Sampatti Times Real Estate Newspaper

Advertisement

વૃંદાવન વિલેજ પ્લોટ ઉત્સવ બન્યો મુલાકાતીઓનો મહોત્સવ

Vrindavan Village Plot Festival becomes a festival for visitors

વૃંદાવન વિલેજમાં દિવ્ય ભાસ્કર અને વૃંદાવન ગૃપ આયોજિત પ્લોટ ઉત્સવને મળી ભારે સફળતા

પ્રથમ દિવસે પ્લોટ બુક કરાવનારને ગોવા ટુર, મુલાકાતીઓને અપાઇ સરપ્રાઇઝ ગીફ્ટ

મોરબી રોડ પર આકાર લઇ રહેલા પ્રોજેક્ટ માટે અત્યારથી જ નોંધપાત્ર બુકિંગ

યાદે ઇન્ફ્રાટેક ડેવલોપર દ્વારા શહેરના મોરબી રોડ સ્થિત બેડી માર્કેટ યાર્ડની સામે વૃંદાવન વિલેજમાં 216 પ્લોટની ગેઇટ પેક સોસાયટી ઉભી કરાઇ છે જે રહેવા માટે, રોકાણ માટે તેમજ વિકેન્ડ વિલા બનાવવા માટે શ્રેષ્ઠ છે. વૃંદાવન વિલેજમાં દિવ્ય ભાસ્કર અને વૃંદાવન ગૃપ આયોજિત પ્લોટ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્લોટ ઉત્સવને ભારે હકારાત્મક પ્રતિસાદ સાપડયો હતો. પ્લોટ અંગે કવેરીથી લઇ નોંધપાત્ર બુકિંગ થતા વૃંદાવન વિલેજનો આ પ્રોજેક્ટ આકાર લેતાની સાથે જ સુપર હિટ સાબિત થયો છે.

Real Estate E-magazine

મોરબી રોડ પર બેડી માર્કેટ યાર્ડ સામે રહેણાંક વિસ્તારમાં આહલાદાયક વાતાવરણમાં યાદે ઇન્ફ્રાટેક નિર્મિત વૃંદાવન વિલેજમાં દિવ્ય ભાસ્કર અને વૃંદાવન ગૃપ આયોજિત પ્લોટ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે દિવ્ય ભાસ્કર અને વૃંદાવન ગૃપ તેમજ તનીષ્ક વીલાની સમગ્ર ટીમ ઉપસ્થિત રહી હતી. માનવંતા મહેમાન અને શહેરના નામાંકીત બિલ્ડર અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

પ્લોટ ઉત્સવના આ આયોજનને ભારે સફળતા મળી હતી. મોટી સંખ્યામાં લોકો પ્લોટ ઉત્સવમાં ઊમટયા હતાં. લોકોમાં પ્રોપર્ટી, રોકાણ અને નવા રેસિડેન્શિયલ તથા પ્લોટના વૈવિધ્યસભર ઉપયોગ અંગેની વિશેષતા અંગેની માહિતી મેળવી વૃંદાવન વિલેજમાં પ્લોટ ખરીદીમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ પ્લોટ ઉત્સવમાં રેસિડેન્સિયલ પ્લોટ્સ, સ્કીમ્સ અને રેસિડેન્સિયલ વિલા-બંગ્લોઝ સહિતની પ્રોપર્ટીની ખાસ ઓફરો સાથે રજૂ કરવામાં આવી હતી.

પ્રથમ દિવસે વૃંદાવન વિલેજમાં પોતાનો ભવ્ય પ્લોટ બુક કરનારને ગોવા ખાતે પ્રિમીયમ ટુર પેકેજની ઓફર આપવામાં આવી હતી. આ ઉપરાંત પ્લોટ ઉત્સવમાં આવેલા મુલાકાતીઓને સરપ્રાઇઝ ગીફ્ટ આપવામાં આવી હતી.

હવે વાત કરીએ વૃંદાવન વિલેજની તો મોરબી રોડથી માત્ર 250 મીટરના અંતરે જ બેડી માર્કેટ યાર્ડની સામે આવેલું વૃન્દાવન વિલેજ ગૃપ એઇમ્સથી તદ્દન નજીક આહલાદાયક વાતાવરણમાં મારવાડીથી તદ્દન નજીક સાથે ઇછઝજની સુવિધા કે શહેરને સાંકળતા પરિવહન માર્ગથી કનેક્ટેડ હર્યા ભર્યા વિસ્તારમાં યાદે ઇન્ફ્રાટેક નિર્મિત વોલ પેક 216 પ્લોટની ગેઇટ પેક સોસાયટીમાં 65 વારથી લઇને 95 વાર સુધીના ટાઇટલ ક્લીયર પ્લોટ નિમાર્ણ કર્યા છે. જેમાં ભુગર્ભ, આરસીસી રોડ, સ્ટ્રીટલાઇટ, કોમન ગાર્ડન, રોડ રસ્તા પર ગાર્ડનીંગ સુશોભન, આકર્ષક અને વિશાળ એન્ટ્રી ગેઇટ, સિક્યુરીટી કેબીન સહિતની સુવિધા પણ મળી રહેશે.

વૃંદાવન અને તનિષ્ક વીલા ગૃપ પ્રોપર્ટી ખરીદી માટે વિશ્ર્વસનીય વિકલ્પ છે. તેઓએ શહેરો અનેક રેસિડેન્શિયલ પ્રોજેકટ્સ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. નવીનતમ ટેક્નોલોજી અને આધુનિક ડિઝાઇન સાથે ગુણવત્તાસભર ઘરો બનાવી પારદર્શિતા અને ગ્રાહક કેન્દ્રિત અભિગમ તેમને વિશ્ર્વસનીય બનાવે છે.

વૃંદાવન વિલેજ રોકાણ માટે શ્રેષ્ઠ
વૃંદાવન વિલેજમાં 50 નો રોડ, 40 નો રોડ, 30 નો રોડ ટચનો પ્લોટ એટલે રોકાણ માટે કે રહેવા માટે સાનુકુળ વાતાવરણ પ્રદાન કરે છે. પરિવહન સુવિધા પણ ઘર આંગણે જ મળી રહેશે. આ તમામ બાબતો પરથી એટલું ચોક્કસપણે કહી શકાય કે વૃંદાવન વિલેજમાં રોકાણ કરવું એ ભવિષ્ય માટે લાભદાયી સાબિત થશે.

પ્રકૃતિથી નિકટતાનો અનુભવ
કુદરતના ખોળે વસેલું વૃંદાવન વિલેજ હવા ઉજાસ અને પ્રકૃતિથી પરિપૂર્ણ છે. હાલ રજાઓનો આનંદ માણવા લોકો ફાર્મ એરિયા, વિકેન્ડ વિલા જેવા સ્થળે શાંતીપૂર્ણ સમય ગાળવાનું પસંદ કરતા હોય છે. ત્યારે આ પ્લોટ વિકેન્ડ વિલા બનાવવા માટે પણ શ્રેષ્ઠ વિકલ્પ પ્રદાન કરતું લોકેશન છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *