સ્પોન્સર્સના પ્રશંસાપૂર્ણ અભિપ્રાયોએ કાર્યક્રમની સફળતા દર્શાવી
રાજકોટના કાલાવાડ રોડ પર આવેલા ફિનિક્સ રિસોર્ટ ખાતે તા.૮ ફેબ્રુઆરીના રોજ રેડ એફ.એમ. ૯૩.૫ના સહયોગથી ફિનિક્સ રિસોર્ટ ખાતે એસોસિયેશન ઓફ કન્સલ્ટીંગ સિવિલ એન્જિનિયર, ધ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ આર્કિટેક અને ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ટીરીયર ડિઝાઈનર દ્વારા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં એન્કરીંગ રેડ એફ.એમ. ૯૩.૫ના RJ જય સાકરીયાએ કર્યું હતું. જ્યારે કવિ અને કટ્ટાર લેખક ડો. રઈશ મણિયારે ગઝલ, શાયરી અને પોતાની કૃતિઓથી સૌને મંત્રમુગ્ઘ કર્યા હતા. આ કાર્યક્રમમાં સ્પોન્સર તરીકે કમલ સિમેન્ટ, આર.એસ. વિરલા ટીએમટી, હાર્મની લેમિનેટ્સ, કેલ્વીન પાઈપ્સ, લેન્ડગ્રીપ, ઓડી રાજકોટ જ્યારે હોસ્પિટાલિટી પાર્ટનર તરીકે ફિનિક્સ રિસોર્ટ અને મીડિયા પાર્ટનર તરીકે સંપત્તિ ટાઈમ્સ પણ જોડાયા હતા. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા જ્યારે આ કાર્યક્રમ અંગે સ્પોન્સરોએ પોતાના અભિપ્રાય વ્યક્ત કર્યા છે.

આ ત્રણેય પ્રોફેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભુ કરે છે તેથી મોટી જવાબદારી: રીદ્ધી દોશી
કમલ સિમેન્ટના જનરલ મેનેજર બ્રાન્ડિંગ હેડ રીદ્ધી દોશી CivArchiii કાર્યક્રમ વિશે પોતાનું મંતવ્ય રજૂ કરે છે કે, સિવિલ એન્જિનિયર, આર્કિટેક અને ઈન્ટીરીયર ડિઝાઈનર એક એવા પ્રોફેશનલ છે જે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભુ કરે છે સિટીનું નિર્માણ કરે છે. તેથી આ પ્રોફેશનલ પાસે મોટી જવાબદારી છે. આવા કાર્યક્રમો થવા જોઈએ જેનાથી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ચેલેન્જીસ અને નવી તકોની વાતો થાય અને પ્રકૃતિને કેન્દ્રમાં રાખી માળખાગત શહેરનું નિર્માણ થાય. આ કાર્યક્રમ થકી ઈન્ટરલિંક્ડ પ્રોફેશનલને મળવાની અને નેટવર્કિંગની તક મળે છે. રાજકોટ એ ગુજરાતનું સૌથી વધુ વિકાસશીલ પામતું અને ઉભરતું સિટી છે, સૌરાષ્ટ્રનું માન્ચેસ્ટર પણ કહી શકાય


CivArchiii ઈવેન્ટ ધી બેસ્ટ, આર્કિટેક કિશોર ત્રિવેદી ખૂબ સારા પ્લાનર: રણજીત સાહૂ
આર.એસ.વિરલા ટીએમટી કંપનીના ઓનર રણજીત સાહૂએ CivArchiii ઈવેન્ટ ધી બેસ્ટ ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે, આર્કિટેક કિશોર ત્રિવેદી ખૂબ સારા પ્લાનર છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર ચેલેન્જીસ ઘણા છે પરંતુ માટે તેઓ તત્પર રહે છે. માળખાગત સુવિધા વધે અને આધુનિક શહેરનું નિર્માણ થાય તે માટે સિવિલ એન્જિનિયર, આર્કિટેક અને ઈન્ટીરીયર ડિઝાઈનર સાથે મળીને કામ કરે તો કંઈક અઘરૂં નથી. એસોસિયેશન ઓફ કન્સલ્ટીંગ સિવિલ એન્જિનિયર, ધ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ આર્કિટેક અને ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ટીરીયર ડિઝાઈનર હજુ નવા વિષયો અને નવા આઈડિયા સાથે અનેક કાર્યક્રમો કરે તો રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં ક્રાંતિ આવે. રાજકોટ શહેરની વાત કરીએ તો પશ્ર્ચિમ ઝોન ખૂબ જ વિકસી રહ્યો છે જ્યારે પૂર્વ ઝોનમાં વિકાસની રફતાર તેજ કરવી જોઈએ.

આ કાર્યક્રમમાં સ્ટ્રક્ચર ડિઝાઈન વિશે સારૂં જાણવા મળ્યુ: મહેશ સાવલિયા
હાર્મની લેમિનેટ્સના ઓનર મહેશ સાવલિયાએ CivArchiii કાર્યક્રમ વિશે જણાવ્યું હતું કે, આવા કાર્યક્રમો અવારનવાર થવા જોઇએ. જેનાથી લોકોના નોલેજમાં વધારો થાય. આ કાર્યક્રમમાં આવ્યા બાદ મને સ્ટ્રક્ચર ડિઝાઈન વિશે વધુ જાણવા મળ્યું. સિનિયર આર્કિટેક અને ગેસ્ટ લેક્ચરર કિશોર ત્રિવેદીએ રાજકોટ શહેરના ઈતિહાસને પણ ઉજાગર કર્યો અને હજુ રાજકોટમાં શું સારૂં થઈ શકે તેના વિશે વાતો કરી. જ્યારે રાજકોટના વિકાસશીલ એરીયાની વાત કરીએ તો સાઉથ-વેસ્ટ ઝોન હાલ વિસ્તરી રહ્યો છે જેમાં મવડી અને કાલાવાડ રોડનો સમાવેશ થાય છે.

રિયલ એસ્ટેટ ક્ષેત્રના ત્રિવેણી સંગમ ગણાતા કાર્યક્રમથી સ્કીલ ડેવલપ થશે: કેલ્વિન ડઢાણીયા
કેલ્વિન પાઈપ્સના ઓનર કેલ્વિન ડઢાણીયાએ CivArchiiiએ કાર્યક્રમ વિશે પોતાનો અભિપ્રાય જણાવ્યો હતો કે, રિયલ એસ્ટેટ ક્ષેત્રના ત્રિવેણી સંગમ ગણાતા કાર્યક્રમથી પ્રોફેશનલની સ્કીલ ડેવલપ થશે. સિવિલ એન્જિનિયર, આર્કિટેક અને ઈન્ટીરીયર ડિઝાઈનરએ સતત કંઈક નવું શીખવું પડે છે. તેથી જો આ ત્રણેય પ્રોફેશનના કાર્યક્રમને એક મંચ પર વારંવાર મળે તો એસ્ટેટ વ્યવસાયમાં ઘણી પ્રગતિ થાય. જો રાજકોટની વાત કરીએ તો શહેરમાં ઘણું ડેવલપ થઈ રહ્યું છે. કાલાવાડ રોડ, યુનિવર્સિટી રોડ અને જામનગર રોડ પર ઘણા નવા પ્રોજેક્ટ થઈ રહ્યા છે.

કાર્યક્રમમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રની કેટલીક અજાણી વાતો જાણવા મળી: કિરીટ ભોરણીયા
લેન્ડગ્રીપ સિરામીકના ઓનર કિરીટ ભોરણીયાએ જણાવ્યું કે, CivArchiii કાર્યક્રમમાં રિયલ એસ્ટેટને લગતા પડકારો વિશે જાણવાનો મોકો મળ્યો. બિલ્ડિંગ બનાવવા માટે અને તેમાં કેટલીક બાબતોનો ખ્યાલ રાખવો જરી છે તે સિનિયર આર્કિટેક કિશોર ત્રિવેદીએ તેનું ખૂબ જ સરસ રીતે વર્ણન કર્યું. એસોસિયેશન ઓફ કન્સલ્ટીંગ સિવિલ એન્જિનિયર, ધ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ આર્કિટેક અને ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ટીરીયર ડિઝાઈનરના ચેરમેન તથા કાર્યક્રમને ઓર્ગેનાઈઝ કરનાર રેડ.એફ.એમને અભિનંદન પાઠવું છું. કે તેઓએ CivArchiii જેવું એક નવું એસોસિયેશન બનાવ્યું. મારૂં એવું માનવું છે કે, હજુ પણ વધુને વધુ આવી ઈવેન્ટ યોજાઈ જેમાં વધુ નવા વિષયો ઉપર સેમિનારો થાય.

આવા ગેટ ટુ ગેધર કાર્યક્રમોથી એકબીજાને કામ મળે: ઓડી રાજકોટના જનરલ મેનેજર ઋષિત પટેલ
ઓડી રાજકોટના જનરલ મેનેજર ઋષિત પટેલ આ કાર્યક્રમ અંગે કહે છે કે, આવા ગેટ ટુ ગેધર કાર્યક્રમો થવા જોઈએ જેનાથી એકબીજાને કામ મળે. સિવિલ એન્જિનિયર, આર્કિટેક અને ઈન્ટીરીયર ડિઝાઈનરએ બાંધકામના ત્રણ પિલ્લર કહી શકાય. તેના વગર રિયલ એસ્ટેટ ક્ષેત્ર અધુરૂં છે CivArchiii કાર્યક્રમમાં રાજકોટના બાંધકામ ક્ષેત્રની ઘણી માહિતી મળી. સિનિયર આર્કિટેક કિશોર ત્રિવેદીએ પણ રાજકોટમાં થતા સરકારી તથા ખાનગી કામ અંગે ઝીણવટભરી માહિતી આપી તે અદભુત લ્હાવો કહી શકાય. આ સિવાય રાજકોટમાં નવા ભળેલા ગામ તથા વિસ્તારમાં પણ ભવિષ્યમાં કેવા પ્રકારના કામો થઈ શકે તેના અંગેની પણ વિગતો આપી હતી.

રેડ.એફ.એમએ સારૂં પ્લેટફોર્મ આપ્યું, આવા પ્રોગ્રામ નિરંતર થાય તો સારૂં : જયદીપ વોરા
CivArchiii કાર્યક્રમ જ્યાં યોજાયો હતો તે ફિનિક્સ રિસોર્ટના ઓનર જયદીપ વોરાએ જણાવ્યું હતું કે, રાજકોટ લેવલ પર આવા પ્રોગ્રામ થાય તે સારી વાત કહી શકાય. રેડ.એફ.એમએ સારૂં પ્લેટફોર્મ આપ્યું છે જે શહેરનું નિર્માણ કરે છે તેવા પ્રોફેશનલને એકસાથે લઈ આવવા તે ગ્રેટ કહી શકાય. પરંતુ આ ઈવેન્ટ નિરંતર રહે તો આનો લાભ વધુ મળી શકે. વર્ષમાં ૪ વખત આ ઈવેન્ટ થવી જોઈએ. જેનાથી પ્રોફેશનમાં આવતા અપડેટ્સને એકબીજા સાથે શેર કરી શકાય. જ્યારે રાજકોટના સૌથી ઝડપી વિકસતા એરીયામાં કાલાવાડ રોડ, અવધ રોડ અને ન્યારી ડેમ રોડ કહી શકાય.
Atal Sarovar Rajkot Bank Interest Rate Bank Loan Car Loan Dog Generational Wealth Golden era of real estate High End Living India Home Home Decor Home Loan Indian Luxury Homes Indian real estate investment Investment in Rajkot Investment Opportunities Luxury Real Estate India Modern Homes Mumbai real estate investment Office Pet Animal Property Property Investment Property Listings Raiya TP 32 Rajkot Property Market Rajkot Real Estate Rajkot Smart City Real Estate Real estate equity investment Real Estate Investment India Real Estate Laws Real Estate Magazine Real Estate News Rent Saurashtra Smart City Top real estate investment cities Vastu
Leave a Reply