Sampatti Times Real Estate Newspaper

Advertisement

સફળતાના શિખર પર સવાર દત્તાત્રેય હોસ્પિટલનો 38મા વર્ષમાં મંગલ પ્રવેશ

Dattatreya Hospital, riding on the peak of success, enters its 38th year with auspicious entry

👉 ડો. સુનીલ પોપટ, ડો. સંજય પોપટ અને ડો. હીના પોપટની થ્રી-ડાયમેન્શન ટીમની આ હોસ્પિટલે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ખ્યાતિ મેળવી
👉 ભક્તિનગર જેવા ઔદ્યોગિક વિસ્તારમાં નાના છોડ સ્વરૂપે શરૂ કરેલી હોસ્પિટલ આજે મોટું વટવૃક્ષ બની

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ખ્યાતનામ રાજકોટની દત્તાત્રેય હોસ્પિટલ ગત તા. 20 ઓગસ્ટના રોજ 38મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી સફળતાનું નવું શિખર સર કર્યું. 38 વર્ષ પૂર્વે એટલે કે 20 ઓગસ્ટ 1989માં ભક્તિનગર સ્ટેશન પ્લોટ જેવા રાજકોટના ઔદ્યોગિક વિસ્તારમાં દત્તાત્રેય હોસ્પિટલ શરૂ કરી હતી. એક નાના છોડના સ્વરૂપમાં શરૂ કરેલી આ હોસ્પિટલ આજે વટવૃક્ષ સમાન બની ચૂકી છે. આ વટવૃક્ષની મુખ્ય ત્રણ શાખા કહો કે તેનું મજબૂત થડ કહો, તે છે હોસ્પિટલના ડો. સુનીલ પોપટ, ડો. સંજય પોપટ અને ડો. હીના પોપટ. તેમની અથાક મહેનત અને ઊંડી સમજ થકી છોડથી વટવૃક્ષ સુધીનું આ મુકામ હાંસલ થયું છે.

ડો. સુનિલ પોપટ પેટ અને આંતરડા, પિત્તાશયના રોગમાં પથરી, સ્વાદુપિંડના રોગ, સારણગાંઠ (હર્નીયા)ની સારવાર અને ઓપરેશનમાં મહારથ ધરાવે છે. આજે તેઓ સૌરાષ્ટ્રના સિનિયર મોસ્ટ અને સફળ સર્જન તરીકે નામના ધરાવે છે. તેઓ શ્રી કૃષ્ણ ચિકિત્સાલય સહિત અનેક તબીબી સેવા રાહતદરે આપતી સંસ્થાઓમાં 38-38 વર્ષથી સેવા અવિરત આપી રહ્યા છે. તેમણે રાજકોટની આસપાસના નાના-મોટા સેન્ટરોમાં પોતાના રવિવારના રજાના દિવસોમાં રૂબરૂ જઈને માનવતાવાદી સેવા આપી છે.

ડો. સુનિલ પોપટના લઘુબંધુ ડો. સંજયભાઈ પોપટ સ્વભાવે ગંભીર હોવા સાથે પોતાના કામમાં પણ એટલા જ ગંભીર છે. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં જાણીતા યુરોલોજિસ્ટ ડો. સંજય પોપટ કિડની, પ્રોસ્ટેટ, પથરી એટલે કે મૂત્રાશયના તમામ પ્રકારના રોગોના નિષ્ણાંત ડોક્ટર છે. તેમની પણ તમામ પ્રકારની સર્જરીમાં મોટી નામના છે. પ્રોસ્ટેટ, પથરી, પેશાબમાં રસી જવું કે કિડનીના કોઈપણ પ્રકારના રોગો કે ઓપરેશનો સફળતાપૂર્વક પાર પાડી તેમણે જબરદસ્ત નામ કમાયું છે. તેઓ પણ જરૂરિયાતમંદ દર્દીઓ માટે કામ કરતી દોશી હોસ્પિટલ સહિતની અનેક સેવા સંસ્થાઓમાં ખૂબ જ રાહતદરે વર્ષોથી સેવાઓ આપે છે.

હવે વાત કરીએ ડો. સંજય પોપટનાં ધર્મપત્ની અને જાણીતા સ્ત્રીરોગ નિષ્ણાત ડો. હીના પોપટની. તેમની આગવી સૂઝ અને પરફેક્શન તેમને અન્ય સ્ત્રીરોગ નિષ્ણાંતોથી અલગ હરોળમાં મૂકે છે.

આમ, ડો. સુનિલ પોપટ (ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ), ડો. સંજય પોપટ (યુરોલોજિસ્ટ) તથા ડો. હીના એસ. પોપટ (ગાયનેકોલોજિસ્ટ)નું માનવીય ટીમવર્ક માત્ર સૌરાષ્ટ્રમાં જ નહીં, પરંતુ ગુજરાતના ઉમદા ડોક્ટરોમાં નામના ધરાવે છે.
38 વર્ષથી દત્તાત્રેય હોસ્પિટલમાં ડો. સુનીલ પોપટ, ડો. સંજય પોપટ અને ડો. હીના પોપટની આ થ્રી-ડાયમેન્શન સમાન જોડી દર્દીઓની અવિરત સેવામાં કાર્યરત છે. સાલસ સ્વભાવ અને નિદાન તથા સારવારમાં મહારથ થકી આજે તેમણે રાજકોટ જ નહીં, સૌરાષ્ટ્રભરમાં તબીબી ક્ષેત્રમાં એક આગવી ઓળખ ઊભી કરી છે. તેમના સેવાયજ્ઞ સમાન દત્તાત્રેય હોસ્પિટલ આજે 37 વર્ષની સફર પૂર્ણ કરી 38મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહી છે, જે તેમના અથાક પરિશ્રમની ફળશ્રુતિ છે.

દત્તાત્રેય હોસ્પિટલના મુખ્ય વિભાગ
પેટ-આંતરડા વિભાગ
👉 અન્નનળી, હોજરી, આંતરડા, મળમાર્ગ, લીવર, કમળો, સ્વાદુપિંડ, હર્નીયા, પિત્તાશય, ઝાડા, પિત્તવાયુ તથા પેટના રોગોના નિષ્ણાત.

સ્ત્રીરોગ વિભાગ
👉 દૂરબીનથી વંધ્યત્વના રોગનું નિદાન-સારવાર
👉 ગર્ભાશયનું દૂરબીનથી ચેકા વગરનું ઓપરેશન
👉 (TCRE, TLH, VH, AH)

કિડની વિભાગ
👉પેશાબની નળી/પ્રોસ્ટેટની દૂરબીન મદદથી ઇલેક્ટ્રિક/લેસર એનર્જી દ્વારા સારવાર
👉કોઈપણ પ્રકારની પથરીની દૂરબીન વડે સારવાર
👉કિડની, પેશાબની કોથળીના કેન્સર માટેના રેડિકલ ઓપરેશનની સગવડતા
👉 લેપ્રોસ્કોપી તથા ઓપરેશન નેફ્રેક્ટોમી, પાયલોપ્લાસ્ટી, યુરેટ્રો-નિયો-સિસ્ટોસ્ટોમી, રેડિકલ પ્રોસ્ટેટેક્ટોમી, એડ્રેનલ સર્જરીની સગવડતા.

દત્તાત્રેય હોસ્પિટલની મુખ્ય સુવિધાઓ
👉 2 ઓપરેશન થિયેટર 20 બેડ 2 સ્પેશિયલ રૂમ 20 ડોક્ટર સ્પેશિયલ રૂમ ડાયાલિસિસ અને બેંકિંગ સોનોગ્રાફી.

PMJAY : જલારામ હોસ્પિટલ, એચ.જે. દોશી હોસ્પિટલ, સ્ટર્લિંગ અને વોકહાર્ટ હોસ્પિટલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *