Sampatti Times Real Estate Newspaper

Advertisement

REAAR દ્વારા આયોજીત વેલકમ નવરાત્રિ-2025માં ખેલૈયાઓ ઝૂમી ઉઠયા

3 1

👉 શ્રદ્ધા, સંસ્કૃતિ અને એકતાનો અનોખો સમન્વય જોવા મળ્યો

👉 REAAR પરિવારના બહેનો અને દીકરીઓ દ્વારા આયોજીત ઝૂમતો ગરબાએ બધાને મંત્રમુગ્ઘ કર્યા હતા : પ્રેસિડેન્ટ અતુલભાઇ રાચ્છ તથા સમગ્ર ટીમનું સફળ આયોજન

4 1

નવરાત્રી એટલે માઁ આદ્યશક્તિનો તહેવાર. જે પુરા દેશમાં હર્ષ ઉલ્લાસ અને ઉમંગથી ઉજવાય છે. માઁ આદ્યશક્તિને 9 દિવસ યાદ કરી તેમના નામના નવલા નોરતાના ગીત પર સૌ ખૈલેાયાઓ રાસની રમઝટ બોલાવતાં હોય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ REAAR દ્વારા ગોલ્ડન લિગસી બેન્કવેટ હોલ, રિજન્સી લગૂન રિસોર્ટ, ન્યારી રોડ, રાજકોટ ખાતે તા. 13-09-2025ના રોજ વેલકમ નવરાત્રિ-2025નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રોશનીના સંગાથે તાલીઓના તાલે, સંગીતના સથવારે આકર્ષક વસ્ત્રોના પરિધાન સાથે રાસ ગરબે ઝૂમી ઉઠીને નવરાત્રિને વેલકમ કર્યું હતું. જેમાં લોકસંગીત ગાયક દેવ ભટ્ટ અને તેમની ઓર્કેસ્ટ્રાના સથવારે અનેરા ઉમંગ ઉત્સાહ સાથે એક એકથી ચડિયાતા સ્ટેપ પર રેરના સભ્યો તથા તેમના પરિવારે મનભરી રાસગરબાની મોજ માણી હતી. અને એક સમયે સમય પણ ઓછો પડ્યો હતો.

1

આમંત્રિત ખાસ મહેમાનોએ પોતાનો અમૂલ્ય સમય ફાળવી કાર્યક્રમની શોભા વધારી હતી. સાથે નિર્ણાયકો દિનેશભાઇ કોઠારી અને આમંત્રિત જજોએ નિષ્પક્ષ રીતે યોગ્ય નિર્ણય આપવામાં સફળ રહ્યા હતા.

આ વખતે પહેલીવાર REAAR પરિવારના બહેનો અને દીકરીઓ દ્વારા એક સુંદર ઝૂમતા ગરબાની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. જેમાં ભાગ લેનાર સર્વેને એક સુંદર ગીફટ આપવામાં આવી હતી. દરેક કેટેગરીના વિજેતાઓને ઇનામોથી નવાજી પ્રોત્સાહિત કરી સ્મૃતિચિન્હ રૂપી ગિફ્ટ આપવા સાથે સ્વાદિષ્ટ અલ્પાહાર પીરસવામાં આવ્યો હતો.

16

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *