Sampatti Times Real Estate Newspaper

Advertisement

રાષ્ટ્રીય દિગ્ગજોની ઉપસ્થિતિમાં IMA HOUSE – RAJKOTનું ભવ્ય ઉદ્ઘાટન

Grand inauguration of IMA HOUSE - RAJKOT in the presence of national dignitaries

👉 રાજકોટ મેડિકલ જગતનો ઐતિહાસિક દિવસ
👉 મીટિંગ, CME, વર્કશોપ, ફંકશન અને ઓફિસ માટે 10,000 ચોરસ ફૂટના વિશાળ સ્પેસનું સુઆયોજિત આયોજન કરવામાં આવ્યું છે.
👉 આ જગ્યા રાજકોટના 2nd રિંગ રોડ (મોટા મવા) પર વોકેબલ ડિસ્ટન્સમાં શ્રેષ્ઠ કનેક્ટિવિટી સાથે આવેલી છે.
👉 3 સાઈડ ઓપન ધરાવતી આ બિલ્ડિંગમાં 2 બેઝમેન્ટ પાર્કિંગ અને 4 ઓફિસ લિફ્ટની સરળ સુવિધા મળે છે.
👉 સંપૂર્ણ પ્રાઈવસી માટે આખો 6ઠ્ઠો ફ્લોર તેમજ મલ્ટીપર્પઝ હોલ માટે 5મો હાફ ફ્લોર ફાળવવામાં આવ્યો છે.
👉 અહીં 175થી વધુ સીટિંગ ક્ષમતા ધરાવતું ઓડિટોરિયમ, પબ્લિક AV, Dolby Atmos સાઉન્ડ સિસ્ટમ અને 30 સભ્યોનો કોન્ફરન્સ બોર્ડ રૂમ ઉપલબ્ધ છે.
👉 કિચન અને ઓડિટોરિયમ સાથે કનેક્ટેડ 3500 ચોરસ ફૂટનો મલ્ટીપર્પઝ હોલ જરૂરિયાત મુજબ કસ્ટમાઇઝ કરી શકાય છે.
👉 મોટી વિન્ડો સ્પેસને કારણે ઉત્તમ વેન્ટિલેશન રહે છે અને સમગ્ર એરિયા સેન્ટ્રલી એર કન્ડીશન છે.
👉 રાજકોટના વિવિધ તબીબી સબ-એસોસિએશનના કાયમી રેકોર્ડ, ડોક્યુમેન્ટેશન અને સરનામા માટે અલગ ઓફિસ ક્યુબિકલ્સ આપવામાં આવ્યા છે.

0R8A2017 a

રાજકોટ: રાજકોટના તબીબી ક્ષેત્ર માટે 13 સપ્ટેમ્બર 2026, રવિવારનો દિવસ ઐતિહાસિક બની રહ્યો. શહેરના ન્યૂ 150 ફીટ રિંગ રોડ, મોટા મવા સ્થિત “ડાઉન ટાઉન” બિલ્ડિંગના 5મા અને 6ઠ્ઠા ફ્લોર પર આકાર પામેલા નવનિર્મિત ‘IMA હાઉસ’ નું ભવ્ય ઉદ્ઘાટન સંપન્ન થયું હતું.
તબીબી એકતાના આ ભવ્ય સ્વપ્નને સાકાર કરવામાં તમામ ડાયમંડ, પ્લેટિનમ, ગોલ્ડ, સિલ્વર, બ્રોન્ઝ અને સ્ટાર ડોનર્સ તબીબોનું અમૂલ્ય અને ઉદાર યોગદાન રહ્યું હતું. આ ભવન રાજકોટ મેડિકલ કમ્યુનિટીને વધવા, સમાજને યોગદાન આપવા અને કરૂણા સાથે નેતૃત્વ કરવા માટેનું એક ગૌરવપૂર્ણ સરનામું પૂરું પાડે છે.
IMA હાઉસ-રાજકોટના આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટને સાકાર કરવામાં ડો. પારસ શાહ, ડો. ચેતન લાલસેતા, ડો. કાંત જોગાણી સહિત અનેક તબીબોએ અથાગ મહેનત અને જહેમત ઉઠાવી છે. સૌના સંયુક્ત પ્રયાસો, સમર્પણ અને સહયોગના પરિણામે IMA હાઉસનું વર્ષો જૂનું સપનું આજે સાકાર થયું છે.

0R8A1870 a

તબીબી જગતના સર્વોચ્ચ અગ્રણીઓ અને IMA લીડર્સની પ્રેરણાદાયી ઉપસ્થિતિ

આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે IMA ના રાષ્ટ્રીય પ્રમુખ ડો. અનિલકુમાર જે. નાયક તથા અતિથિ વિશેષ તરીકે IMA ગુજરાત સ્ટેટ પ્રમુખ ડો. અનિલભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત IMAના પૂર્વ પ્રમુખ ડો. ભરત કાકડીયા સાહેબ, પૂર્વ પ્રમુખ ડો. અતુલ પંડયા સાહેબ, IMA હાઉસના સૌથી મોટા દાતા ડો. જગદીશભાઇ કણસાગરા સાહેબ, આ ઉપરાંત IMA ના નેશનલ વાઈસ પ્રેસિડેન્ટ ડો. યજ્ઞેશ પોપટ, ઝોનલ વાઈસ પ્રેસિડેન્ટ ડો. ચેતન લાલસેતા, IMA રાજકોટ 2026-27ના પ્રમુખ ડો. તેજસ કરમટા અને સેક્રેટરી ડો. બિરજુ મોરીની ગરિમાપૂર્ણ ઉપસ્થિતિ રહી હતી. IMA રાજકોટના કમિટી મેમ્બર્સ સહિત મોટી સંખ્યામાં તબીબો ઉપસ્થિત રહ્યા હતા. તેમની ઉપસ્થિતિએ આ પ્રસંગને વિશેષ ગૌરવ અને ઉષ્મા પ્રદાન કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *