👉 ઝડપી, ચોકસાઇ અને વિશ્વનિયતાના ત્રિવેણી સંગમ જેવી કામગીરી થકી ટૂંક સમયમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રના અગ્રણીઓની ગુડબુકમાં ગ્લોબશેપ
👉 રિયલ એસ્ટેટ ક્ષેત્ર જોડાયેલી એક મહત્વની કડી એટલે જમીન માપણી, જે માટે ગ્લોબશેપ છે બેસ્ટ
👉 બિનખેતી પ્રોજેક્ટ, જમીન માપણી, ટીપી સ્કીમ સંબંધિત તમામ કામ સહિતની સેવા પૂરી પાડતી ફર્મ એટલે ગ્લોબશેપ કન્સલ્ટન્ટ
👉 અભિષેકભાઇ કયાડા, કિશનભાઇ અધેરા અને સ્મીતભાઇ કયાડા આ ત્રણ આધારસ્તંભ પર ગ્લોબશેપની ઇમારત છે અડગ
રિયલ એસ્ટેટ ક્ષેત્ર અનેક પાસાઓથી જોડાયેલું છે અને આ દરેક મહત્વની કડીઓ જ્યારે સુચારુ રીતે જોડાય ત્યારે રિયલ એસ્ટેટની ગાડી સફળતાના ટ્રેક પર ઝડપથી દોડતી થાય છે. રિયલ એસ્ટેટ ક્ષેત્ર જોડાયેલી એક મહત્વની કડી એટલે જમીન માપણી. સામાન્ય રીતે જમીન માપણી એ રિયલ એસ્ટેટ ક્ષેત્રની બાહ્ય દ્રષ્ટિએ નજરે ન પડતી કામગીરી છે, પરંતુ આ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો સારી રીતે જાણે છે કે જમીન માપણીનું કાર્ય જેટલું જટિલ છે, તેટલું જ મહત્વપૂર્ણ પણ છે.
રાજકોટમાં જમીન માપણીની કામગીરી માટે પ્રથમ હરોળમાં કોઇનું નામ સંભળાય તો એ છે ‘‘ ગ્લોબશેપ કન્સલ્ટન્ટ ’’. આ પેઢી બહુ સરળતા અને ચોકસાઇ સાથે આ પ્રક્રિયા પૂર્ણ કરે છે. બિનખેતી પ્રોજેક્ટ, જમીન માપણી, ટીપી સ્કીમ સંબંધિત તમામ કામ સહિતની સેવા પૂરી પાડતી ગ્લોબશેપ આજે રાજકોટમાં જાણીતું અને વિશ્વસનીય નામ બની ગયું છે.
ગ્લોબશેપના પ્રણેતા અને તેના ત્રણ મુખ્ય સ્તંભ અભિષેકભાઈ કયાડા, કિશનભાઈ અઘેરા અને સ્મિતભાઈ કયાડા. આ ફર્મને સતત પ્રગતિના માર્ગે આગળ લઈ જઈ રહ્યા છે. ટૂંકા સમયમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં તેમણે પોતાની આગવી ઓળખ ઉભી કરી છે.
ગ્લોબશેપનું કાર્યક્ષેત્ર
ગ્લોબશેપ દ્વારા મકાન/પ્લોટ માપણી, બિનખેતી જમીનની માપણી ઉપરાંત કોમર્શિયલ ફ્લેટની માપણી પણ કરવામાં આવે છે. હાલના સમયમાં કોમર્શિયલ ક્ષેત્રમાં જમીન માપણી મહત્વનો મુદ્દો બની રહ્યો છે. ખાસ કરીને કોમર્શિયલ શેડ વગેરે બાબતોમાં માપણીની ચોકસાઈ અત્યંત જરૂરી હોય છે. ઉપરાંત ફ્લેટોમાં કાર્પેટ એરિયા અનુરૂપ સોંપણી કરાઇ છે કે નહીં ? તે જાણવા માટે પણ હવે જમીન માપણી કન્સલ્ટન્ટનો સંપર્ક કરવામાં આવે છે, જેમાં ગ્લોબશેપ શ્રેષ્ઠ સેવા પૂરી પાડે છે. રાજકોટ ઉપરાંત અમદાવાદમાં પણ ગ્લોબશેપે પોતાનું કાર્યક્ષેત્ર વિસ્તૃત કર્યું છે અને તેઓ સમગ્ર રાજ્યમાં કામગીરી કરી રહ્યા છે.
ગ્લોબશેપની વિશેષતાઓ
ગ્લોબશેપની મુખ્ય વિશેષતા છે ઝડપી સેવા, જે આ ક્ષેત્ર માટે અત્યંત મહત્વપૂર્ણ છે. કારણ કે જો જમીન માપણીમાં મોડું થાય તો પ્રોજેક્ટમાં વિલંબ થાય છે અને તેનો આર્થિક બોજો વધે છે. જમીન માપણી જેવી જટિલ પ્રક્રિયા ઝડપથી અને કાર્યક્ષમ રીતે પૂરી પાડવી એ તેમની અનન્ય વિશેષતા છે. બીજી મહત્વની વિશેષતા છે એક્યુરેસી. માપણીમાં ચોકસાઈને કારણે ભવિષ્યમાં કોઈ કાનૂની વિવાદની સંભાવના નહિવત રહે છે. ગુજરાતના રિયલ એસ્ટેટ ક્ષેત્રના અગ્રણીઓની ‘ગુડ બૂક’માં આજે ગ્લોબશેપ નામ સ્થાન પામ્યું છે. આ સિવાય તેઓ ટીપી- ડીપીનું ફ્રી માર્ગદર્શન પણ આપે છે.
ગ્લોબશેપના થ્રી ડાયમેન્શનનો ટુંક પરિચય
અભિષેકભાઈ કયાડા
અભિષેકભાઈ મૂળ ગોંડલના નવાગામના વતની છે. તેમણે B.E. સિવિલનો અભ્યાસ કર્યો છે. અભ્યાસકાળથી જ જમીન અને પ્લોટ માપણીમાં તેમનો ઊંડો રસ હતો. અભ્યાસ બાદ બિલ્ડિંગ પ્લાનિંગ ક્ષેત્રે નોકરી કરી. રાજકોટને કર્મભૂમિ બનાવ્યા બાદ તેમણે RMCમાંથી લાયસન્સ મેળવ્યું અને સેટલમેન્ટ કમિશનર કચેરીમાંથી માપણીનું લાયસન્સ મેળવી પ્રેક્ટિસ શરૂ કરી. સખત મહેનત અને આ ક્ષેત્રની નિપુણતાના લીધે તેમને ઝડપી અને હકારાત્મક પ્રતિસાદ મળ્યો. આજે તેઓ જમીન માપણી ક્ષેત્રમાં આગેકૂચ કરી રહ્યા છે.
કિશનભાઈ અઘેરા
કિશનભાઈ મૂળ ખીજડીયા ના વતની છે. મારવાડી યુનિવર્સિટીમાંથી B.E. સિવિલનો અભ્યાસ કર્યો છે. અભ્યાસ દરમિયાન સિવિલ ક્ષેત્રના વિવિધ પાસાઓની માહિતી મેળવતાં તેઓ ઇન્ટિરિયર અને આર્કિટેક્ચર ક્ષેત્રમાં પણ માહિતગાર થયા. બાદમાં જમીન માપણી ક્ષેત્ર તરફ તેમનો ઝુકાવ વધ્યો. સેટલમેન્ટ કમિશનર અમદાવાદથી માપણી ક્ષેત્રનું લાયસન્સ મેળવી તેમણે રાજકોટ સહિત રાજ્યમાં અનેક મહત્વપૂર્ણ કામગીરી કરી છે.
સ્મિતભાઈ કયાડા
સ્મિતભાઈ મૂળ ગોંડલના નવાગામના વતની છે. B.E. સિવિલ કર્યા બાદ તેઓ છેલ્લા પાંચ વર્ષથી જમીન માપણી ક્ષેત્રમાં કાર્યરત છે. શરૂઆતમાં તેમણે આર્કિટેક્ટ અને ઇન્ટિરિયર ક્ષેત્રમાં કામ કર્યું, પરંતુ બાદમાં જમીન માપણી ક્ષેત્રે તેમનો રસ વધ્યો અને આજે તેઓ આ ક્ષેત્રમાં પ્રશંસનીય કામગીરી કરી રહ્યા છે.












Leave a Reply