👉 મોલ્સ મનોરંજન કેન્દ્રોમાં ફેરવાયા અને ઓફિસ સંકુલોમાં દુકાનો અને કાફેનો સમાવેશ થકી આઉટડોર એડવર્ટાઇઝમેન્ટનું ચલણ વધ્યું
👉 આઉટડોર એડવર્ટાઇઝિંગ માર્કેટનું કદ વર્ષ 2024 માં આશરે 284 મિલિયન ડોલર હતું જે વર્ષ 2030 સુધીમાં 620 મિલિયન ડોલર સુધી પહોંચવાનો અંદાજ
કોઇપણ બ્રાન્ડને ઝડપથી લોકો સુધી પહોંચાડવા અને તેના વ્યાપક પ્રચાર- પ્રસાર માટે એડવર્ટાઈઝ ખુબ જ મહત્વની બની રહે છે. હવે એડવર્ટાઇઝિંગના કન્સેપ્ટમાં પણ બદલાવ આવ્યો છે. અગાઉ પ્રિન્ટ અને ઇલેકટ્રોનીક મીડિયા- રેડિયો મારફત તથા સિનેમાઘરો દ્વારા બ્રાન્ડની જાહેરાત થતી હાલના સમયમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પણ સશકત બની રહ્યું છે. પરંતુ હવે જાહેરાતને લઇ એક નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે આઉટડોર એડવર્ટાઈઝીંગનો. જેમ જેમ મોલ્સ મનોરંજન કેન્દ્રોમાં ફેરવાય છે અને ઓફિસ સંકુલોમાં દુકાનો અને કાફેનો સમાવેશ થાય છે, રિયલ એસ્ટેટ ડેવલપર્સ આઉટડોર જાહેરાતોને વધુ મહત્વ આપતા થયા છે.
આઉટડોર એડવર્ટાઇઝમેન્ટ જે એક સમયે ફક્ત એક વધારાનું બ્રાન્ડિંગ તત્વ હતું તે હવે વાણિજ્યિક રિયલ એસ્ટેટ વ્યવસાય વ્યૂહરચનાનો એક મહત્વપૂર્ણ ભાગ બની રહ્યું છે. આઉટડોર જાહેરાત અથવા આઉટ-ઓફ-હોમ (OOH) જાહેરાત એ માર્કેટિંગનું એક સ્વરૂપ છે જે ગ્રાહકો સુધી પહોંચે છે જ્યારે તેઓ તેમના ઘરની બહાર હોય છે.

રિયલ એસ્ટેટ એક્ઝિક્યુટિવ્સ કહે છે કે આઉટડોર જાહેરાત મૂળભૂત સ્થિર હોર્ડિંગ્સથી વાણિજ્યિક મિલકતો માટે ઉચ્ચ-આવક-ઉત્પન્ન, મૂલ્ય-વર્ધિત વ્યવસાય સેગમેન્ટમાં સ્થાનાંતરિત થઈ છે.
હોમલેન્ડ ગ્રુપના સીઈઓ ઉમંગ જિંદાલ કહે છે કે, જાહેરાત ઝડપથી મુખ્ય વર્ટિકલ બની રહી છે કારણ કે વાણિજ્યિક સંપત્તિઓ મિશ્ર-ઉપયોગ સ્થળ બની ગઈ છે. જેમ જેમ વાણિજ્યિક સંપત્તિઓ મિશ્ર-ઉપયોગ સ્થળો બની રહી છે, તેમ જાહેરાત હવે પેરિફેરલ નથી – તે ઝડપથી મુખ્ય વર્ટિકલ બની રહી છે જે વ્યૂહાત્મક મૂલ્ય ઉમેરે છે.
વધતા શહેરીકરણ અને રાહદારીઓના પ્રવાહે ઇમારતોને સંભવિત મીડિયા ચેનલોમાં પરિવર્તિત કરી છે. વાણિજ્યિક ઇમારતોમાં ફેકડેસ, છત, ડિજિટલ બિલબોર્ડ અને ટ્રાન્ઝિટ પોઇન્ટ બ્રાન્ડ એક્સપોઝર માટે ઉપયોગ થાય છે,
ભારતીય ડેટા ઇન્ટેલિજન્સ ફર્મ માર્કટેલ દ્વારા ઉપલબ્ધ કરાયેલા ડેટા અનુસાર ડિજિટલ આઉટ-ઓફ-હોમ એડવર્ટાઇઝિંગ માર્કેટનું કદ 2024 માં આશરે 284 મિલિયન ડોલર હતું અને 2030 સુધીમાં 620 મિલિયન ડોલર સુધી પહોંચવાનો અંદાજ છે. કોમર્શિયલ પ્રોપર્ટીની કુલ આવકમાં લગભગ 7 ટકાથી 10 ટકાનું યોગદાન એડવર્ટાઇઝમેન્ટ આપે છે. પ્રીમિયમ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન અથવા ટ્રાન્ઝિટ પોઈન્ટમાં આઉટડોર એડવર્ટાઇઝિંગ 12 ટકા કે તેથી વધુ આવક લાવી શકે છે.
મુંબઈ, દિલ્હી, બેંગ્લોર અને ચેન્નાઈ જેવા મુખ્ય શહેરોમાં ડિજિટલ બિલબોર્ડ, એલઇડી સ્ક્રીન, ઇન્ટરેક્ટિવ ડિસ્પ્લે અને ડિજિટલ ટ્રાન્ઝિટ જાહેરાતો વધુ સામાન્ય બની રહી છે, વ્યૂસોનિક ઇન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ (ઓડિયો/વિઝ્યુઅલ બિઝનેસ) મુનીર અહમદ જણાવે છે કે, ભારતમાં ડિજિટલ આઉટ-ઓફ-હોમ જાહેરાતોની માંગ ઝડપથી વધી રહી છે કારણ કે ગ્રાહકોની પસંદગીઓ પરંપરાગતથી ડિજિટલ પ્લેટફોર્મ તરફ વળી રહી છે. વૈશ્ર્વિક રિયલ એસ્ટેટ ડેવલોપર્સ તેમના ભારતીય સમકક્ષો કરતાં તેમના રોકાણમાં વધુ વધારો કરી રહ્યા છે.
વલણોનું અવલોકન કરતા, એનારોક ગ્રુપના મેન્ડેટ સ્ટ્રેટેજીના ડિરેક્ટર આશિષ ગુપ્તા કહે છે કે, આવકની સંભાવના સ્થાન અને તે ત્યાં કેટલો ટ્રાફિક છે તેના પર નિર્ભર છે. બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (મુંબઈ), સાયબર હબ (ગુરૂગ્રામ), કનોટ પ્લેસ (દિલ્હી), MG રોડ (બેંગલુરૂ) અને હાઇટેક સિટી (હૈદરાબાદ) જેવા સ્થળો પર ધ્યાન કેન્દ્રિત કરે છે જેથી અમારા ડેવલપર ક્લાયન્ટ્સના ડિજિટલ જાહેરાત ખર્ચ માટે સૌથી વધુ પરિણામલક્ષી રહે છે.












Leave a Reply