિયલ એસ્ટેટ રિયલ એસ્ટેટ સમાચાર રેસિડેન્શિયલ પ્લોટ રૈયા રોડ પ્લોટ લક્ઝરી હોમ ડેકોર સંપત્તિ ટાઈમ્સ ૧૫૦ ફૂટ રિંગ રોડ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *