👉 ઘર ખરીદવાનો નિર્ણય એ અન્ય કોઇ વસ્તુ ખરીદવા જેટલો સરળ નથી હોતો
👉 ઘર ખરીદવાની તૈયારી ભાવનાઓથી નહીં, નાણાંકીય શિસ્ત, સ્થિરતા અને દ્રઢ આયોજનથી થાય
👉ઘર કયારે ખરીદવું? કયાં ખરીદવું? કેવી રીતે ખરીદવું તે માટેની મહત્વની ટીપ્સ
પૃથ્વીનો છેડો એટલે ઘર એમ કહેવાય છે. આ વાત પરથી જ અંદાજ લગાવી શકાય છેેે. ઘર સાથે આપણો ભાવનાત્મક સંબંધ જોડાયેલો છે. ઘર ખરીદવું એ અન્ય કોઇ વસ્તુ ખરીદવા જેટલો સરળ નિર્ણય નથી હોતો. ઘર ખરીદતા પૂર્વે અનેક બાબતો અંગે વિચાર કરવો પડે છે. જો તમે પણ ઘર ખરીદવા માટે ઇચ્છુક છો તો અમે અહીં તેમની મહત્વની ટીપ્સ આપીશું જેથી તમને ખ્યાલ આવશે કે તમારો ઘર ખરીદવાનો નિર્ણય ઉચિત છે. ઘર ખરીદવા માટેનો સયમ ઉચિત છે? આ માહિતના માધ્યમથી તમારા માટે ઘર ખરીદવાના નિર્ણયમાં સરળતા રહેશે.
ભારતમાં ઘર ખરીદવું માત્ર રહેઠાણ મેળવવાનું નથી—તે સ્થિરતા, જવાબદારી અને લાંબા ગાળાના બંધનનું પ્રતિક છે. સમાજ શું કહે છે તે મહત્વનું નથી, મહત્વનું એ છે કે, શું તમે જાતે તૈયાર છો ? ઘર ખરીદવાની તૈયારી ભાવનાઓથી નથી થતી તે નાણાંકીય શિસ્ત, સ્થિરતા અને દ્રઢ આયોજનથી થાય છે
સ્ટેબલ ઇનકમ અને જોબ સિક્યોરિટી
ઘર ખરીદવું આર્થિક રીતે મહત્વનો નિર્ણય છે. મહિના પ્રતિ મહિને વિશ્વસનીય પગાર મળે તો જ બેન્ક વિશ્વાસ કરે. વારેવારે નોકરી બદલવાથી બેંકનું વિશ્વાસ સંપાદિત કરવો મુશ્કેલ બને છે. જ્યારે એક ક્ષેત્રમાં સતત કામ વિશ્વાસ ઉભો કરે છે.
સારો ક્રેડિટ સ્કોર અને નાણાંકીય શિસ્ત
ભારતમાં 750થી ઉપરનો સિબીલ સ્કોર જણાવે છે કે તમે ચુકવણી જવાબદારીથી કરો છો. મોડું પેમેન્ટ, ક્રેડિટ કાર્ડનો બિનજરૂરી ઉપયોગ કે બાકી દેવું વ્યાજના દર વધારી દે છે અને ઘરનું ફાઈનાન્સિંગ ભારે બનાવી દે છે.
ડાઉન પેમેન્ટ માટે પૂરતી બચત
મકાનની કિંમતનું 10–25 ટકા સામાન્ય સંજોગોમાં ડાઉનપેમન્ટ ભરવાનું આવશ્યક હોય છે. આ સ્થિતમાં આકસ્મિક બચતમાંથી પૈસા કાઢીને ડાઉન પેમેન્ટ કરવું જોખમી છે. ત્યારબાદ સ્ટેમ્પ ડ્યુટી, રજિસ્ટ્રેશન, જીએસટી અને ફર્નિશિંગ જેવા ખર્ચ તો અલગ જ.
ઇએમઆઇ આરામથી ચૂકવી શકાય તેવી સ્થિતિ
ઇએમઆઇ આવકના 30–40 ટકા કરતા વધુ ન હોવી જોઈએ. જીવનના અન્ય ખર્ચો—શાળા ફી, દૈનિક ખર્ચ, સારવાર ખર્ચ વચ્ચે ઇએમઆઇની ચૂકવણી પડકારજનક બની ન જાય તે ખાસ ધ્યાન રાખવું
મકાન ખરીદ્યા બાદ પણ પૂરતું ઇમર્જન્સી ફંડ
ઘરનાં અચાનક તૂટફૂટ કે નોકરી ગુમાવાની પરિસ્થિતિ માટે ઓછામાં ઓછા 6–9 મહિનાના ખર્ચ જેટલું ફંડ બચત રહે તે પ્રકારની નાણાકીય જોગાવાઇ જો અગાઉથી રાખી હોય તો ઓચિંતા આવતા ખર્ચ સમયે બજેટ ખોરવાતું નથી.
લાંબા ગાળાની સ્થિરતા જરૂરી
ઘર માત્ર સંપત્તિ નથી—તે એક એન્કર છે. જીવનમાં સ્થિરતા જોઈતી હોય અથવા પરિવાર શરૂ કરવાની યોજના હોય, એવા સમયે ઘર ખરીદવું યોગ્ય લાગે છે. જો તમે જીવનમાં સ્થિરતા તરફ આગળ વધી રહ્યા હોય તો ઘર ખરીદવાનો તમારો નિર્ણય ઉચિત છેે.
ઘર પરિવારના દરેક સભ્યો માટે અનુકુળ હોય
ઘરમાં રહેનાર કોઇ વ્યકિત નથી પરંતુ એક પરિવાર છે. માટે પરિવારના દરેક સભ્યોને અનુકુળ રહે તેવા લોકેશનમાં ઘર લેવું યોગ્ય નિર્ણય ગણાશેે.નજીકમાં નોકરી, બાળકોની સ્કૂલ, પરિવર્તનશીલ કારકિર્દી તમારા ભવિષ્ય સાથે ઘરની પસંદગી સુસંગત હોવી આવશ્યક છે. જે ઘર તમારી આગળની 5–10 વર્ષની સફર સાથે ફિટ થાય, તે જ સાચો વિકલ્પ.












Leave a Reply