હાઉસિંગ અને હાઉસિંગ સર્વિસ સોસાયટીમાં દંડની જવાબદારી અંગે સહકારી કાયદા, પેટાનિયમો અને વ્યવહારૂ નિયમોની સરળ સમજણ
આપણાં રાજયમાં શહેરી વિસ્તારમાં હાઉસીંગ સોસાયટી/હાઉસીગ સર્વીસ સોસાયટીઓની સંખ્યા સવિશેષ અને વધુ છે. રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરીટી(રેરા)નો કાયદો સને:-બંને પ્રકારની સોસાયટીઓમાં કેટલાક રોજિંદા અને સામાન્ય પ્રશ્ર્નો ઉદભવે છે અને આવા રોજિંદા અને સામાન્ય પ્રશ્ર્નોમાં જે મુખ્ય છે તેમાં “હાઉસીંગ-હાઉસીગ સર્વીસ સોસાયટી દંડ મકાન/ફલેટ ભાડે આપવામાં આવે ત્યારે કોણ ભોગવે?’ તે પૈચીદો પ્રશ્ર્ન છે અને તેથી તેનું નિરાકરણ થવું અત્યંત આવશ્યક છે. જે અંગે મુખ્યત્વે સહકારી કાયદો, કાનુન અને હાઉસીંગ સોસાયટી/હાઉસીગ સર્વીસ સોસાયટીઓના પેટાનિયમોને આધિન નિરાકરણ કરવાનું રહે.
હાઉસીંગ સોસાયટી/હાઉસીગ સર્વીસ સોસાયટીઓમાં પાર્કીંગ અવ્યવસ્થા, મોડી રાત્રિ સમયે ઉંચા અવાજવાળું સંગીત વગાડવું, સામાન્ય સવલતોને નુકસાન કરવું, કચરાનો અવ્યવસ્થિત નિકાલ વગેરે પ્રશ્ર્નોના સમયે સોસાયટી સંબંધિત સભાસદને દંડનો કોરડો ફટકારી શકે છે, પરંતુ જયારે મકાન/ફલેટ ભાડે આપેલ હોય તેવા કિસ્સામાં કાયદેસર રીતે દંડ કોણ ભોગવે મકાન/ફલેટ માલિક કે ભાડુઆત ? તેનો જવાબ સીધોસાદો નથી.આવા કિસ્સામાં સોસાયટીનો સંબંધ કે વ્યવહાર મકાન/ફલેટ માલિક કે જે સોસાયટીનો સભાસદ છે તેની સાથે રહેલો હોઈ તે માટે દંડ કાયદાકીય રીતે સભાસદે ભોગવવાનો રહે.
હાઉસીંગ સોસાયટીની રચના સોસાયટીના નામે ખરીદાયેલ જમીનના આધિન હોય છે.તેમાં રહેનાર ભાડૂઆતો(સભાસદ)હોય છે.જયારે જમીનના જમીન અને આસમાનના અધિકારો કે હક્કો સોસાયટીને પ્રાપ્ત થયેલ હોય છે.હાઉસીંગ સોસાયટીના પેટાનિયમો અને તે આધારે કરવામાં આવેલ ઠરાવોને આધિન મકાન ભાડે આપતાં પહેલાં સોસાયટીનું એન.ઓ.સી. (NOC)જે તે સભાસદે મેળવવાનું હોય છે અને ત્યારબાદ જ મકાન ભાડે આપવાનું રહે. હાઉસીંગ સોસાયટીમાં સભાસદના આવા ભાડે આપેલા મકાનના થયેલ દંડના કિસ્સામાં દંડ ભોગવવાનું જે તે સભાસદના શિરે આવે છે. વ્યકિતગત અન્ય ગુનામાં ભાડુઆત ભોગવે છે.
તેવી જ રીતે હાઉસીંગ સર્વીસ સોસાયટીની રચના ડેવલપર્સ દ્વારા ખરીદાયેલ જમીન ઉપર ફલેટ મેઈન્ટેનન્સના હેતુને આધિન હોય છે.તેમાં રહેનાર સ્વતંત્ર માલિકો હોય છે.પરંતુ તેમાં યે જો સોસાયટીના પેટાનિયમો અને તે આધારે કરવામાં આવેલ ઠરાવોને આધિન ફલેટ ભાડે આપતાં પહેલાં સોસાયટીનું એન.ઓ.સી (NOC) જે તે સભાસદે મેળવવાનું હોય છે અને ત્યા2બાદ જ મકાન ભાડે આપવાનું રહે. હાઉસીગ સર્વીસ સોસાયટીમાં પણ સભાસદ ના આવા ભાડે આપેલા મકાનના થયેલ દંડના કિસ્સામાં દંડ ભોગવવાનું જે તે સભાસદના જ શિરે આવે છે. વ્યકિતગત અન્ય ગુનામાં ભાડુઆત ભોગવે છે.
દિલ્હીમાં “ધ દિલ્હી એપાર્ટમેન્ટ ઓનરશીપ એકટ-1986” જોગવાઈઓ મુજબ ઉપર જણાવ્યા મુજબના પ્રશ્ર્નો સંદર્ભે એપાર્ટમેન્ટના બંધા2ણ મુજબ માલિક એટલે કે સભાસદ અને ભાડુઆત બંનેની જવાબદારી રહેલ છે, તેવી જ રીતે ઉતરપ્રદેશમાં “ઉતરપ્રદેશ એપાર્ટમેન્ટ એકટ-2010” જોગવાઈઓ મુજબ પણ જવાબદારી માલિક એટલે કે સભાસદ, ભાડુઆત કે રહેનારની બને છે. આપણે ત્યાં “ગુજરાત ફલેટ ઓનરશીપ એકટ-1973” અમલી છે, પરંતુ તેમાં આવી કોઈ જોગવાઈ નથી. આપણે ત્યાં સોસાયટી સહકારી કાયદા નીચે નોંધાયેલ હોઈ આવા કિસ્સામાં કાયદા અને સોસાયટીના પેટાનિયમ મુજબ જવાબદારી નકકી થાય છે.












Leave a Reply