પ્રોપર્ટી બુક થયા બાદ ૩૦ ટકા ડાઉનપેમન્ટ મળતા જ બ્રોકરેજ ચૂકવી દેવાશે: રાજુભાઇ પોબારૂ (પ્રભુ ગ્રુપ)
હવે અમદાવાદની જેમ રાજકોટમાં પણ બ્રોકર ઓરિએન્ટેડ રિયલ એસ્ટેટ માર્કેટનો વિકાસ: દિપકભાઇ કાનાબાર (એપી એડ)
પ્રોજેક્ટની જરૂરી માહિતી બ્રોકર પાસે ઉપલબ્ધ હોય તો ડીલ કરવામાં સરળતા રહે છે: વિજયભાઇ જાની (પ્રમુખ- આરપીસીએ)
રાજકોટ પ્રોપર્ટી કન્સલ્ટન્ટ એસોસિએશન (આરપીસી) એ અને રાજકોટમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે જાણીતા એવા પ્રભુ ગ્રુપ સાથે બિલ્ડર બોડિંગ મીટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બિલ્ડર અને પ્રોપર્ટી કન્સલ્ટન્ટ સાથે મળીને રાજકોટમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રને વધુ ગતિશીલ બનાવવા અને તેનો વ્યાપ વધારવા બાબતે મહત્વપૂર્ણ ચર્ચાઓ થઈ હતી.
આરપીસીએ અને પ્રભુ ગ્રુપની આ બોડિંગ મિટિંગમાં પ્રોપર્ટી કન્સલ્ટન્ટ એસોસિએશનના બ્રોકરો મિત્રો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં પ્રભુ ગ્રુપના તમામ પ્રોજેક્ટની માહિતી પ્રોપર્ટી કન્સલ્ટન્ટને આપવામાં આવી હતી. પ્રભુ ગ્રુપના બિલ્ડર રાજુભાઈ પોબારૂ અને દીશિતભાઈ પોબારૂએ જણાવ્યું હતું કે, બ્રોકરો તથા બિલ્ડર્સ વચ્ચે ક્યાંક ને ક્યાંક કનેક્ટિવિટી અથવા ડીસકનેક્ટિવિટી જોવા મળી રહી છે. આ પ્રત્યાયન અવરોધોને દૂર કરવા માટે બ્રોકરો સાથે ચર્ચા કરવામાં આવી હતી અને એકબીજા તરફથી જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા.
રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં બિલ્ડર્સ અને બ્રોકર્સ એક કડીરૂપ ગણવામાં આવે છે. રિયલ એસ્ટેટ ક્ષેત્રના વિકાસ માટે આ બંને સિક્કાની બે બાજુઓ સમાન છે તેવું જણાવી એ.પી. એડના દિપકભાઈ કાનાબારે જણાવ્યું હતું કે, હવે અમદાવાદની જેમ રાજકોટમાં પણ બ્રોકર ઓરિએન્ટેડ રિયલ એસ્ટેટ માર્કેટના દિવસો ભવિષ્યમાં જોવા મળશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટ શહેર કરતાં અમદાવાદ, વડોદરા, સુરત, પુના, મુંબઈમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં બ્રોકર અને બિલ્ડરોનું બોડિંગ વધુ જોવા મળે છે. જેથી ડીલીંગ પ્રોસેસ ખૂબ સરળતાથી પૂરી થઈ જાય છે. આ સ્થિતિને જોતા હવે રાજકોટમાં પણ બિલ્ડર અને બ્રોકરોના સંબંધો વધુ ગાઢ બને તે જરૂરી બની જવા પામ્યું છે.
રાજકોટના જાણીતા બિલ્ડર્સ રાજુભાઈ પોબારૂએ બ્રોકરોના હિત માટે તેમના પ્રોજેક્ટમાં વેચાણ અંગે કામ કરવા સારી સવલતો ઉપલબ્ધ કરાવવા જણાવ્યું હતું અને કહ્યું હતું કે, અમારા પ્રોજેક્ટમાં કામ કરતા દરેક આરપીસીએ બ્રોકર મિત્રોને તેમનું મહેનતાણું પ્રોપર્ટી બુક થયાના શરૂઆતના ૩૦ ટકા ડાઉન પેમેન્ટ આવતાની સાથે જ બ્રોકરેજ ટકાવારી અનુસાર પેમેન્ટ કરી દેવામાં આવશે. રાજુભાઈ પોબરૂના આ નિર્ણયથી રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં પ્રોપર્ટી કન્સલ્ટન્ટને નવું જોમ મળશે તેમાં કોઈ બેમત નથી.
આરપીસીએના પ્રમુખ વિજયભાઈ જાનીએ પ્રોપર્ટી કન્સલ્ટન્ટ એસોસિએશનના સભ્યોને સંબોધતા જણાવ્યું હતું કે, કોઈપણ વેચાણલક્ષી પ્રોજેક્ટ માટે વેચાણ પહેલા તેમનું બહુમૂલ્ય જ્ઞાન ખૂબ જરૂરી હોય છે. પ્રોજેક્ટ માટેની યોગ્ય જાણકારી, લોકેશન ભાવ, સ્ટ્રકચર કે અન્ય જરૂરી માહિતી જો તેમની પાસે હોય તો કસ્ટમરને યોગ્ય રીતે જે તે પ્રોજેક્ટમાં રોકાણ કરાવવા માટે સરળતા રહે છે. જેના થકી બિલ્ડર અને પ્રોપર્ટી કન્સલ્ટન્ટ બંનેનો વિકાસ થઈ શકે છે.
આરપીસીએ અને પ્રભુ ગ્રુપ વચ્ચે યોજાયેલી બિલ્ડર બોડિંગના આ કાર્યક્રમને દિપાવવા આરપીસીએના પ્રમુખ વિજયભાઈ જાની, ઉપપ્રમુખ શૈલેષભાઈ શાહ, સેક્રેટરી કેતનભાઇ મહેતા, ટ્રેઝરર નીરજભાઈ ખંભાતી તેમજ આરપીસીએ કમિટીના સભ્યો અર્પિતભાઈ શાહ, પ્રકાશભાઈ શાહ, જસ્મીનભાઇ શેઠ, માધવ માલવીયા, મુંજાલ ચૌહાણ, ચેતન વિઠલાણી, અતુલ સુરાણી સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમના અંતે આરપીસીએના સેક્રેટરી કેતનભાઇ મહેતાએ આભારવિધિ કરી હતી.
‘સંપત્તિ ટાઇમ્સ’ થકી બે ડીલ ફાઇનલ થઇ: પ્રકાશભાઇ શાહ

આરપીસીએ અને પ્રભુ ગ્રુપ વચ્ચેની બોડિંગ મીટિંગમાં જાણીતા પ્રોપર્ટી કન્સ્ટલન્ટન્ટ પ્રકાશભાઇ શાહે રિયલ એસ્ટેટ ક્ષેત્રની મહત્વની સંપત્તિ બની ગયેલા ‘સંપત્તિ ટાઇમ્સ’ વિશે જણાવતા કહ્યું હતું કે, ‘સંપત્તિ ટાઇમ્સ’માં રિયલ એસ્ટેટ પ્રોજકેટ વિશે આપવામાં આવતી પોઝિટિવ ઇન્ફોર્મેશન થકી તેમને બે ડીલ ફાઇનલ થઇ હતી. સાથોસાથ તેમણે ‘સંપત્તિ ટાઇમ્સ’માં આપવામાં આવતી રિયલ એસ્ટેટની સચોટ માહિતી અંગે પણ આ પાક્ષિકના ઓનર અને તેમની ટીમની પ્રશંસા કરી હતી.
Adani International School nearby properties Bank Interest Rate Commercial Projects SG Highway Dog Flats near Nirma University Furniture Industry India High End Living India Home Decor Home Decor Trends IndiaWood 2026 Investment Opportunities Lofy Home Lulu Mall Ahmedabad Luxury Furniture Modern Homes Property Property Investment Property Listings Rajkot Property Market Rajkot Real Estate Real Estate Real Estate Gujarat Real Estate Laws Real Estate Magazine Real Estate News Retail Expansion RMC E-Auction 2026 Trogon Group Ahmedabad Trogon Twin Towers ઈન્ટીરીયર ડિઝાઈન કોમર્શિયલ પ્લોટ વેચાણ ગુજરાત બિઝનેસ ગુજરાત રિયલ એસ્ટેટ જમીન હરાજી ટર્નકી પ્રોજેક્ટ્સ પ્રોપર્ટી ઈન્વેસ્ટમેન્ટ ફર્નિચર માર્કેટ રાજકોટ મહાનગરપાલિકા રાજકોટ રિયલ એસ્ટેટ રિયલ એસ્ટેટ સમાચાર રેસિડેન્શિયલ પ્લોટ રૈયા રોડ પ્લોટ લક્ઝરી હોમ ડેકોર સંપત્તિ ટાઈમ્સ ૧૫૦ ફૂટ રિંગ રોડ












Leave a Reply