👉 ફ્રેક્શનલ ઓનરશીપ થકી હાઈ-એન્ડ લક્ઝરી પ્રોપર્ટી હવે સામાન્ય રોકાણકારોની પહોંચમાં!
👉 રિયલ એસ્ટેટનું ‘સ્માર્ટ’ ભવિષ્ય: પ્રોપર્ટી આખી ખરીદવાની નહીં, પણ ‘શેર’ કરવાની!
👉 માલિકી હકની સાથે આવક પણ: તમારી પ્રોપર્ટી કમાઈને આપશે ભાડાની રકમ
👉 મેન્ટેનન્સની માથાકૂટ મેનેજમેન્ટની, તમારે તો માત્ર વેકેશન માણવાનું!
લક્ઝરી, લાઈફસ્ટાઈલ અને લિક્વિડિટીનો ત્રિવેણી સંગમ: ‘પેટ્રિયા સ્યુટ્સ’ની શેરિંગ ફોર્મુલા પર રાજકોટ-સૌરાષ્ટ્રમાં વૈભવી વિલા, રજવાડી રિસોર્ટ સહિતની આલીશાન પ્રોપર્ટીઝમાં રોકાણ માટે નવા અવસરો
ગુજરાતીમાં એક કહેવત છે, “શોખ મોટી ચીજ છે,” પણ જ્યારે વાત લક્ઝરી પ્રોપર્ટી ખરીદવાની આવે ત્યારે ખિસ્સાનો ભાર હળવો થઈ જતો હોય છે. જોકે, હવે સમય બદલાયો છે. જેમ આખો હાથી ખરીદ્યા વગર તેની સવારીનો આનંદ લઈ શકાય, તેમ હવે કરોડોના વિલા કે સેકન્ડ હોમ ખરીદ્યા વગર તેના માલિક બનવાનું સપનું ‘ફ્રેક્શનલ ઓનરશીપ’ (Fractional Ownership) થકી સાકાર થઈ રહ્યું છે.
સરળ ભાષામાં કહીએ તો, આ “આમ પણ ખાવા અને ગુટલીના દામ” જેવો ઘાટ છે. મુંબઈ અને ગોવા જેવા શહેરોમાં આ ટ્રેન્ડ ખૂબ જ લોકપ્રિય થયો છે, જ્યાં રોહન સિંઘ જેવા રોકાણકારોએ ૨ કરોડની પ્રોપર્ટી ખરીદવાને બદલે માત્ર ૨૫ લાખનું રોકાણ કરી, વર્ષે ૩૦ દિવસના રોયલ રોકાણની મજા અને સાથે મિલકતની કિંમતમાં ૧૦% સુધીનો વધારો પણ મેળવ્યો છે. અહીં ફાયદો એ છે કે મિલકતની જાળવણી કે મેન્ટેનન્સની માથાકૂટ માથે નથી હોતી, બધું જ પ્રોફેશનલ એજન્સી સંભાળે છે.
રંગીલા રાજકોટમાં ઉજળું ભવિષ્ય રાજકોટ એટલે શોખીનોનું શહેર. અહીંના લોકો જીવનને માણવામાં અને સ્માર્ટ રોકાણ કરવામાં હંમેશા અગ્રેસર રહ્યા છે. રાજકોટમાં હાલ ‘પેટ્રિયા સ્યુટ્સ’ (Patria Suites) જેવા પ્રોજેક્ટ્સમાં આ પ્રકારના લક્ઝરી અને મેનેજ્ડ સર્વિસીસના કોન્સેપ્ટને જે આવકાર મળ્યો છે, તે દર્શાવે છે કે શહેર આવા નવા બદલાવ માટે તૈયાર છે.
નિષ્ણાતોના મતે, આ મોડેલ આર્થિક વળતર અને લક્ઝરી લાઈફસ્ટાઈલનો શ્રેષ્ઠ સંગમ છે. ‘યોર્સ’ના શ્રવણ ગુપ્તા જણાવે છે કે અહીં જાળવણીની ચિંતા રહેતી નથી, જ્યારે ક્લેરાવેસ્ટના મનાંકી પરુલેકરના મતે, રોકાણકારો ૭-૯% વાર્ષિક ભાડું અને ૮-૧૫% સુધીનો ભાવવધારો મેળવી શકે છે, જે તેને પરંપરાગત રોકાણ કરતા વધુ ફાયદાકારક બનાવે છે.
જેમ શેરબજારમાં ‘શેર’, તેમ હવે રિયલ એસ્ટેટમાં ‘શેરિંગ’નો નવો ટ્રેન્ડ
જેમ શેરબજારમાં આપણે મોટી કંપનીનો નાનો હિસ્સો ખરીદીએ છીએ, તેમ અહીં રિયલ એસ્ટેટમાં હિસ્સેદારી મળે છે. ભવિષ્યમાં રાજકોટની આસપાસના વિકસતા વિસ્તારોમાં આવા અનેક પ્રોજેક્ટ્સ આવવાની પ્રબળ સંભાવના છે. જે લોકો વિકેન્ડ હોમ કે ફાર્મ હાઉસ ઈચ્છે છે પણ તેની દેખરેખની ઝંઝટથી ડરે છે, તેમના માટે આ એક સુવર્ણ તક સાબિત થશે. ટૂંકમાં, ઓછું રોકાણ અને ઉંચું જીવનધોરણ ઈચ્છતા રાજકોટવાસીઓ માટે રિયલ એસ્ટેટનો આ નવો ‘અવતાર’ આવનારા સમયમાં હોટ ફેવરિટ બની રહે તો નવાઈ નહીં!












Leave a Reply