REAARની AGMમાં લેવાયો પ્રગતિનો ચિતાર
રાજકોટ રિયલ એસ્ટેટમાં નવો અધ્યાય: REAAR દ્વારા યુથ વિંગની રચના અને 360 ડિગ્રી ટ્રેનિંગ પર ભાર, સાથે સંગઠન, શિક્ષણ અને સંવાદિતાનું શ્રેષ્ઠ ઉદાહરણ
REAAR પરિવારમાં અનોખું બોન્ડિંગ: પ્રિ-પ્લાનિંગ અને દરેક વર્ગના સભ્યોને સાચવી લેતી કાર્યપદ્ધતિની સરાહના, વિમેન વિંગના સપોર્ટથી સંગઠન વધુ મજબૂત બન્યું: RPL અને પિકનિકમાં સહિતના કાર્યક્રમોમાં સભ્યોની રેકોર્ડબ્રેક હાજરી
અતુલ રાચ્છની દૂરંદેશી: ભાવિ નેતૃત્વ માટે યુવાનોને તૈયાર કરતું REAAR નું સક્ષમ પ્લેટફોર્મ, સભ્યોને ‘બ્રોકર ટુ કન્સલ્ટન્ટ’ બનવા તરફ પ્રયાણ કરવામાં Excellence in Real Estate પ્રો-ટ્રેનિંગ ગેમ ચેન્જર સાબિત થશે
રિયલ એસ્ટેટ ક્ષેત્રે કાર્યરત રાજકોટની અગ્રણી સંસ્થા ‘રિયલ એસ્ટેટ એજન્ટ્સ એસોસિએશન ઓફ રાજકોટ’ (REAAR) ની તાજેતરમાં યોજાયેલી વાર્ષિક સાધારણ સભા (AGM) માત્ર હિસાબ-કિતાબ પૂરતી સીમિત ન રહેતા, સંસ્થાના ઉજ્જવળ ભવિષ્યનો રોડમેપ સાબિત થઈ હતી. વર્તમાન પ્રમુખ અતુલ રાચ્છના નેતૃત્વમાં આ વર્ષે સંસ્થાએ ‘ટ્રેનિંગથી લઈને એન્ટરટેઈનમેન્ટ’ સુધીના દરેક પાસાને આવરી લઈ એક નવો ચીલો ચાતર્યો છે.
આ વર્ષની સૌથી મોટી ઉપલબ્ધિ યુવા સભ્યોને કેન્દ્રમાં રાખીને કરવામાં આવેલી ‘યુથ વિંગ’ ની રચના રહી છે. ભવિષ્યમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે નેતૃત્વની કમી ન વર્તાય તે હેતુથી, અતુલ રાચ્છ અને તેમની ટીમે ‘360 ડિગ્રી ટ્રેનિંગ પ્રોગ્રામ’ અમલમાં મૂક્યો. આ પ્રોગ્રામનો મુખ્ય ઉદ્દેશ્ય સભ્યોને માત્ર દલાલ (Broker) સુધી સીમિત ન રાખતા, એક પ્રોફેશનલ ‘કન્સલ્ટન્ટ’ (Realtor) તરીકે વિકસાવવાનો છે. સ્પર્ધાત્મક વાતાવરણમાં બિઝનેસ ગ્રોથ કેવી રીતે કરવો, તેની સચોટ તાલીમ યુવાઓને આપવામાં આવી છે.
સંસ્થાના ઈતિહાસમાં આ વર્ષે સભ્યોની ભાગીદારી ઐતિહાસિક રહી છે. RPL (ક્રિકેટ ટૂર્નામેન્ટ), ફેમિલી પિકનિક હોય કે AGM, દરેક કાર્યક્રમમાં સભ્યોની રેકોર્ડબ્રેક હાજરી જોવા મળી હતી. આ સફળતાનું શ્રેય ટીમના ઝીણવટભર્યા ‘માઈક્રો પ્લાનિંગ’ ને જાય છે. જુનિયરથી લઈને સિનિયર સભ્યો સુધી દરેકને અનુકૂળ આવે તે રીતે તારીખો અને સમયનું આયોજન કરવામાં આવ્યું હતું.
REAAR એ માત્ર વ્યવસાયિક નહીં, પણ પારિવારિક મંચ પણ બની રહ્યું છે. આ વર્ષે વિમેન વિંગ અને સભ્યોનાં અર્ધાંગિનીઓના સહયોગથી પ્રિ-નવરાત્રી ગરબાનું સુંદર આયોજન થયું હતું, જેણે ‘REAAR પરિવાર’ની ભાવનાને વધુ મજબૂત કરી છે.
અતુલ રાચ્છની આગેવાનીમાં સભ્યોને ભેટ સ્વરૂપે અપાયેલ ‘ડે-ટુ-ડે પ્લાનર’ અને ટ્રાવેલ બેગ ખૂબ જ ઉપયોગી સાબિત થશે. રિયલ એસ્ટેટમાં સમયના વ્યવસ્થાપનનું મહત્વ સમજીને આપવામાં આવેલ આ પ્લાનર સભ્યોના બિઝનેસ મેનેજમેન્ટ માટેનું એક ઉત્તમ ‘ટૂલ’ બની રહેશે.
અંતમાં, પ્રમુખ અતુલ રાચ્છએ સંસ્થાનો પાયો નાખનાર પૂર્વ પ્રમુખોના માર્ગદર્શન અને વર્તમાન બોર્ડ મેમ્બર્સની અવિરત મહેનત બદલ હૃદયપૂર્વક કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. REAAR હવે માત્ર એક એસોસિએશન નહીં, પરંતુ સભ્યોના સર્વાંગી વિકાસ માટેની એક પાઠશાળા બની ગયું છે.












Leave a Reply