Sampatti Times Real Estate Newspaper

Advertisement

કોમર્શિયલ લીઝના જગતમાં, લીઝ એકસપર્ટ બને છે ગેમ ચેન્જર : શ્રી સર્વાનંદ સોનવાણી

In the world of commercial leasing, a leasing expert becomes a game changer: Mr. Sarvanand Sonwani

👉 જેમ ડોક્ટર, એન્જિનિયર કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટમાં સફળતા માટે એક વિશેષ પ્રતિભાની જરૂર પડે છે એવી જ વિશેષ પ્રતિભા આ લોંગ લિઝ એક્સપર્ટમાં હોય છે.

રાજકોટ ઔદ્યોગિક પ્રવૃત્તિઓથી સતત ધમધમતું અને સતત વિકસતું મહાનગર છે. દુનિયાની ઘણી બધી કંપનીઓ હવે સૌરાષ્ટ્રમાં આવી રહી છે. સૌરાષ્ટ્રના દરિયા કિનારે બંદરોનો ક્રમિક વિકાસ અને સરકારી આયોજનો દેશી વિદેશી કંપનીઓને આકર્ષે છે. છતાં પણ રાજકોટ હજુ એ લેવલ સુધી નથી પહોંચ્યું કે દેશની ટોચની નેશનલ અને મલ્ટીનેશનલ કંપનીઓને તેમની અહીંની ઉપસ્થિતિનું મહત્વ સમજાય.

આવા સંજોગોમાં કોમર્શિયલ પ્રોપર્ટી માટે કામ કરનારો એક અલગ જ વર્ગ અસ્તિત્વમાં આવ્યો છે. હું તો એને કોમર્શિયલ લિઝ એક્સપર્ટ કહું છું. આ લોકો અત્યંત ઉચ્ચ સ્તરની બુદ્ધિમત્તા, એકદમ પારદર્શક ડિલિંગ અને જાયન્ટ કંપનીઓ સાથે તથા મોટા ગજાના બિલ્ડરો સાથે બહુ સારી રીતે કો-ઓર્ડીનેશન જાળવી શકે છે. જમીન-મકાનના દલાલથી આ અલગ પ્રકારની દુનિયા છે. અને જેમ ડોક્ટર, એન્જિનિયર કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટમાં સફળતા માટે એક વિશેષ પ્રતિભાની જરૂર પડે છે એવી જ વિશેષ પ્રતિભા આ લોંગ લિઝ એક્સપર્ટમાં હોય છે.

આ લોંગ લિઝ એક્સપર્ટની ટીમ અત્યારે જે રાજકોટમાં કાર્યરત છે તે બહુ નિષ્ઠાપૂર્વક કામ કરે છે. વિવિધ કંપનીઓ તથા મિલકત લિઝ પર આપનારી પાર્ટીઓ કે સીધા બિલ્ડરો સાથે તેઓ વિન-વિન પોઝિશન જાળવે છે. એને કારણે પ્રોપર્ટી બહુ ઝડપથી લિઝ પર આપી શકાય છે.

Real Estate E-magazine

રાજકોટમાં આર. કે. ગ્રુપે કોમર્શિયલ કોમ્પ્લેક્સને કોર્પોરેટ હાઉસમાં રૂપાંતર કરવાનું કામ કર્યું છે. બહુ વિનમ્રતા પૂર્વક આ વાત હું કહું છું કે સામાન્ય કોમર્શિયલ કોમ્પ્લેક્સ અને કોર્પોરેટ હાઉસ વચ્ચે આસમાન જમીનનો ફેર છે. જો કે મને કહેતા આનંદ થાય છે કે અમારા અનેક કોર્પોરેટ હાઉસના જે ક્લાયન્ટ છે એમણે બહુ ઝડપથી નવું કલ્ચર અપનાવી લીધું છે. એને કારણે રાજકોટ હવે અત્યાર સુધી જે ઇન્ડસ્ટ્રિયલ હબ હતું તે હવે બિઝનેસ હબ પણ બની ગયું છે.

આ સંજોગોમાં કોમર્શિયલ એક્સપર્ટ પોતે જ વિવિધ કંપનીઓનો સંપર્ક કરે છે અને તેમને રાજકોટમાં આવવા માટે આહવાન આપે છે. જેમ કે કોઈ કંપની અમદાવાદમાં આવી હોય તો તેઓ તેનો સંપર્ક કરીને તેમને રાજકોટ સુધી એક્સટેન્ડ થવા માટે સમજાવે છે. રાજકોટની બજારમાં તેમની ઉપસ્થિતિ કેમ જરૂરી છે એ વાત તેમના બિઝનેસના સંદર્ભમાં તેમને ગળે ઉતારવાનું કામ કોમર્શિયલ લિઝ એક્સપર્ટ કરે છે. આ એક અસામાન્ય ચેલેન્જ છે. આ ચેલેન્જને તેઓ બહુ સારી રીતે હેન્ડલ કરે છે.

આ પ્રકારના કોમર્શિયલ લિઝ એક્સપર્ટ સાથેનો મારો અનુભવ ટોપ લેવલ પ્રોફેશનલ્સ કક્ષાનો છે. અને અનુભવ ખૂબ સારો રહ્યો છે. સૌ જાણે છે કે આર. કે. ગ્રુપના તમામ કોર્પોરેટ હાઉસ એકદમ પ્રાઈમ લોકેશનમાં આવેલા છે. એની એક અલગ જ પ્રકારની ઓળખ છે. લોકોએ અમને ખૂબ પ્રેમ આપ્યો છે અને અમારા પર ખૂબ વિશ્ર્વાસ મૂક્યો છે. એને કારણે અમારા દરેક હાઉસને અમે ચોક્કસ ગુણવત્તાની ઊંચાઈ સુધી લઈ જઈએ છીએ. ગુણવત્તાના અમારા આગ્રહને કારણે જ અમારી જે કીર્તિ છે તે કોમર્શિયલ લિઝ એક્સપર્ટ બહુ સારી રીતે અમારી અનેક પ્રોપર્ટીને તથા અમારા ક્લાયન્ટની પ્રોપર્ટીને લિઝ પર અપાવી શક્યા છે. એની આખી દસ્તાવેજી પ્રક્રિયામાં પણ તેઓ એકદમ નિષ્ણાંત હોય છે. તેમનું પરફોર્મન્સ કોઈ આઈ. એ. એસ. અધિકારી કે સર્વશ્રેષ્ઠ એક્ઝિક્યુટિવ કક્ષાનું હોય છે. મારો તેઓની સાથેનો અનુભવ ખૂબ જ સારો છે.

મને એ વાતનો ઘણો આનંદ છે કે કોમર્શિયલ લિઝ એક્સપર્ટ જેવા નવા વિકસતા પ્રોફેશન તરફ સંપત્તિ ટાઇમ્સનું ધ્યાન ગયું અને એના તંત્રી શ્રી પ્રવીણભાઇ શીંગાળા અને મારા મિત્ર શ્રી રાજેશ દત્તાણીએ આ એક સાવ નવા જ વિષય પર ધ્યાન આપવાનો નિર્ણય લીધો. રાજકોટના બાંધકામ ક્ષેત્રમાં અને સાર્વત્રિક રિયલ એસ્ટેટ ફિલ્ડમાં આ રીતે નવા નવા વિષયો પર વર્તમાન સમયને ઓળખીને કામ કરનારા દુર્લભ છે. સંપત્તિ ટાઈમ્સનો આ ક્ષેત્રોમાં ઘણો પ્રભાવ છે અને એ જ કારણ છે કે આ પાક્ષિક મેગેઝીન ચોતરફ જોવા મળે છે.

Adani International School nearby properties Bank Interest Rate Commercial Projects SG Highway Dog Flats near Nirma University Furniture Industry India High End Living India Home Decor Home Decor Trends IndiaWood 2026 Investment Opportunities Lofy Home Lulu Mall Ahmedabad Luxury Furniture Modern Homes Property Property Investment Property Listings Rajkot Property Market Rajkot Real Estate Real Estate Real Estate Gujarat Real Estate Laws Real Estate Magazine Real Estate News Retail Expansion RMC E-Auction 2026 Trogon Group Ahmedabad Trogon Twin Towers ઈન્ટીરીયર ડિઝાઈન કોમર્શિયલ પ્લોટ વેચાણ ગુજરાત બિઝનેસ ગુજરાત રિયલ એસ્ટેટ જમીન હરાજી ટર્નકી પ્રોજેક્ટ્સ પ્રોપર્ટી ઈન્વેસ્ટમેન્ટ ફર્નિચર માર્કેટ રાજકોટ મહાનગરપાલિકા રાજકોટ રિયલ એસ્ટેટ રિયલ એસ્ટેટ સમાચાર રેસિડેન્શિયલ પ્લોટ રૈયા રોડ પ્લોટ લક્ઝરી હોમ ડેકોર સંપત્તિ ટાઈમ્સ ૧૫૦ ફૂટ રિંગ રોડ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *