👉 રાજકોટમાં બ્રાન્ડ્સના આગમન પાછળના શિલ્પકારો: પ્રોપર્ટી કન્સલ્ટન્ટની અનમોલ ભૂમિકા !
👉 રાજકોટના અગ્રણી કોમર્શિયલ પ્રોપર્ટી કન્સલ્ટન્ટના અભિપ્રાયોથી બ્રાન્ડ્સને, બિલ્ડર્સને તેમજ એન્ડ યુઝર્સ અને રોકાણકારોને નિર્ણયો લેવામાં રહેશે સરળતા
👉 અગ્રણી રિયલ્ટર્સ દ્વારા સંપત્તિ ટાઈમ્સના માધ્યમથી કોમર્શિયલ સેગમેન્ટમાં ઉભરતા ટ્રેન્ડસ તેમજ વિવિધ વિસ્તારોમાં ડિમાન્ડ સહિતના એનાલિસિસ રજૂ કરવામાં આવ્યા
રાજકોટનું રિયલ એસ્ટેટ ક્ષેત્ર સતત વિસ્તરી રહ્યું છે, ત્યારે રોકાણકારો, બિલ્ડર્સ અને બ્રાન્ડ્સને સચોટ માર્ગદર્શન પૂરું પાડવું અત્યંત આવશ્યક બની જાય છે. આ જરૂરિયાતને સમજીને, સંપત્તિ ટાઈમ્સે એક ક્રાંતિકારી પહેલ કરી છે. તેમણે રાજકોટના કોમર્શિયલ પ્રોપર્ટી લીઝિંગના ક્ષેત્રમાં સક્રિય એવા સાત અગ્રણી પ્રોપર્ટી કન્સલ્ટન્ટના વિશેષ અભિપ્રાયો એકત્રિત કર્યા છે. આ સાત કન્સલ્ટન્ટ, જેઓ શહેરના રિયલ એસ્ટેટના સાત ‘ઘોડા’ સમાન છે, તેમના સંયુક્ત જ્ઞાન અને અનુભવનો લાભ વાચકો સુધી પહોંચાડવાનો સંપત્તિ ટાઈમ્સનો મુખ્ય ઉદ્દેશ્ય છે. જેમ સૂર્યના સાત ઘોડા રથને યોગ્ય દિશામાં ખેંચે છે, તેમ આ સાત રત્નોના અભિપ્રાયો રાજકોટના રિયલ એસ્ટેટના રથને પ્રગતિના પંથે લઈ જવામાં મદદરૂપ થશે.
સંપત્તિ ટાઈમ્સે નિષ્ણાંતોના અભિપ્રાયો લેવાનું પસંદ કર્યું કારણ કે, તેઓ માત્ર પ્રોપર્ટીની લે-વેચ નથી કરતા, પરંતુ શહેરના વિકાસના વાસ્તવિક પાયાના પથ્થરો છે. તેઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની જાણીતી બ્રાન્ડ્સને રાજકોટ સુધી લાવવામાં, તેમને વ્યૂહાત્મક રીતે સૌથી શ્રેષ્ઠ લોકેશન્સ દર્શાવવામાં અને તેમના બિઝનેસને સફળતાપૂર્વક સ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમની ઊંડાણપૂર્વકની બજાર સમજણ, ભવિષ્યના ટ્રેન્ડ્સનું વિશ્ર્લેષણ કરવાની ક્ષમતા અને વ્યવહારિક અનુભવ રોકાણકારોને સચોટ માહિતી પૂરી પાડે છે. આનાથી બિલ્ડર્સને પણ પોતાના પ્રોજેકટ્સ માટે યોગ્ય ભાડૂતો મળે છે અને તેમની પ્રોપર્ટીઝ ખાલી રહેતી નથી. પરિણામે, રાજકોટના નાગરિકોને નવીનતમ બ્રાન્ડ્સ અને સેવાઓનો લાભ મળે છે, જે શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રિયલ એસ્ટેટ સહિત સમગ્ર અર્થતંત્રના વિકાસને વેગ આપે છે. સંપત્તિ ટાઈમ્સનો આ વિશેષ અંક, આ સાત નિષ્ણાંતોના માર્ગદર્શન દ્વારા, રાજકોટના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં રોકાણની નવી તકો ખોલી રહ્યો છે અને શહેરને એક નવી દિશા આપી રહ્યો છે

800 થી 1200 ચો.ફૂટના રીટેલ શોરૂમ્સની માંગ ઊંચી રહેશે : કમલ દક્ષિણી
👉 રાજકોટમાં આવનારા 2 થી 3 વર્ષમાં રિયલ એસ્ટેટ સેગમેન્ટમાં તેજી યથાવત રહેશે તેવો શુભ લીઝિંગ એન્ડ ઇન્ફ્રા સર્વિસીઝના ફાઉન્ડર કમલ દક્ષિણીનો અભિપ્રાય
👉 150 ફૂટ રિંગ રોડ, કાલાવડ રોડ, યાજ્ઞિક રોડ અને નવા રાજકોટમાં 600 થી 1500 ચોરસ ફૂટની ઓફિસ સ્પેસની ખૂબ માંગ હોવાનો કમલ દક્ષિણીનું એનાલિસિસ
શુભ લીઝિંગ એન્ડ ઇન્ફ્રા સર્વિસીઝના ફાઉન્ડર કમલ દક્ષિણી સંપત્તિ ટાઈમ્સ સાથે એનાલિસિસ રજૂ કરતાં જણાવે છે કે, આવનારા 2 થી 3 વર્ષમાં રાજકોટના રિયલ એસ્ટેટ સેગમેન્ટમાં તેજી યથાવત રહેશે તેવો સ્પષ્ટ સંકેત મળી રહ્યો છે. ખાસ કરીને 800 થી 1200 ચો.ફૂટના રીટેલ શોરૂમ્સની માંગ ઊંચી રહેશે. જે શોરૂમ્સનો ફ્રન્ટ સારો હોય, વિશાળ પાર્કિંગની સુવિધા હોય અને બિલ્ડિંગનું મેન્ટેનન્સ ઉત્તમ હોય તેની માંગ હંમેશા રહેશે.
કમલભાઈ વધુમાં ઉમેરે છે કે, રાજકોટના કોમર્શિયલ રિયલ એસ્ટેટમાં રોકાણ કરનારાઓમાં રીટેલ બ્રાન્ડ્સ જેવી કે ફેશન, ક્લોથિંગ, બ્રાન્ડેડ શૂઝ અને ચિલ્ડ્રન વેર સંબંધિત બ્રાન્ડ્સ મોટા શોરૂમ્સ શોધી રહી છે. ખાસ કરીને 150 ફૂટ રિંગ રોડ પર આવેલા નાના માવા સર્કલ અને અયોધ્યા ચોક જેવા વિસ્તારોમાં શોરૂમ્સની માંગ સૌથી વધુ છે. આ ઉપરાંત, કાલાવડ રોડ પર કેકેવી હોલ અને એ.જી. ચોક પાસે પણ સારા લોકેશનવાળા શોરૂમ્સની ડિમાન્ડ છે. મોટાભાગે 1000 થી 1200 ચોરસ ફૂટના શોરૂમ્સ પસંદ કરવામાં આવી રહ્યા છે. ઓફિસ સ્પેસ માટે, એનબીએફસી (ગઇઋઈત), લોન કંપનીઓ, આઈટી કંપનીઓ અને બેક ઓફિસ વર્ક કરતા વ્યવસાયોની જરૂરિયાત વધુ છે. 150 ફૂટ રિંગ રોડ, કાલાવડ રોડ, યાજ્ઞિક રોડ અને નવા રાજકોટમાં 600 થી 1500 ચોરસ ફૂટની ઓફિસ સ્પેસની ખૂબ માંગ છે.

બાલાજી હોલથી માધાપર સર્કલ સુધીનો 150 ફૂટ રીંગ રોડ ફૂલ-ઓન-ડિમાન્ડ: હિતેશ હેમાણી
👉 રાજકોટમાં આવનારા 2 થી 3 વર્ષમાં રિયલ એસ્ટેટ સેગમેન્ટમાં તેજી યથાવત રહેશે તેવો શુભ લીઝિંગ એન્ડ ઇન્ફ્રા સર્વિસીઝના ફાઉન્ડર કમલ દક્ષિણીનો અભિપ્રાય
👉 બેંકો, વીમા કંપનીઓ અને અન્ય નાણાકીય સંસ્થાઓ રાજકોટમાં પોતાના વ્યાપારને વિસ્તૃત કરવા માટે ઉત્સુક છે તે ટ્રેન્ડ ઉજ્જવળ ભવિષ્યની નિશાની ગણાવી
ભાગ્યલક્ષ્મી રિઆલિટીના હિતેશ હેમાણીએ રાજકોટમાં કોમર્શિયલ સ્પેસ માટે લોંગ લીઝનું ચલણ અભૂતપૂર્વ રીતે વધવાની સાથે, ખાસ કરીને ફાઇનાન્સિયલ સેક્ટરની કંપનીઓ પ્રોપર્ટી લીઝ પર લેવા માટે ખૂબ જ ઉત્સુક દેખાઈ રહી હોવાનો મત સંપત્તિ ટાઈમ્સ સાથેની વાતચીતમાં વ્યક્ત કર્યો છે. તેમના મતે બેંકો, વીમા કંપનીઓ અને અન્ય નાણાકીય સંસ્થાઓ રાજકોટમાં પોતાના વ્યાપારને વિસ્તૃત કરવા માટે ઉત્સુક છે, જે દર્શાવે છે કે રાજકોટની આર્થિક ગતિવિધિઓ વધી રહી છે અને શહેર મોટા કોર્પોરેટ રોકાણો માટે તૈયાર છે. આ ટ્રેન્ડ સૂચવે છે કે રાજકોટમાં વ્યાવસાયિક વાતાવરણ ખૂબ જ અનુકૂળ બની રહ્યું છે.
હિતેશ હેમાણી તેમના અનુભવો જણાવતા ઉમેરે છે કે, રાજકોટમાં લોંગ લીઝ માટેની ઇન્ક્વાયરીઝ ખાસ કરીને બે વિસ્તારોમાં કેન્દ્રિત છે: 150 ફૂટ રીંગ રોડ અને કાલાવડ રોડ. હાલમાં, બાલાજી હોલથી માધાપર સર્કલ સુધીના 150 ફૂટ રીંગ રોડ પર ઘણી બધી ડીલ્સ થઈ રહી છે. જોકે, હિતેશ હેમાણીના મંતવ્ય મુજબ, 150 ફૂટ રીંગ રોડ પર હવે લિમિટેડ ઓપ્શન્સ ઉપલબ્ધ હોવાથી, રાજકોટનો હવે કાલાવડ રોડ તેમજ જામનગર રોડ તરફ વિકાસ થઈ રહ્યો હોવાથી ભવિષ્યમાં ત્યાં પણ કોર્પોરેટ સ્પેસની માંગ વધશે. શહેરનો વિકાસ આ દિશામાં પણ થઈ રહ્યો હોવાથી, આગામી અપકમિંગ પ્રોજેકટ્સમાં વાજબી ભાવે સારી કોર્પોરેટ સ્પેસ ઉપલબ્ધ થશે. આ ટ્રેન્ડ આવતા 1-2 વર્ષ માટે ખૂબ જ સકારાત્મક સંકેત આપે છે અને રિયલ એસ્ટેટ સેગમેન્ટમાં ઘણી સારી શક્યતાઓ ઊભી કરશે.

બ્રાન્ડ્સ 150 ફૂટ રીંગ રોડ અને કાલાવડ રોડને પ્રાધાન્ય આપી રહી છે : હર્ષ મોદી
👉 દ્વારકેશ એન્ટરપ્રાઇઝના હર્ષ મોદીએ સારી જ્વેલરી અને ગાર્મેન્ટ્સ, ફેમિલી સ્ટોર્સ, લાઇફસ્ટાઇલ સહિતની બ્રાન્ડ્સ દ્વારા રાજકોટમાં વિકાસની સોનેરી તકો સર્જવાનું વિઝન રજૂ કર્યું
👉 પોતાનો દબદબો જમાવી ચૂકેલી જાણીતી બ્રાન્ડ્સ હવે ટિયર-2 અને ટિયર-3 સિટીઝમાં પ્રવેશવા માટે સજ્જ થઈ રહી છે, અને રાજકોટ તેમાં અગ્રેસર હોવાનો મત વ્યક્ત કર્યો
સંપત્તિ ટાઈમ્સ સાથેની વાતચીતમાં દ્વારકેશ એન્ટરપ્રાઇઝના હર્ષ મોદી જણાવે છે કે, રાજકોટમાં કોમર્શિયલ લોંગ લીઝ માટેની માંગમાં અભૂતપૂર્વ વધારો જોવા મળી રહ્યો છે. વર્ષોથી મેટ્રો સિટીઝમાં પોતાનો દબદબો જમાવી ચૂકેલી મોટી અને જાણીતી બ્રાન્ડ્સ હવે ટિયર-2 અને ટિયર-3 સિટીઝમાં પ્રવેશવા માટે સજ્જ થઈ રહી છે, અને રાજકોટ તેમાં અગ્રેસર છે. આ બ્રાન્ડ્સ રાજકોટમાં પોતાનો આઉટલેટ કે શોરૂમ ખોલવા માટે ઉત્સુક છે, જે શહેરના વ્યાપારી લેન્ડસ્કેપને ધરમૂળથી બદલી નાખશે. આના પરિણામે, સ્થાનિક અર્થતંત્રને વેગ મળશે અને રોજગારીની નવી તકો પણ ઊભી થશે. રાજકોટની વધતી ખરીદ શક્તિ અને સારો ડેમોગ્રાફિક પ્રોફાઇલ આ બ્રાન્ડ્સને આકર્ષી રહ્યો છે.
હર્ષ મોદીએ વધુમાં ઉમેર્યું કે, રાજકોટમાં આવતી મોટાભાગની બ્રાન્ડ્સ ખાસ કરીને 150 ફૂટ રીંગ રોડ અને કાલાવડ રોડને પ્રાધાન્ય આપી રહી છે. આ વિસ્તારો હવે કોમર્શિયલ પ્રવૃત્તિઓ માટેના હોટસ્પોટ બની ગયા છે, જ્યાં અત્યાધુનિક કોમર્શિયલ કોમ્પ્લેક્સ અને શોરૂમ્સનો વિકાસ થઈ રહ્યો છે. હજુ ઘણી સારી જ્વેલરી અને ગાર્મેન્ટ્સ, ફેમિલી સ્ટોર્સ, લાઇફસ્ટાઇલ સહિતની બ્રાન્ડ્સ રાજકોટમાં પ્રવેશવાની બાકી છે. આ બ્રાન્ડ્સ હાલમાં આયોજનબદ્ધ રીતે યોગ્ય કોમર્શિયલ સ્પેસ શોધી રહી છે, જે દર્શાવે છે કે આગામી સમયમાં પણ કોમર્શિયલ રિયલ એસ્ટેટની માંગ ઉંચી રહેશે. આમ, એકંદરે રાજકોટના રિયલ એસ્ટેટમાં, ખાસ કરીને કોમર્શિયલ સેગમેન્ટમાં, ભવિષ્ય ઘણું ઉજળું દેખાય છે.

50 ટકાથી પણ વધારે મોટી બ્રાન્ડ્સ રાજકોટમાં પ્રવેશવાની બાકી: હિરેન લોકવાણી
👉 ઓમ એસ્ટેટના હિરેન લોકવાણી યાજ્ઞિક રોડ અને કાલાવડ રોડને કોર્પોરેટ અને વ્યાપારી પ્રવૃત્તિઓ માટે ગ્રોથ એન્જિન, 150 ફૂટ રિંગ રોડને ત્રીજું હોટસ્પોટ ગણાવે છે
👉 છેલ્લા સાત-આઠ વર્ષોથી આ વિસ્તારોનો વિકાસ નોંધપાત્ર રીતે થયો છે, અને આગામી પાંચેક વર્ષ સુધી અહીં સારી ડીલ્સ અને પ્રી-લીઝ માટે પુષ્કળ ઇન્ક્વાયરી આવવાની પૂરી સંભાવના છે
હિરેન લોકવાણી (ઓમ એસ્ટેટ)ના મતે, રાજકોટ એક ઉભરતું મેટ્રોપોલિટન શહેર બની રહ્યું છે, જ્યાં રોકાણકારો અને બ્રાન્ડ્સ માટે અઢળક તકો રહેલી છે. રાજકોટમાં હાલ ટેક્સનો દર અન્યત્ર શહેરો કરતાં ઓછો છે, જે રોકાણકારો માટે આકર્ષક પરિબળ છે. આશ્ર્ચર્યજનક રીતે, હિરેન લોકવાણી જણાવે છે કે, 50 ટકાથી પણ વધારે મોટી બ્રાન્ડ્સ રાજકોટમાં પ્રવેશવાની બાકી છે. આનો સીધો અર્થ એ થાય છે કે, કોમર્શિયલ રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં ભવિષ્યમાં ઘણી નવી તકો સર્જાવાની છે. જેમ જેમ શહેરનો વિકાસ થશે, તેમ તેમ શોરૂમ, ઓફિસો અને વ્યાવસાયિક જગ્યાઓની માંગ વધશે, જે ડેવલપર્સ અને રોકાણકારો માટે સુવર્ણ તક પૂરી પાડશે.
કોઈપણ વિકસતા શહેરમાં, કેટલાક મુખ્ય વિસ્તારો હોય છે જે “ગ્રોથ એન્જિન” તરીકે કાર્ય કરે છે. રાજકોટમાં, યાજ્ઞિક રોડ અને કાલાવડ રોડ કોર્પોરેટ અને વ્યાપારી પ્રવૃત્તિઓ માટે અગ્રણી ગણી શકાય. આ વિસ્તારો પ્રાઇમ લોકેશન પર હોવાથી બ્રાન્ડ્સની પ્રથમ પસંદગી રહે છે. આ ઉપરાંત, ત્રીજા હોટસ્પોટ તરીકે 150 ફૂટ રિંગ રોડ ઝડપથી ઉભરી રહ્યો છે. આ વિસ્તારમાં ઈંઝ કંપનીઓ, કોર્પોરેટ ઓફિસો, ગાર્મેન્ટ શોરૂમ્સ અને અન્ય વ્યાવસાયિક સાહસો માટે નવી સ્પેસ અને પ્રોજેકટ્સ ઉપલબ્ધ છે. જો તમારી કોમર્શિયલ પ્રોપર્ટી સારી હોય, તો તમને ચોક્કસપણે ઉત્તમ ડીલ મળશે તેવું હિરેનભાઈએ અંતમાં ભારપૂર્વક જણાવે છે.

રાજકોટની બજાર ક્ષમતા અને ખરીદ શક્તિમાં નોંધપાત્ર વધારો બ્રાન્ડને આકર્ષે છે: અર્પિત શાહ
👉 યાજ્ઞિક રોડ, અમીન રોડ, કાલાવડ રોડ, 150 ફૂટ રીંગ રોડ, નાના મૌવા રોડ, અને અયોધ્યા ચોક જેવા વિસ્તારો હોટસ્પોટ હોવાનો SH પ્રોપર્ટીના અર્પિત શાહનો અભિપ્રાય
👉 મેટ્રોસિટીમાં ચાલતી કંપનીઓ પણ પોતાના બ્રાન્ડિંગ શોરૂમ ખોલી રહી હોવાથી આગામી બે-ત્રણ વર્ષમાં સારો ગ્રોથ જોવા મળશે
અર્પિત શાહ (SH Property) ના મતે, રાજકોટ હવે ઔદ્યોગિક અને વ્યાપારી હબ બનવા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. શહેરમાં અનેક જાણીતી જ્વેલરી, ગાર્મેન્ટ, ઓટોમોબાઈલ, ફાઇનાન્સ સેક્ટર, ઇન્સ્યોરન્સ સેક્ટર, બેન્કિંગ સેક્ટર અને હોટેલ બ્રાન્ડ્સનું આગમન થાય એટલે સમજવું કે રાજકોટની બજાર ક્ષમતા અને ખરીદ શક્તિમાં નોંધપાત્ર વધારો થયો છે.
સંપત્તિ ટાઈમ્સ સાથે માર્કેટ ટ્રેન્ડ ઉજાગર કરતાં જઇં પ્રોપર્ટીના અર્પિત શાહ જણાવે છે કે, હાલમાં કોમર્શિયલ સ્પેસની માંગમાં જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે, કારણ કે વિવિધ વિસ્તારોમાં નવા બ્રાન્ડ સેગમેન્ટ્સ ડેવલપ થઈ રહ્યા છે. યાજ્ઞિક રોડ, અમીન રોડ, કાલાવડ રોડ, 150 ફૂટ રીંગ રોડ, નાના મૌવા રોડ, અને અયોધ્યા ચોક જેવા વિસ્તારોમાં કોમર્શિયલ પ્રોપર્ટીની માંગ ટોચ પર છે. આ વિસ્તારો ખરેખર હોટસ્પોટ બની રહ્યા છે. ઓનલાઈન સુપર માર્કેટ, હોટલ ચેઈન, નેશનલાઈઝ્ડ સ્કૂલો માટે કોમર્શિયલ સ્પેસ ઉપરાંત નાની-મોટી ઓફિસો, દુકાનો અને શોરૂમોની માંગ વધી રહી છે. મેટ્રોસિટીમાં ચાલતી કંપનીઓ પણ પોતાના બ્રાન્ડિંગ શોરૂમ રાજકોટમાં ખોલી રહી છે, છતાં, હજુ ઘણી કંપનીઓ આગામી વર્ષો માટે ઇન્ક્વાયરી કરી રહી છે, જે દર્શાવે છે કે આવતા બે-ત્રણ વર્ષમાં આ ક્ષેત્રમાં સારો ગ્રોથ જોવા મળશે. આ બધું સૂચવે છે કે રાજકોટનું કોમર્શિયલ રિયલ એસ્ટેટ ક્ષેત્ર ખૂબ જ ઉજ્જવળ ભવિષ્ય ધરાવે છે!

મેડિકલ, લોજિસ્ટિક્સ અને રિટેલ ક્ષેત્રે કોમર્શિયલ સ્પેસની માંગમાં ઉછાળો: વિરેન દોશી
👉 મોટા ભાગની બ્રાન્ડ્સ રાજકોટમાં એકથી વધુ જગ્યાએ પોતાની હાજરી બનાવી રહી છે જે કોમર્શિયલ લીઝની ડિમાન્ડ બૂસ્ટ કરતી હોવાનો મૈત્રી પ્રોપર્ટીઝના વિરેન દોશીનો અભિપ્રાય
👉 વિવિધ પ્રોજેકટ્સમાં ઉપલબ્ધ સુવિધાઓ અને વિસ્તાર પ્રમાણે ભાવમાં વિવિધતા હોવાથી, ઉદ્યોગસાહસિકો તેમજ ઉભરતી બ્રાન્ડ્સને પણ વિકાસની ઉત્તમ તકો મળી રહી છે
મૈત્રી પ્રોપર્ટીઝના વિરેન દોશીના મંતવ્ય મુજબ, રાજકોટ હવે માત્ર એક વિકસતું શહેર નથી, પરંતુ મેડિકલ, લોજિસ્ટિક્સ અને રિટેલ ક્ષેત્રે એક મુખ્ય કેન્દ્ર બની રહ્યું છે. થોડા વર્ષોથી રાજકોટમાં અઈંઈંખજના આગમનથી શહેર મેડિકલ ક્ષેત્રે સતત પ્રગતિ કરી રહ્યું છે. આ ઉપરાંત, હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટની કનેક્ટિવિટીની ભવિષ્યની સંભાવનાઓ જોતાં, લોજિસ્ટિક ક્ષેત્ર પણ ધમધમતું થયું છે. હાલમાં બલીન્ક-ઈટ, ઝેપ્ટો, સ્વીગી ઇન્સ્ટામાર્ટ સહિતની બ્રાન્ડ્સના વેરહાઉસ અને ઇ-કોમર્સ રિટેલ બ્રાન્ડ્સની શહેરમાં એન્ટ્રી થઈ છે. આ બધા પરિબળો સ્માર્ટ સિટી રાજકોટને મેટ્રોપોલિટન સેવાઓ અને સુવિધાઓ પૂરી પાડી રહ્યા છે, જે કોમર્શિયલ સેગમેન્ટની માંગને જબરદસ્ત બૂસ્ટ આપે છે.
વિરેન દોશી વધુમાં જણાવે છે કે રાજકોટમાં દરેક બ્રાન્ડની વિસ્તરણની સ્ટ્રેટેજી અલગ હોય છે. પરંતુ એક ખાસ વાત એ છે કે, ફૂડ પાર્લર બ્રાન્ડ્સ, રિટેલ બ્રાન્ડ્સ હોય કે જ્વેલરી બ્રાન્ડ્સ, દરેક બ્રાન્ડ એકથી વધુ જગ્યાએ પોતાની હાજરી બનાવી રહી છે. શહેરની ચારે દિશાઓમાં એક-એક આઉટલેટ ધરાવવાના પ્રયાસો લગભગ બધી બ્રાન્ડ્સ કરી રહી છે. આ ઉપરાંત, ફાઇનાન્સ સેક્ટર પણ મજબૂત બની રહ્યું છે, જે સમગ્ર બજારને વેગ આપે છે. વિવિધ પ્રોજેકટ્સમાં ઉપલબ્ધ સુવિધાઓ અને વિસ્તાર પ્રમાણે ભાવમાં વિવિધતા હોવાથી, ઉદ્યોગસાહસિકો તેમજ ઉભરતી બ્રાન્ડ્સને પણ વિકાસની ઉત્તમ તકો મળી રહી છે. રાજકોટનું કોમર્શિયલ રિયલ એસ્ટેટ ખરેખર ઉજ્જવળ ભવિષ્ય ધરાવે છે!

પ્રાઇમ લોકેશન્સ બ્રાન્ડ્સની પ્રથમ પસંદગી: કાર્તિક શાહ
👉 150 ફૂટ રીંગરોડ, માધાપર ચોકડી થી નાના મવા સર્કલ સુધીનો વિસ્તાર, સુવર્ણભૂમિ ચોક, યાજ્ઞિક રોડ, અમીન માર્ગ, યુનિવર્સિટી રોડ, કાલાવડ રોડ ફેવરિટ હોવાનું K. K.પ્રોપર્ટીઝ તરફથી કાર્તિક શાહનું તારણ
👉 રાજકોટનું કોમર્શિયલ ડેવલોપમેન્ટ ખૂબ જ સારું રહેશે અને આગામી વર્ષોમાં અનેક નવી બ્રાન્ડ્સ શહેરમાં આવશે તેવો કાર્તિક શાહનો આશાવાદ
સંપત્તિ ટાઈમ્સ સાથે વિઝન શેર કરતાં K.K. પ્રોપર્ટીઝ તરફથી કાર્તિક શાહ રાજકોટના રિયલ એસ્ટેટ ટ્રેન્ડની એક ખાસ વાત જણાવે છે કે, રાજકોટ, ગુજરાતનું એક વિકસતું શહેર, હવે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ માટે એક આકર્ષક કેન્દ્ર બની ગયું છે. અહીં શોરૂમ, ઓફિસો અને કોમર્શિયલ પ્લોટની માંગ સતત વધી રહી છે. મોટાભાગની બ્રાન્ડ્સ લાંબા ગાળાના લીઝ પર જગ્યાઓ શોધી રહી છે, જે દર્શાવે છે કે તેઓ રાજકોટમાં ભવિષ્ય જોઈ રહી છે.
કાર્તિકભાઈ શાહના મતે રાજકોટમાં ખાસ કરીને IT કંપનીઓ કોર્પોરેટ બિલ્ડિંગ્સમાં મોટી જગ્યાઓ શોધી રહી છે, જે શહેરમાં રોજગારીની નવી તકો પણ ઊભી કરી રહી છે. કપડાંની બ્રાન્ડ્સ, જ્વેલરી બ્રાન્ડ્સ, બેંકિંગ સેક્ટર, કાફે, રેસ્ટોરન્ટ્સ, પિઝા અને આઈસ્ક્રીમ જેવી ફૂડ બ્રાન્ડ્સ પણ રાજકોટમાં પોતાનો વ્યાપ વધારવા ઉત્સુક છે. રાજકોટના 150 ફૂટ રીંગરોડ, માધાપર ચોકડી થી નાના મવા સર્કલ સુધીનો વિસ્તાર, અને નાના મવા રોડ પર સુવર્ણભૂમિ ચોક જેવા વિસ્તારોમાં ઉત્તમ ડીલ્સ થઈ રહી છે. આ ઉપરાંત, યાજ્ઞિક રોડ, અમીન માર્ગ, યુનિવર્સિટી રોડ અને કાલાવડ રોડ જેવા પ્રાઇમ લોકેશન્સ પણ બ્રાન્ડ્સની પ્રથમ પસંદગી છે. આ ઉપરાંત રાજકોટનો ચોતરફી વિકાસ ભવિષ્યમાં વધુ બ્રાન્ડ્સને આકર્ષશે, બ્રાન્ડ્સને સારા લોકેશનમાં જગ્યા શોધવી વધુ સરળ બનાવશે જે બિલ્ડર્સ અને બ્રોકર્સ માટે પણ ઉજ્જવળ ભવિષ્ય સૂચવે છે.
Adani International School nearby properties Bank Interest Rate Commercial Projects SG Highway Dog Flats near Nirma University Furniture Industry India High End Living India Home Decor Home Decor Trends IndiaWood 2026 Investment Opportunities Lofy Home Lulu Mall Ahmedabad Luxury Furniture Modern Homes Property Property Investment Property Listings Rajkot Property Market Rajkot Real Estate Real Estate Real Estate Gujarat Real Estate Laws Real Estate Magazine Real Estate News Retail Expansion RMC E-Auction 2026 Trogon Group Ahmedabad Trogon Twin Towers ઈન્ટીરીયર ડિઝાઈન કોમર્શિયલ પ્લોટ વેચાણ ગુજરાત બિઝનેસ ગુજરાત રિયલ એસ્ટેટ જમીન હરાજી ટર્નકી પ્રોજેક્ટ્સ પ્રોપર્ટી ઈન્વેસ્ટમેન્ટ ફર્નિચર માર્કેટ રાજકોટ મહાનગરપાલિકા રાજકોટ રિયલ એસ્ટેટ રિયલ એસ્ટેટ સમાચાર રેસિડેન્શિયલ પ્લોટ રૈયા રોડ પ્લોટ લક્ઝરી હોમ ડેકોર સંપત્તિ ટાઈમ્સ ૧૫૦ ફૂટ રિંગ રોડ












Leave a Reply