👉 કાયદો રદ થયેલ હોવા છતાં ટ્રાન્સફર ફી વસુલવી – ફોજદારી ગુનાની સમાન ગણાશે!
👉 મેઈન્ટેનન્સ હેતુ માટે સર્વિસ સોસાયટીઓને પણ ટ્રાન્સફર ફીનો અધિકાર મળ્યો : સભ્યપદ ટ્રાન્સફર સમયે પારદર્શી કાર્યવાહી જરૂરી – જાણો કાયદાની નવી જોગવાઈઓ
રાજયમાં આવેલ અને ગુજરાત સહકારી મંડળીઓના અધિનિયમ-1961 નીચે નોંધાયેલ રહેણાંકની હાઉસીંગ સોસાયટી કે સર્વીસ સોસાયટી અને એન.ટી.સી. એકટ-159 હેઠળ નોંધાયેલ એસોસીએશનમાં મિલક્ત વેચાણ (સભ્યપદ ટ્રાન્સફર)ના સમયે લેવામાં આવતી ટ્રાન્સફર ફીની જોગવાઈની બાબત જાણવી અત્યંત આવશ્યક છે.મહદ અંશે મનઘડત અર્થ ઘટન કરીને ટ્રાન્સફર ફી લેવામાં આવે છે.જેથી ટ્રાન્સફર ફીની પારદર્શિતા ચકાસણી અને તેનાથી વાકેફ થવું એટલું જ સલાહભર્યુ છે.ખરેખર, હાઉસીંગ સોસાયટી, સર્વીસ સોસાયટી અને એસોસીએશનની ટ્રાન્સફર ફી અંગે જાણ બહારની કેટલીક હકિક્તો જાણીએ.
ગુજરાત રાજય સહકારી કાઉન્સીલની તા.17/1/1991ના મળેલ બેઠકમાં ઠરાવ નં. 9થી નકકી થયા અનુસાર હાઉસીંગ કો.ઓપરેટીવ સોસાયટી કે જેના પેટાનિયમો લીફલેટ(યુ)માં સભ્યોના મકાન/પ્લોટની તબદીલીના પ્રસંગે કો.ઓપરેટીવ હાઉસીંગ સોસાયટી દ્વારા આવી તબદીલી મંજુર કરતાં પૂર્વે રૂા.પ00/-થી રૂા.પ0,000/-સુધી પ્રીમીયમ લેવાની જોગવાઈ કો.ઓપરેટીવ સોસાયટીઝ રજિસ્ટ્રારશ્રી, સહકારી મંડળીઓ, ગુજરાત રાજય,ગાંધીનગર દ્વારા તા.13/2/1991ના પિરપત્રથી નિયત થયેલ અને ઉક્ત પિરપત્રમાં ટ્રાન્સફર ફીની રકમ લેવા માટે સ્પષ્ટ ગણતરીની વિગતો આપેલ હોવાં છતાં સોસાયટીના કાર્યવાહકો દ્વારા મનઘડત રીતે ટ્રાન્સફર ફીની રકમો વસુલવામાં આવતી હતી.
સોસાયટીના કાર્યવાહકો દ્વારા મનઘડત રીતે ટ્રાન્સફર ફીની રકમો વસુલવામાં આવતી હતી,તે બાબત સરકારશ્રીના ધ્યાનમાં આવતાં તાજેતરમાં કાયદામાં સુધારણાં કરી આ બાબતે સ્ટેમ્પ ડયુટીની જેમ સક્ષ્ામ સતાધિકારી દ્વારા ટ્રાન્સફર ફીની રકમ નિયત કરવા ઠરાવવામાં આવેલ છે. જે મુજબ ગુજરાત સહકારી મંડળીઓના અધિનિયમની કલમ : 140-એમાં દાખલ કરેલ સુધારા મુજબ મિલક્ત વેચાણ રકમના 0.5 ટકા અથવા રૂા. 1/-લાખ એ બેમાંથી જે ઓછુ હોય તે ટ્રાન્સફર ફી પેટે લઈ શકે.આ નવીન સુધારાથી કો.ઓપરેટીવ હાઉસીંગ સોસાયટી વધારાની કોઈ રકમો અન્ય ચાર્જ પેટે લઈ શકશે નહીં. આમ, નવી ટ્રાન્સફર ફીની રકમથી સોસાયટીની આવકમાં વધારો થશે.
સર્વીસ કો.ઓપરેટીવ સોસાયટીઓને આ જોગવાઈ લાગુ પડતી ન હતી.પરંતુ ગુજરાત સહકારી મંડળીઓના અધિનિયમની કલમ : 159-એમાં દાખલ થયેલા સુધારા મુજબ માત્ર મેઈનટેનન્સના જ ઉદેશ કે હેતુ માટે નોંધાયેલ સર્વીસ કો.ઓપરેટીવ સોસાયટી પણ ટ્રાન્સફર ફી વસુલ કરી શકશે. આમ, સર્વીસ કો.ઓપરેટીવ સોસાયટીના સભ્યોને મિલક્ત વેચાણના સમયે ટ્રાન્સફર ફીની રકમ વસુલ કરવાના અધિકારો પ્રાપ્ત થવાથી વધારાની આવક થશે અને ફંડ એકત્ર થશે.આ નવા સુધારાથી કો.ઓપરેટીવ હાઉસીંગ અને સર્વીસ સોસાયટી વચ્ચે રહેલ ટ્રાન્સફર ફી વિસંગતતા દૂર થયેલ છે.
હવે, વાત કરીએ એન.ટી.સી.એકટ- 1959 હેઠળ નોંધાયેલ એસોસીએશનમાં મિલક્તના વેચાણના સમયે લેવામાં આવતી ટ્રાન્સફર ફીની જોગવાઈ અંગે. આવા એસોસીએશન દ્વરા અલગ અલગ ટ્રાન્સફર ફીની રકમોની વસુલાત કરવામાં આવે છે.પરંતુ સદરહુ એકટ તા. 25-ફેબ્રુઆરી-200પથી રદ થયેલ છે અને તેની જાણ બહુ ઓછી સોસાયટીઓ કે તેમાં રહેનારાઓને છે.
ઉક્ત કાયદો જ રદ થતાં તે નીચે નોંધાયેલ એસોસીએશનનો સંસ્થાપિત દરજજો રદ થયેલ હોવાથી એસોસીએશનનું કાયદાકીય અસ્તિત્વ જ રહેતુ નથી અને ત્યાર બાદથી એસોસીએશન ટ્રાન્સફર ફી કે અન્ય ખર્ચા વસુલ કરે તે અધિકૃત બનતું નથી.
એન.ટી.સી.એકટ-1959 નીચે નોંધાયેલ એસોસીએશનએ કાયદો રદ થયાની તારીખ પછી ટ્રાન્સફર ફી વસુલેલ હોય તો તે રીકવરીને પાત્ર છે અને બંધ થયેલ ચલણી નોટને બજારમાં વટાવવાથી બનતા “ફોજદારી ગુન્હા” સમાન છે. જેથી આવા એસોસીએશનના સંસ્થાપિત દરજજા અંગે પ્રશ્ર્નાર્થ સર્જાતાં તેમના પ્રશ્ર્નોના નિરાકરણના ભાગરૂપે સહકાર વિભાગના તા.2/5/ર016ના પરિપત્રથી આવા રદ થયેલ કાયદા નીચે નોંધાયેલ એસોસી એશન દ્વારા સર્વીસ સોસાયટી નોંધાવવા અંગેની દરખાસ્ત કર્યેથી સર્વીસ સોસાયટી નોંથી આપવા સુચિત કરેલ છે અને સર્વીસ સોસાયટી તરીકે નોંધાયા બાદ ટ્રાન્સફર ફી લઈ શકે.












Leave a Reply