Sampatti Times Real Estate Newspaper

Advertisement

ઘરની શોભા અને શકિત (ઉર્જા) વધારે ઇન્ટિરિયર

Interiors-that-enhance-the-beauty-and-energy-of-the-home

ઇન્ટિરિયર ડિઝાઇન ફક્ત પેઇન્ટિંગ, ફર્નિચર અને લાઈટિંગ સુધી મર્યાદિત નથી પણ તેનાથી વધુ છે તેનું મહત્વ

આકાર એસોસીએટ છેલ્લા ૩૫ વર્ષથી ભારત અને વિદેશમાં ૩૦૦૦ થી વધુ સફળ પ્રોજેકટ્સ થકી આ ક્ષેત્રમાં અલગ ઓળખ બનાવી

મકાન અને ઘરમાં તફાવત છે. દીવાલ અને છત મળી જે બને છે તે મકાન હોય છે. પણ એ જ મકાનમાં એક પરિવાર રહેવા આવે છે બાળકનો કલવર ગુંજે તો એ ઘર બની જાય છે. એ અર્થમાં મકાન અને નીર્જીવ છે જયારે ઘર એ આત્મા છે. હવે ઘરની પરિકલ્પના તેનાથી પણ એક કદમ આગળ વધી ચૂકી છે. હવે માત્ર ઘર એટલે ચાર દીવાલ કે જરૂરી સુવિધા એટલું જ નહીં પણ નજર પડતા જે મનમા વસી જાય તેવું ઘર આજે લોકોને પસંદ પડી રહ્યું છે. જે માટે મહત્વની ભૂમિકા ભજવે છે ઇન્ટિરિયર ડિઝાઇન.

Real Estate E-magazine

ઇન્ટિરિયલ ડિઝાઇન ક્ષેત્રે એક અલગ ઓળખ ઉભી કરનાર આકાર એસોસીએટ છેલ્લા ૩૫ વર્ષથી ભારત અને વિદેશમાં ૩૦૦૦ થી વધુ સફળ પ્રોજેકટ્સ સાથે એક વિશેષ સ્થાન જમાવ્યું છે. સ્થાપત્ય, ઇન્ટિરિયર અને લેન્ડસ્કેપ ડિઝાઇનમાં હંમેશા નવીનતા, વ્યવહારિકતા અને ભારતીય પરંપરાનો સંગમ છે આકાર એસોસીએટ. દિપક નથવાણી અને આર્કિટેક્ટ હેમાંગ નથવાણીના અનુભવના નિચોડ થકી દરેક જગ્યા ઉપયોગીતા અને ઊર્જાની દૃષ્ટિએ, ચિંતન સાથે ડિઝાઇન થાય છે.

પહેલા લોકો ઘરોને ફક્ત ચાર દિવાલો માનતા. આજે ઘરો અને કાર્યસ્થળ એ જીવનશૈલીના પ્રતિબિંબ છે. આજે ઘરમાં લોકો ઇન્ટિરિયરને લઇ ખાસ કાળજી લેતા થઇ ગયા છે. ઘરમાં કયાં પ્રકારનું ઇન્ટિરિયર રાખવું તેના માટે આ ક્ષેત્રના પ્રોફેશનલની સલાહ લે છે. હવે ઘર એ માત્ર બાંધકામ પુરતુ મર્યાદિત રહ્યું નથી.પણ મજબૂત બાંધકામ થયા બાદ તેનો ઇન્ટિરિયલ ડિઝાઇન થકી કલાત્મકતાનો ટચ આપવાનું લોકો પસંદ કરતા થયા છે.

ઇન્ટિરિયલ ડિઝાઇન: માત્ર દેખાવ નહીં, જીવનશૈલીનું પ્રતિબિંબ


ઘણાં લોકોને હજુપણ એવું માની રહ્યા છે કે, ઇન્ટિરિયર ડિઝાઇન ફક્ત પેઇન્ટિંગ, ફર્નિચર અને લાઈટિંગ સુધી મર્યાદિત છે. પરંતુ હકીકત એ છે કે, એક સારી રીતે રચાયેલ જગ્યા તમારા મન, શરીર અને ભાવનાને સ્પર્શી શકે છે. સચોટ પ્લાનિંગ, કલર કોમ્બીનેશન , ટેક્સ્ચર અને આકર્ષક લાઇટીંગ વ્યક્તિની રૂટીન લાઇફમાં શાંતિ, ઉત્સાહ અને ઉર્જા લાવે છે.

આકર્ષક ઇન્ટિરિયર માટેની ખાસ બાબતો


વ્યવસ્થિત અને પ્રકાશયુક્ત પ્લેસ માનસિક રીતે ખુશી આપે છે. જ્યારે અવ્યવસ્થિત જગ્યાઓ તણાવ અને ઊદાસીનતા લાવે છે.
દરેક ઈંચનો યોગ્ય ઉપયોગ કરવો એ સારી ડિઝાઇનરનું લક્ષણ છે. વોકીંગ સ્પેસ , સ્ટોરેજ, લાઈટ અને વેન્ટિલેશન બધું યોગ્ય હોવું જોઈએ.
ઘરના સભ્યો – બાળકો, વૃદ્ધો કે કાર્યરત લોકો – દરેકની જરૂરિયાત અલગ હોય છે. ડિઝાઇન પણ તે પ્રમાણે ભિન્ન હોવી જોઈએ.

વાસ્તુશાસ્ત્ર અને સાયન્સ


વાસ્તુશાસ્ત્ર દિશા, ઊર્જા અને સ્થાનનો સમતોલ અભ્યાસ છે. શયનકક્ષ દક્ષિણ દિશામાં હોય તો ઊંઘ સારી આવે છે. રસોડું પૂર્વ દિશામાં હોય તો પાચનશક્તિ પર સકારાત્મક અસર થાય છે. આજના સમયમાં આધુનિક ડિઝાઇન સાથે વાસ્તુનું સંતુલન ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયું છે.

રંગો અને ટેક્સ્ચર્સનું મહત્વ


ઘરના રંગો માત્ર દેખાવ માટે નહીં હોય તે મનની અવસ્થા બદલી શકે છે. લીલો કલર શાંતિ આપે છે, પીળો ઉત્સાહ લાવે છે અને યફિવિું જ્ઞિંક્ષયત સ્થિરતા આપે છે. યોગ્ય ટેક્સ્ચર અને રંગથી જગ્યા જીવંત બની જાય છે.

લક્ઝરી ઇન્ટિરિયર અનુભવ છે, દેખાવ નહીં


લક્ઝરીનો અર્થ મોંઘા સામાનથી નથી, તે છે કલાત્મક રૂપાંતર. દરેક લાઇટિંગ, ફર્નિચર અને સામગ્રી વચ્ચે એક સંવાદ હોય. એવી જગ્યા કે જ્યાં દરેક વસ્તુનો અર્થ હોય અને જે જીવનશૈલીને નવી ઊંચાઈ આપે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *