હવે રહેણાંક પ્રોપર્ટી પર રૂા. 700 અને કોમર્શીયલ પર રૂા. 1400 સ્ટેમ્પ પેપર વાપરવાનો રહેશે, અગાઉના 300ની સરખામણીએ રહેણાંકમાં રૂા. 700નો સ્ટેમ્પ વાપરવાનો થશે : વિજય પી. ભટ્ટ (એડવોકેટ એન્ડ નોટરી)
ગુજરાત સરકારે પ્રોપર્ટી ભાડે આપવા-લેવાના વ્યવહારોમાં મહત્વનો બદલાવ કર્યો છે. 10 એપ્રિલ, 2025 થી સ્ટેમ્પ એક્ટમાં સુધારો અમલમાં મૂકાયો છે, જેના કારણે લીવ એન્ડ લાયસન્સ એગ્રીમેન્ટના સ્ટેમ્પ ડયુટીના દરોમાં ફેરફાર થયો છે. આ સુધારો રહેણાંક તેમજ કોમર્શીયલ બંને પ્રકારની મિલકતો માટે લાગુ પડે છે અને ભાડે આપનાર તેમજ લેનાર બંને પક્ષો માટે મહત્વપૂર્ણ સાબિત થશે.
એડવોકેટ એન્ડ નોટરી વિજય પી. ભટ્ટ જણાવે છે કે, હાલના સ્ટેમ્પ એકટના સુધારા મુજબ, જો પ્રોપર્ટી રહેણાંક હેતુ માટે ભાડે આપવામાં આવે તો રૂા. 500નો સ્ટેમ્પ તથા 40% સરચાર્જ સાથે કુલ રૂા. 700નો સ્ટેમ્પ પેપર વાપરવાનો રહેશે. જ્યારે કોમર્શીયલ પ્રોપર્ટી માટે રૂા. 1000નો સ્ટેમ્પ તથા 40% સરચાર્જ સાથે કુલ રૂા. 1400નો સ્ટેમ્પ પેપર વાપરવાનો રહેશે. અગાઉ બંને પ્રકારની મિલકતો માટે રૂા. 300નો સ્ટેમ્પ પેપર વાપરવામાં આવતો.
લીવ એન્ડ લાયસન્સ એગ્રીમેન્ટ ફરજિયાત કેમ?
ગુજરાતમાં હાલ રેન્ટ એક્ટ અમલમાં નથી. તેથી પ્રોપર્ટી ભાડે આપવા કે વાપરવા માટે લીવ એન્ડ લાયસન્સ એગ્રીમેન્ટ કરાવવું ફરજિયાત માનવામાં આવે છે. આ એગ્રીમેન્ટ દ્વારા માલિક અને ભાડુઆત બંનેના હકો સ્પષ્ટ થાય છે. સામાન્ય રીતે આ એગ્રીમેન્ટ 11 મહિનાના ગાળા માટે થાય છે. જો 11 મહિનાથી વધુ સમયનો એગ્રીમેન્ટ કરાવવો હોય તો ગુજરાત સ્ટેમ્પ એક્ટ મુજબ વધારાની સ્ટેમ્પ ડયુટી લાગશે.
વિવાદો માટે કાયદાકીય માર્ગ
જો ભાડુઆત પાસેથી મિલકત ખાલી કરાવવાની જરૂર પડે તો માલિકને સ્પેશિફિક રીલીફ એક્ટની કલમ 5 કે 6 હેઠળ કોર્ટમાં દાવો કરવો પડે છે. જ્યારે રેન્ટ એક્ટના સમયની મિલકતો માટેના વિવાદો સ્મોલ કોઝ કોર્ટમાં સુનાવણી થઇ શકે છે.
મુખ્ય લાભ અને અસર
નવા સ્ટેમ્પ એકટ મુજબ રહેણાંક મિલકત માટે રૂા. 300ની જગ્યાએ હવે રૂા. 700નો સ્ટેમ્પ વાપરવાનો થશે. જ્યારે કોમર્શીયલ મિલકત રૂા. 1400નો સ્ટેમ્પ વાપરવાનો રહેશે. પણ એગ્રીમેન્ટની કાનૂની માન્યતા વધુ મજબૂત થશે. સ્ટેમ્પ ડયુટીના નિયમિતીકરણથી ભવિષ્યમાં મિલકત સંબંધિત વિવાદોમાં પણ પારદર્શિતા આવશે.
સરકારના આ પગલાથી પ્રોપર્ટી ટ્રાન્ઝેક્શન વધુ વ્યવસ્થિત બનશે અને રિયલ એસ્ટેટ સેક્ટરમાં કાનૂની પ્રક્રિયા વધુ સ્પષ્ટ થશે.
વિજય પી. ભટ્ટ (એડવોકેટ એન્ડ નોટરી)
મો. 98798 96465

Adani International School nearby properties Bank Interest Rate Commercial Projects SG Highway Dog Flats near Nirma University Furniture Industry India High End Living India Home Decor Home Decor Trends IndiaWood 2026 Investment Opportunities Lofy Home Lulu Mall Ahmedabad Luxury Furniture Modern Homes Property Property Investment Property Listings Rajkot Property Market Rajkot Real Estate Real Estate Real Estate Gujarat Real Estate Laws Real Estate Magazine Real Estate News Retail Expansion RMC E-Auction 2026 Trogon Group Ahmedabad Trogon Twin Towers ઈન્ટીરીયર ડિઝાઈન કોમર્શિયલ પ્લોટ વેચાણ ગુજરાત બિઝનેસ ગુજરાત રિયલ એસ્ટેટ જમીન હરાજી ટર્નકી પ્રોજેક્ટ્સ પ્રોપર્ટી ઈન્વેસ્ટમેન્ટ ફર્નિચર માર્કેટ રાજકોટ મહાનગરપાલિકા રાજકોટ રિયલ એસ્ટેટ રિયલ એસ્ટેટ સમાચાર રેસિડેન્શિયલ પ્લોટ રૈયા રોડ પ્લોટ લક્ઝરી હોમ ડેકોર સંપત્તિ ટાઈમ્સ ૧૫૦ ફૂટ રિંગ રોડ












Leave a Reply