Sampatti Times Real Estate Newspaper

Advertisement

શહેરી પ્રોપર્ટી કાર્ડમાં હવે યુપીઆઈએન આધારિત ઓટો મ્યુટેશનની શરૂઆત

UPIN based auto mutation now starts in urban property cards

મહેસૂલ વિભાગની નવી પહેલથી સિટી સર્વે રેકોર્ડમાં આપમેળે ફેરફાર, નાગરિકોને મામલતદાર કચેરીના ચક્કરથી રાહત

શહેરી વિસ્તારોમાં પ્રોપર્ટી કાર્ડ ધરાવતી મિલકતોના સિટી સર્વે રેકોર્ડમાં હવે આપમેળે ફેરફાર (ઓટો મ્યુટેશન) થશે. મહેસૂલ વિભાગે યુનિક પ્રોપર્ટી આઈડેન્ટિફિકેશન નંબર (યુપીઆઈએન) આધારિત આ નવી સુવિધા શરૂ કરી છે. ગરવી પોર્ટલ પર મિલકતનો યુપીઆઈએન દાખલ કરતાં જ તેની નોંધણી બાદ સિટી સર્વે રેકોર્ડમાં સીધો જ સુધારો થઈ જશે, જેથી નાગરિકોને મામલતદાર કચેરી સુધી જવાની જરૂર નહીં રહે.

નોંધણી સર નિરીક્ષકની કચેરી દ્વારા ૭ ઓગસ્‍ટે જારી કરાયેલા પરિપત્રમાં જણાવાયું છે કે રાજ્‍યમાં લેખની નોંધણી ગરવી પોર્ટલ મારફતે કરવામાં આવે છે. હાલ ખેતીની મિલકતના તબદિલીના લેખની સબ રજિસ્‍ટ્રાર પાસે નોંધણી થયા બાદ તેના મહેસૂલી રેકર્ડમાં ઓટો મ્‍યુટેશન થાય છે. જેથી પક્ષકારને લેખની નોંધણી ભાદ નોંધ પડાવવા મામલતદાર કચેરીએ જવાની જરૂર રહેતી નથી. બિઝનેસ રિફોર્મ એક્‍શન પ્‍લાન-૨૦૨૪ અંતર્ગત કરાયેલા સૂચન મુજબ વિવિધ  વિભાગોની ઓનલાઈન સિસ્‍ટમ-પોર્ટલની ઇન્‍ટિગ્રેશન માટે ઉપયોગી થઈશકે તે હેતુથી મહેસૂલ વિભાગ દ્વારા યુપીઆઇએ યુનિક આઈડેન્‍ટિફાયરની સુવિધા વિકસાવાઈ છે. સિટી સર્વે કચેરી દ્વારા મિલકતના પ્રોપર્ટી કાર્ડમાં યુપીઆઈએનની વિગતો દર્શાવાઈ છે. તેથી શહેરી વિસ્‍તારમાં પ્રોપર્ટી કાર્ડ ધરાવતી મિલકતોમાં યુપીઆઈએન આધારિત ઓટો મ્‍યુટેશન થાય તેવી નવી સુવિધા શરૂ કરાઈ છે. તેથી નાગરિકોને શહેરી વિસ્‍તારના પ્રોપર્ટી કાર્ડ પરાવતી મિલકતની તબદિલીના લેખોની નોંધણી માટે ગરવી પોર્ટલમાં ડેટા એન્‍ટ્રી કરતી વખતે મિલકતનો યુપીઆઈએન ડેટા એન્‍ટ્રી કરવાથી તે મિલક્‍તની સિટી સર્વે રેકર્ડમાં ઓટો મ્‍યુટેશન થશે તેનો લાભ લઈ શકે છે.(૩૮.૫)

આદિજાતિની કલમ ૭૩ એએની તબદિલીમાં ઓનલાઇન અરજી જ ધ્‍યાને લેવાશે

કલમ ૭૩ એએ હેઠળની આદિજાતિના લોકોએ ધારણ કરેલી જમીનની તબદિલી અંગેની ઓનલાઇન કાર્યપધ્‍ધતિમાં મહેસૂલ વિભાગ દ્વારા ફેરફાર કરાયો છે. તે મુજબ હવે પછી હાલ નિર્ણય માટે ચાલુ કે પડતર ઓફલાઇન અરજીઓ અને નવી અરજી અંગે ઓનલાઇન કાર્યપધ્‍ધતિ મુજબ અરજી કરે તે પછી જ તેને વિચારણા માટે ધ્‍યાનમાં લેવામાં આવશે. આઇઓરા એપ્‍લિકેશન પર વેચાણ કે ભાડા પટ્ટે આપવા કરાતી ઓનલાઇન અરજીમાં અરજદાર દ્વારા ઘખલ કરાયેલા ડેટામાં વેચાણ લેનારનું નામ, વેચાણનો હેતુ કે ક્ષેત્રફળ બાબત સરકારની જોગવાઇને અનુરૂપ ન હોય કે અન્‍ય ભૂલ ધ્‍યાને આવે ત્‍યારે કલેકટર કે ડીડીઓ દ્વારા જમીન વેચનારા અરજદારને તે બાબત ધ્‍યાન પર લાવીને એક વખત સુધારો કરી સુધારેલી અરજી પર પુનઃ વિચારણા કરવામાં આવશે.

Adani International School nearby properties Bank Interest Rate Commercial Projects SG Highway Dog Flats near Nirma University Furniture Industry India High End Living India Home Decor Home Decor Trends IndiaWood 2026 Investment Opportunities Lofy Home Lulu Mall Ahmedabad Luxury Furniture Modern Homes Property Property Investment Property Listings Rajkot Property Market Rajkot Real Estate Real Estate Real Estate Gujarat Real Estate Laws Real Estate Magazine Real Estate News Retail Expansion RMC E-Auction 2026 Trogon Group Ahmedabad Trogon Twin Towers ઈન્ટીરીયર ડિઝાઈન કોમર્શિયલ પ્લોટ વેચાણ ગુજરાત બિઝનેસ ગુજરાત રિયલ એસ્ટેટ જમીન હરાજી ટર્નકી પ્રોજેક્ટ્સ પ્રોપર્ટી ઈન્વેસ્ટમેન્ટ ફર્નિચર માર્કેટ રાજકોટ મહાનગરપાલિકા રાજકોટ રિયલ એસ્ટેટ રિયલ એસ્ટેટ સમાચાર રેસિડેન્શિયલ પ્લોટ રૈયા રોડ પ્લોટ લક્ઝરી હોમ ડેકોર સંપત્તિ ટાઈમ્સ ૧૫૦ ફૂટ રિંગ રોડ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *