👉 અમદાવાદના વિકાસમાં વ્રજ ગ્રુપનો નવો માઇલસ્ટોન : વૈભવી 3BHK લાઇફસ્ટાઇલ પ્રોજેક્ટ સાથે અમદાવાદના સ્કાઇલાઇનમાં ઉમેરાશે નવી ઝલક
શહેરના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં પ્રતિષ્ઠિત નામ ગણાતું વ્રજ ગ્રુપ હવે અમદાવાદના પાલડી વિસ્તારમાં પોતાના નવા પ્રોજેક્ટ વ્રજ કૈલાશ નું ભૂમિ પૂજન કરવા જઈ રહ્યું છે. આ શુભ પ્રસંગ શનિવાર, 15 નવેમ્બર 2025ના રોજ સાંજે 5:30 વાગ્યાથી, કલગી ક્રોસ રોડ નજીક, રીસ્ટોર ક્લિનિક સામે, એલિસબ્રિજ, અમદાવાદ ખાતે યોજાશે.
ભૂમિ પૂજન પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે માનનીય રાજ્ય મંત્રી (શહેરી વિકાસ અને આવાસ વિભાગ), શ્રીમતી દર્શનાબેન વાઘેલા ઉપસ્થિત રહેશે.
આ પ્રસંગે શહેરના અનેક આગેવાન રાજકીય અને ધાર્મિક મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહેશે. તેમાં આચાર્ય ગોસ્વામી શ્રી રણછોડલાલજી, મહંત શ્રી દિલીપ દાસજી (જગન્નાથ મંદિર), સાંસદ શ્રી દિનેશ મકવાણા (અમદાવાદ પશ્ચિમ), સાંસદ શ્રી હસમુખ પટેલ (અમદાવાદ પૂર્વ), ધારાસભ્યો શ્રી અમિત શાહ (એલિસબ્રિજ), શ્રી અમિત ઠાકર (વેજલપુર), શ્રી જીતુ પટેલ (નારણપુરા), શ્રી હર્ષદ પટેલ (સાબરમતી), મેયર શ્રીમતી પ્રતિભા જૈન, ડે. મેયર શ્રી જતીન પટેલ, એએમસી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી દેવાંગ દાની તથા ભાજપ શહેર પ્રમુખ શ્રી પ્રેરક શાહનો સમાવેશ થાય છે.
વ્રજ કૈલાશ વિષે વાત કરતા વ્રજ ગ્રુપના ડિરેક્ટર જય મોરઝરિયાએ જણાવ્યું: વ્રજ કૈલાશ એ અમારા વિઝનનું પ્રતિબિંબ છે – જ્યાં અમદાવાદની સ્થાપત્ય પરંપરાને આધુનિક આર્ટ ડેકો ડિઝાઇન સાથે જોડવામાં આવી છે. આ પ્રોજેક્ટ સૌંદર્ય, આરામ અને સંસ્કૃતિનો સમન્વય છે.
ગ્રુપના ચેરમેન શ્રી રમન મોરઝરિયાએ ઉમેર્યું: અમારી ફિલસૂફી હંમેશાં ‘ઈમારતો પહેલાં સંબંધો’ બાંધવાની રહી છે. વ્રજ કૈલાશ એ વિશ્ર્વાસ અને ગુણવત્તાનો જીવંત દાખલો છે.
ડિરેક્ટર શ્રી કુશ મોરઝરિયાના જણાવ્યા મુજબ, પ્રોજેક્ટ વૈભવ અને ઉપયોગિતા વચ્ચેનું સમતોલ સંતુલન રજૂ કરે છે,
જ્યારે શ્રી જતીન કુંડલીયા (ડિરેક્ટર, વ્રજ શ્રીજી રિયલ્ટર્સ પ્રા. લિ.)એ જણાવ્યું કે ડિઝાઇન ભાષા આર્ટ ડેકોની સમપ્રમાણતા અને શુદ્ધ લાઇનોથી પ્રેરિત છે, જે શહેરના આધુનિક સ્કાઇલાઇનને પ્રતિબિંબિત કરે છે.
વ્રજ કૈલાશ એક વૈભવી 3BHK લાઇફસ્ટાઇલ ડેવલપમેન્ટ છે, જે વ્રજ ગ્રુપના મુંબઈ અને ગુજરાતમાં ગુણવત્તાયુક્ત અને નવીન રિયલ એસ્ટેટ પ્રોજેકટ્સની શ્રેણીમાં ઉમદા ઉમેરે છે.












Leave a Reply