Sampatti Times Real Estate Newspaper

Advertisement

ગુજરાત સરકારે ધોલેરામાં ટાટા ગ્રુપને રહેણાંક એપાર્ટમેન્ટ્સ બનાવવા માટે 10 એકર જમીન ફાળવી

Gujarat government allocates 10 acres of land in Dholera to Tata Group for construction of residential apartments

👉 ધોલેરામાં ટાટાના કર્મચારીઓ માટે પ00થી વધુ એપાર્ટમેન્ટસ બનશે

👉 ધોલેરા બનશે ભારતનું નવા યુગનું સેમિકન્ડક્ટર હબ : Tata, PSMC અને Jabil જેવી કંપનીઓ ધોલેરામાં લાવશે ટેકનોલોજી ક્રાંતિ

અમદાવાદ શહેરથી આશરે 110 કિમી દૂર આવેલા ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (SIR)માં ટાટા ઇલેક્ટ્રોનિક્સ પ્રાઇવેટ લિમિટેડ (TEPL)નું પ્રથમ સેમિકન્ડક્ટર ફેબ યુનિટ આકાર લઈ રહ્યું છે. આ દરમિયાન, ગુજરાત સરકારે ટાટા ગ્રૂપને તેમના કર્મચારીઓ અને કામદારો માટે રહેણાંક અપાર્ટમેન્ટ્સ બનાવવા માટે 10 એકર જમીન ફાળવી છે.

ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના મુખ્ય સચિવ મોના ખંધારે જણાવ્યું, સરકારે ટાટા ગ્રૂપને તેમનું પોતાનું હાઉસિંગ કોમ્પ્લેક્સ વિકસાવવા માટે 10 એકર જમીન આપી છે. શરૂઆતમાં, તેઓ 500થી વધુ અપાર્ટમેન્ટ્સ બનાવશે. ધોલેરા SIR, જે અમદાવાદ જિલ્લામાં ગ્રીનફીલ્ડ સ્માર્ટ સિટી તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે, ત્યાં હાઉસિંગ અને અન્ય સામાજિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખૂબ જ મહત્વનું છે.

ટાટા ગ્રૂપને રહેણાંક બનાવવા માટે આપવામાં આવેલી જમીન ઉપરાંત, ધોલેરા ઇન્ડસ્ટ્રિયલ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ (DICDL)એ ખાનગી ડેવલપર્સને 1,000 વધુ સર્વિસ-એપાર્ટમેન્ટ્સ બનાવવા માટે પ્લોટની હરાજી કરી છે.

સેમિકન્ડક્ટર પ્રોજેકટ્સ

ધોલેરા SIRમાં ઓછામાં ઓછા ત્રણ સેમિકન્ડક્ટર પ્રોજેકટ્સ શરૂ થવાની અપેક્ષા છે. આમાં એક 91,000 કરોડનો મેગા સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન ફેસિલિટીનો સમાવેશ થાય છે, જે તાઇવાનની પાવરચિપ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કોર્પોરેશન (PSMC) સાથે ભાગીદારીમાં બનાવવામાં આવી રહ્યો છે, જે આ વિસ્તારમાં 20,000 પ્રત્યક્ષ અને પરોક્ષ કુશળ નોકરીઓ પૂરી પાડશે. ગુજરાત સરકારના જણાવ્યા અનુસાર, TEPL પ્રોજેક્ટ 2027-28ના બીજા ક્વાર્ટર સુધીમાં પૂર્ણ થવાનું નિર્ધારિત છે.

ખંધારે જણાવ્યું, TEPLએ ધોલેરામાં પ્લાન્ટનું બાંધકામ શરૂ કરી દીધું છે, એમ કહીને તેમણે ઉમેર્યું કે જાબિલ ઇન્ક જેવા ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ સર્વિસ પ્રોવાઇડર્સ પણ ટૂંક સમયમાં ધોલેરામાં તેમની મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીનું બાંધકામ શરૂ કરશે. જાબિલ ઇન્કે ગુજરાત સરકાર સાથે 1,000 કરોડની સિલિકોન ફોટોનિક્સ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી માટે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે, જે 1,500 નવી નોકરીઓ ઊભી કરશે. નેક્સ્ટજનએ પણ રાજ્ય સરકાર સાથે ધોલેરામાં 10,000 કરોડની કમ્પાઉન્ડ સેમિકન્ડક્ટર ફેબ અને ઓપ્ટો-ઇલેક્ટ્રોનિક્સ ફેસિલિટી સ્થાપવા માટે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. જાપાનની હિટાચી અને તાઇવાનની સોલિડલાઇટ આ પ્રસ્તાવિત પ્રોજેક્ટમાં અન્ય બે ભાગીદારો છે.

Adani International School nearby properties Bank Interest Rate Commercial Projects SG Highway Dog Flats near Nirma University Furniture Industry India High End Living India Home Decor Home Decor Trends IndiaWood 2026 Investment Opportunities Lofy Home Lulu Mall Ahmedabad Luxury Furniture Modern Homes Property Property Investment Property Listings Rajkot Property Market Rajkot Real Estate Real Estate Real Estate Gujarat Real Estate Laws Real Estate Magazine Real Estate News Retail Expansion RMC E-Auction 2026 Trogon Group Ahmedabad Trogon Twin Towers ઈન્ટીરીયર ડિઝાઈન કોમર્શિયલ પ્લોટ વેચાણ ગુજરાત બિઝનેસ ગુજરાત રિયલ એસ્ટેટ જમીન હરાજી ટર્નકી પ્રોજેક્ટ્સ પ્રોપર્ટી ઈન્વેસ્ટમેન્ટ ફર્નિચર માર્કેટ રાજકોટ મહાનગરપાલિકા રાજકોટ રિયલ એસ્ટેટ રિયલ એસ્ટેટ સમાચાર રેસિડેન્શિયલ પ્લોટ રૈયા રોડ પ્લોટ લક્ઝરી હોમ ડેકોર સંપત્તિ ટાઈમ્સ ૧૫૦ ફૂટ રિંગ રોડ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *