👉 દિલ્હી કે મુંબઈ નહીં…. હવે ભારત સહિત વિશ્વભરની નજર અમદાવાદ પર….
👉 ગેમ્સ તો બહાનું છે: રૂ. ૩૫ હજાર કરોડના ઇન્વેસ્ટમેન્ટ થકી અમદાવાદની શિકલ બદલાશે
👉 વિદેશી ગુજરાતીઓનું ધ્યાન અમદાવાદ પર: ‘વેઈટ એન્ડ વોચ’ નહીં, ‘ઇન્વેસ્ટ એન્ડ ગ્રો’
👉 રિયલ એસ્ટેટના હોટસ્પોટ્સ: ચાંદખેડા-ઝુંડાલમાં ૧૫-૨૦% નો તાત્કાલિક ઉછાળો
👉હોસ્પિટાલિટી અને નોકરીઓ: ૩ લાખ નવી રોજગારી, ફાઇવ-સ્ટાર હોટલોની પડાપડી
ગુજરાતમાં કહેવત છે ને કે, ‘લાખેણું હોય તે આસાનીથી ના મળે.’ પરંતુ અમદાવાદના રિયલ એસ્ટેટ માર્કેટમાં લાખેણી તક સામેથી ચાલીને આવી છે. ૨૦૩૦ કોમનવેલ્થ ગેમ્સ અને સંભવિત ૨૦૩૬ ઓલિમ્પિક્સ માટે અમદાવાદની પસંદગીએ ગુજરાતના વિકાસમાં એક નવો અધ્યાય લખ્યો છે. આ બે વર્લ્ડ ક્લાસ ઈવેન્ટ્સ પાછળ અંદાજે ₹૩૦,૦૦૦ થી ₹૩૫,૦૦૦ કરોડ ના જંગી ખર્ચનો અંદાજ છે, જે અમદાવાદ-ગાંધીનગરની તસ્વીર અને તાસીર સાવ બદલી નાખશે.
આંકડા બોલે છે કે, રિયલ એસ્ટેટમાં ‘રોકેટ ગતિ’ રમતગમતનાં ભવ્યાતિભવ્ય સ્ટેડિયમો, હાઈટેક બ્રિજ, વીઆઇપી રોડ અને મેટ્રોના વિસ્તરણને કારણે ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં એવી ક્રાંતિ આવશે, જે સીધી પ્રોપર્ટીના ભાવને અસર કરશે. ઉપરાંત આર્થિક જાણકારોના મતે, આયોજનને કારણે અંદાજિત ૧ લાખ નવી રોજગારની તકો નું સર્જન થશે, જ્યારે કન્સ્ટ્રક્શન સહિત જુદી જુદી કેટેગરીમાં કુલ ૩ લાખ જેટલી રોજગારી ઊભી થવાનો અંદાજ છે. આંતરરાષ્ટ્રીય મહેમાનોને કારણે હોટલ ઉદ્યોગને પણ ‘ચાર ચાંદ’ લાગવાના છે. હાલ અમદાવાદ-ગાંધીનગરમાં ૫૪૨૦ રૂમની કેપેસિટી છે, જેમાં આગામી ૫ વર્ષમાં ૩,૦૦૦ નવા રૂમ (જેમાં ૧૫૦૦ ફાઈવ સ્ટાર) ઉમેરવાનું આયોજન છે. લક્ઝરી બ્રાન્ડ્સ (જેમ કે ફેરમાઉન્ટ) પણ અમદાવાદમાં પ્રવેશવાની તૈયારીમાં છે.
ક્રેડાઈના પ્રેસિડેન્ટ તેજસ જોશીએ કહ્યું છે તેમ, માત્ર અમદાવાદમાં રહેતા ગુજરાતી જ નહીં, પણ અમેરિકા, લંડન, અને અન્ય દેશોના NRI ગુજરાતીઓ પણ અહીં રોકાણ કરશે. આ સુવર્ણ યુગમાં જો ‘વહેલા તે પહેલા’ ના ધોરણે રોકાણ નહીં થાય, તો પછી પસ્તાવું પડશે કે “હાથમાંથી બાજી સરી ગઈ!” રોકાણ કરવા માટેનો સૌથી યોગ્ય સમય અત્યારે છે.
રિયલ એસ્ટેટ ક્ષેત્રે શું અસર પડશે..?
| તક / અસર | આંકડાકીય માહિતી |
| તાત્કાલિક ભાવ વધારો | ૧૫% થી ૨૦% (મોટેરા, ચાંદખેડા વિસ્તારમાં) |
| લાંબા ગાળાનો ગ્રોથ | રોકાણ પર ૩૫% થી વધુ વળતર, મિલકતના ભાવમાં ૧૦૦ ટકા સુધીનો વધારો શક્ય |
| રોકાણ માટે મુખ્ય વિસ્તારો | મોટેરા, ચાંદખેડા, ઝુંડાલ, વૈષ્ણોદેવી, સરગાસણ, ત્રાગડ |
| રોકાણકારો | NRI (USA, લંડન, આફ્રિકા), કોલકાતા, મુંબઈ, રાજસ્થાનના રોકાણકારોનું ધ્યાન |
રોજગાર અને હોસ્પિટાલિટીને શું અસર પડશે..?
| તક / અસર | આંકડાકીય માહિતી |
| કુલ રોજગાર સર્જન | અંદાજિત ૩ લાખ લોકોને જુદી-જુદી કેટેગરીમાં રોજગારી |
| નવી રોજગારીની તકો | અંદાજિત ૧ લાખ નવી નોકરીઓનું સર્જન |
| હોટલ રૂમની કેપેસિટીમાં વધારો | આગામી ૫ વર્ષમાં ૩,૦૦૦ નવા રૂમ ઉમેરાશે |
| ફાઈવ-સ્ટાર રૂમ | તેમાંથી ૧,૫૦૦ રૂમ ફાઈવ-સ્ટાર કેટેગરીના હશે |
| હોટલ ઓક્યુપેન્સીમાં વધારો | ગેમ્સના આયોજનથી ૧૦% થી ૨૫% સુધીનો ફરક જોવા મળી શકે છે |












Leave a Reply