👉 દિલ્હી અને એનસીઆરમાં નવી ઓફિસ સપ્લાયમાં 35 ટકાનો વધારો નોંધાયો
👉 પૂણેમાં ઓફિસ સ્પેસનો આંકડો 3.7 મિલિયન ચોરસ ફૂટ રહ્યો જે સૌથી વધુ હતો: વેસ્ટિયન
ભારત સતત વિકાસ તરફ આગળ વધતો દેશ છે. ભારતમાં અગાઉ કૃષિ વિકાસની જ વાત થતી હતી. પણ આજે ભારતમાં ઉદ્યોગિક ક્ષેત્રે પણ અસમાન્ય વિકાસ થઇ રહ્યો છે. ભારતના મોટા શહેરમાં કોર્પોરેટ ક્ષેત્રમાં પણ નોંધનીય વિકાસ થઇ રહ્યો છે.
વેસ્ટિયનના તાજેતરના ડેટા મુજબ, ભારતના ટોચના છ શહેરોમાં સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન ઓફિસ સ્પેસના નવા પુરવઠામાં 26 ટકાની વાર્ષિક વૃદ્ધિ જોવા મળી છે જે 16.1 મિલિયન ચોરસ ફૂટ થઈ ગઈ છે. કારણ કે ડેવલપર્સ વૈશ્ર્વિક અને સ્થાનિક કંપનીઓ તરફથી પ્રીમિયમ વર્કસ્પેસની મજબૂત માંગને પૂર્ણ કરવાની દિશામાં આગળ વધી રહ્યા છે.
યુએસ સ્થિત રિયલ એસ્ટેટ ક્ધસલ્ટન્ટ વેસ્ટિયનના ડેટા દર્શાવે છે કે, જુલાઈ-સપ્ટેમ્બરના સમયગાળા દરમિયાન ઓફિસ સ્પેસનો નવો પુરવઠો પુણેમાં 3.70 મિલિયન ચોરસ ફૂટ સાથે સૌથી વધુ હતો, જે એક વર્ષ પહેલાના સમયગાળા કરતા 164 ટકા વધુ છે.
દિલ્હી-એનસીઆરમાં, નવી ઓફિસ સ્પેસનો પુરવઠો 35 ટકા વધીને 3.10 મિલિયન ચોરસ ફૂટ થયો. ચેન્નાઈમાં ઓફિસ સ્પેસનો નવો પુરવઠો 320 ટકા વધીને 2.1 મિલિયન ચોરસ ફૂટ થયો, જ્યારે મુંબઈમાં પુરવઠો બમણો થઈને 1.80 મિલિયન ચોરસ ફૂટ થયો. જોકે, ભારતના સૌથી મોટી ઓફિસ માર્કેટ બેંગલુરૂમાં નવા ઓફિસ સ્પેસનો પુરવઠો 6 ટકા ઘટીને 3.40 મિલિયન ચોરસ ફૂટ થયો.
હૈદરાબાદમાં પણ, આ કેલેન્ડર વર્ષના જુલાઈ-સપ્ટેમ્બર સમયગાળા દરમિયાન નવો પુરવઠો 51 ટકા ઘટીને 2 મિલિયન ચોરસ ફૂટ થયો. રસપ્રદ વાત એ છે કે, વેસ્ટિયન દ્વારા ટ્રેક કરાયેલા સાતમા મુખ્ય શહેર કોલકાતામાં તાજેતરના સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન ઓફિસ સ્પેસનો કોઈ નવો પુરવઠો જોવા મળ્યો નથી.
વેસ્ટિયનના સીઈઓ શ્રીનિવાસ રાવે જણાવ્યું હતું કે, વર્ષ 2025 ના ત્રીજા ક્વાર્ટરમાં ચાલુ વર્ષના સૌથી વધુ શોષણનો અહેવાલ આપવામાં આવ્યો હતો, જે મુખ્યત્વે GCC (વૈશ્ર્વિક ક્ષમતા કેન્દ્રો) દ્વારા સંચાલિત હતો. આ મજબૂત માંગે વૈશ્ર્વિક વેપાર અનિશ્ર્ચિતતાઓ અને ભૂ-રાજકીય તણાવ વચ્ચે ઓફિસ માર્કેટને તેજીમાં રાખ્યું. તેમણે નોંધ્યું કે મુખ્ય બજારોમાં નોંધપાત્ર પુરવઠા વધારા સાથે બાંધકામ પ્રવૃત્તિમાં પણ વેગ મળ્યો.
વેસ્ટિયનના મતે, દેશના સાત મુખ્ય શહેરોમાં જુલાઈ-સપ્ટેમ્બર 2025 ના સમયગાળા દરમિયાન ઓફિસ સ્પેસનું લીઝિંગ અથવા શોષણ 6 ટકા વધીને 19.69 મિલિયન ચોરસ ફૂટ થયું.
ઓફિસ સ્પેસ બનાવનારા મુખ્ય ડેવલપર્સમાં DLF લિમિટેડ, ટાટા રિયલ્ટી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, હિરાનંદાની ગ્રુપ, એમ્બેસી ગ્રુપ, પ્રેસ્ટિજ એસ્ટેટ્સ, સત્વ ગ્રુપ અને RMZ ગ્રુપનો સમાવેશ થાય છે. ચાર લિસ્ટેડ રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ (REITs) છે જે ભાડા-ઉપજ આપતી ઓફિસ એસેટ્સ દ્વારા સમર્થિત છે. તેમની પાસે ઓફિસ એસેટ્સનો વિશાળ પોર્ટફોલિયો છે અને તેઓ ગ્રીનફિલ્ડ અને બ્રાઉનફિલ્ડ બંને રૂટ દ્વારા પણ વિસ્તરણ કરી રહ્યા છે.












Leave a Reply