Sampatti Times Real Estate Newspaper

Advertisement

વિકસતા નાના મવા રોડ પર તૈયાર થાય છે એક નવો પેલેસ રોડ

A new Palace Road is being built on the developing Nana Mava Road

આર. કે. ગ્રુપનું નવું સોપાન આર. કે. જ્વેલ એલાઈટ ટૂંક સમયમાં લોન્ચ થશે

રાજકોટની નગર રચના અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ હવે ઝડપી બન્યો છે. જે રીતે અમદાવાદ અને વડોદરા તથા સુરતમાં શહેરના નજીકના ગામડાઓ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા શહેરમાં જ સંમિલિત થવા લાગ્યા તે રીતે રાજકોટના વિવિધ પરા વિસ્તારો અને અડોઅડના ગ્રામ વિસ્તારો રૂડા એટલે કે રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ અંતર્ગત શહેરમાં સમાવિષ્ટ થવા લાગ્યા છે જે ભવિષ્યમાં બૃહદ રાજકોટ મહાપાલિકામાં જોડાઈને આ મહાનગરમાં વિલિન થઈ જશે.
જ્યારે નાના મવા ગ્રામ પંચાયત રાજકોટ મહા નગર પાલિકામાં ભળી ગઈ ત્યારે કોઈને કલ્પના પણ ન હતી કે કાલાવાડ ને સમાંતર વિકસેલા અમીન માર્ગની જેમ જ એને સમાંતર પૂર્વ થી પશ્ર્ચિમ જતો નાના મવા રોડ પણ રાજકોટનો એક પ્રમુખ રાજમાર્ગ બની જશે. આમ પણ અત્યારે નાના મવા રોડ ટ્રાફિકથી છલોછલ હોય છે. બુધવારે અને રવિવારે રાત્રે તો અહીંની રેસ્ટોરન્ટોમાં પગ મૂકવાની જગ્યા નથી હોતી. ઉપરાંત લોકો હવે શોપિંગ માટે આ રોડ પસંદ કરવા લાગ્યા છે. એનું એક કારણ એ છે કે સ્પીડવેલ પાર્ટી પ્લોટ અને હવેલી આસપાસ જે વિકાસ ઝડપથી થયો તેનો લાભ હવે નાના મવા રોડને મળે છે. એ લોકો તેમની જરૂરિયાત માટે અહીંથી આગળ જવાના મતના નથી એવું દેખાય છે. જે રીતે ધીરે ધીરે મણિનગર સહિતના પૂર્વ વિસ્તારોને પાછળ રાખીને અમદાવાદે પશ્ર્ચિમ તરફ દોટ મૂકી અને હજુ એ ચાલુ જ છે એ રીતે રાજકોટના પશ્ર્ચિમ વિસ્તાર જે છેલ્લા એક દાયકામાં ડેવલપ થયો છે તેમાં રૈયા રોડ, યુનિવર્સિટી રોડ, કાલાવાડ રોડ, અમીન માર્ગ અને નાના મવા રોડ ધોરીનસ સમાન છે.

150 ફૂટના પ્રથમ રિંગરોડ પર આવેલા નાના મવા સર્કલ પર આજથી બાર – પંદર વર્ષ પહેલાં શેઠ બ્રધર્સ દ્વારા જ્યારે સિલ્વર હાઇટ્સનો પ્રોજેક્ટ મૂકવામાં આવ્યો ત્યારે પણ શરૂઆતમાં આ વિસ્તાર શહેરથી દૂર હોવાનો ખ્યાલ લોકમાનસમા હતો, પરંતુ પછી તરત જ એકાએક વધતી જતી ગતિશીલતાને કારણે સમગ્ર નાના માવા રોડ એની નવી જ ભવ્યતા અને આભા સાથે લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો. રસ્તાની બન્ને બાજુએ જે પ્લોટ હતા તે તબક્કાવાર નવા અને અવનવા પ્રોજેક્ટ તરીકે રજૂ થવા લાગ્યા અને તરત જ એના બુકિંગ પણ થવા લાગ્યા.

નાના મવા રોડ અમદાવાદના સિંધુભવન રોડ જેવો થઈ રહ્યો છે. જે રીતે સિંધુભવન રોડ લાઈફ સ્ટાઈલ અને રિટેઈલિંગ માટે ખૂબ જ હોટસ્પોટ છે એ રીતે નાના મવા રોડ પણ હવે લાઈફ સ્ટાઈલ અને રિટેઈલિંગ માટે લોકપ્રિય થવા લાગ્યો છે. આજે નાના મવા રોડ શહેરનો એક જાજરસમાન વિસ્તાર તરીકે વિખ્યાત થયેલો છે. તબક્કાવાર અહીં વિવિધ જ્વેરીઓએ પોતાના શોરૂમ ડેવલોપ કર્યા છે અને ગ્રાહકોનો વિશાળ સમુદાય તેઓ મેળવી શક્યા છે. ભલે પેલેસ રોડ નો માભો હજુ અગાઉ જેવો જ જળવાયેલો હોય પરંતુ નાના મવા રોડ આજકાલ જે સાજ સજી રહ્યો છે તે ઝવેરી બજાર કક્ષાએ હવે પછી પેલેસ રોડની સ્પર્ધા કરવાનો છે.

વિવિધ અનેક બ્રાન્ડેડ અને નવા ઝવેરીઓએ અહીં સોના, ચાંદી, હીરા, મોતી અને જડતરના અલંકારોના વિવિધ શોરૂમ ખોલ્યા છે. એમને અનુસરીને નાના સોનીઓએ પણ અહીં પોતાના નાના શોરૂમ કમ દુકાનની શરૂઆત કરી છે. આ નવા બંધાતા જતા વાતાવરણમાં હવે આર.કે.ગ્રુપ દ્વારા આર.કે.જવેલ એલાઇટ નામે ચાર માળના શોરૂમ નું વિશાળ કોર્પોરેટ હાઉસ જાહેર કરવામાં આવ્યું છે જેનું નિર્માણ અને બુકિંગ ટૂંક સમયમાં જ શરૂ થશે. જે લોકો વોલ સીટીમાં એટલે કે પરંપરિત જૂના રાજકોટ શહેરમાં છે તેવા ઝવેરીઓને પોતાની નવી શાખા વિકસતા પશ્ર્ચિમ રાજકોટમાં ખોલવા માટે આર.કે.જ્વેલ એક નવી તક આપશે. આર.કે.ગ્રુપની તેની એમેનિટીઝ, ડિઝાઇન અને બાંધકામ ગુણવત્તા માટે વખણાય છે. આર.કે.જવેલ એલાઇટ પણ એ જ પરંપરામાં આ ગ્રુપનું એક નવું સોપાન છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *