વર્ષ ૨૦૧૨માં કમલ દક્ષિણીએ શુભ લીઝિંગ ઈન્ફ્રા. સર્વિસીઝની કરી હતી શરૂઆત, હાલ ૫૦ હજાર સ્કવેર ફીટના શો રૂમ પણ લીઝ કરે છે
કમલ દક્ષિણીએ HDFC બેન્ક અને ઈન્સ્યોરન્સ કંપનીમાં નોકરી કર્યા બાદ રીયલ એસ્ટેટ ક્ષેત્રે ઝંપલાવી અપાર સફળતા મેળવી
કમલ દક્ષિણીની શુભ લીઝિંગ ઈન્ફ્રા. સર્વિસીઝ રાજકોટ, અમદાવાદ, સુરત અને મુંબઈમાં કામ કરે છે
આજના સ્ટાર્ટઅપ અને નવા બિઝનેસના વધતા ક્રેઝ વચ્ચે લીઝ પ્રોપર્ટીની માંગ પણ વધી છે રાજકોટમાં દિવસેને દિવસે કંપનીઓની ફ્રેન્ચાઈઝી આવી રહી છે અને નવા સ્ટોર ખુલ્લી રહ્યા છે. બ્રાન્ડેડ કંપનીઓ પ્રોપર્ટીને લીઝ પર રાખે છે જે સામાન્ય રીતે ૩, ૫ અને ૭ વર્ષનો હોય છે. આવી પ્રોપર્ટીની કન્સલટન્સી ફર્મની વાત કરીએ તો રાજકોટની મોસ્ટ ટ્રસ્ટેડ ફર્મ શુભ લીઝિંગ ઈન્ફ્રા. સર્વિસીઝ કહી શકાય. જ્યાં તમામ પ્રકારની પ્રોપર્ટી લીઝ પણ મળી જાય. અત્યારે શુભ લીઝિંગ ઈન્ફ્રા. સર્વિસીઝમાં કુલ ૨૪ લોકો કામ કરી રહ્યા છે. જેમાં લીઝિંગમાં ૮, પ્રોજેક્ટ સેલમાં ૧૨ અને પ્રિ લીઝ પ્રોપર્ટીમાં ૪ લોકો છે.

શુભ લીઝિંગ સર્વિસીઝ વર્ષ ૨૦૧૨માં કમલ દક્ષિણીએ શરૂ કરી હતી. ત્યારે તેઓ ૫૦૦ સ્ક્વેર ફૂટની પ્રોપર્ટી લીઝ પર આપતા જ્યારે આજે તેઓ સંપૂર્ણ પ્રોજેક્ટ લીઝ પર આપે છે કમલ દક્ષિણીએ લીઝ પ્રોપર્ટી અંગે જણાવ્યું હતું કે, રીયલ્ટર્સ રાજકોટને જૂનું અને નવું રાજકોટ એમ બે કેટેગરીમાં ગણે છે યાજ્ઞિક રોડ, કુવાડવા રોડ અને જૂની બજારોને જૂનું અને કોટેચા ચોક પછી જ્યાં કાલાવાડ રોડ, યુનિવર્સિટી રોડ અને ૧૫૦ ફૂટ રીંગ રોડ આવે છે તે નવું રાજકોટ. જ્યાં રીટેલ બ્રાન્ડના શો રૂમની વધુ ડિમાન્ડ છે. જેમાં કપડા, નોવેલ્ટી, ગારમેન્ટ, ફેશન બ્રાન્ડ, જ્વેલરીનો સમાવેશ થાય છે. હાલ નાના મવા રોડ, શીતલ પાર્ક, અયોધ્યા ચોકમાં લીઝ પ્રોપર્ટીની ડિમાન્ડ વધુ છે.
કમલ દક્ષિણીની વાત કરીએ તો તેઓ પહેલા એચડીએફસી બેન્કમાં નોકરી કરતા હતા ત્યારબાદ તેઓએ ઈન્સ્યોરન્સ કંપનીમાં પણ કામ કર્યું જ્યાં તેમને અનેક પ્રમોશન મળ્યા આ દરમિયાન તેઓ જમીન-મકાન અંગે ઘણાને સલાહ પણ આપતા ત્યારપછી વર્ષ ૨૦૧૨માં કમલ દક્ષિણીએ શુભ લીઝિંગ ઈન્ફ્રા. સર્વિસીઝની શરૂઆત કરી. કમલ દક્ષિણીને ઘણા એવોર્ડ પણ મળી ચૂક્યા છે.
વેનીલા સ્ટોર
કમલ દક્ષિણીએ વધુમાં જણાવ્યું કે, ૮૦૦થી ૧૫૦૦ સ્ક્વેર ફૂટના સ્ટોરને ટેકનિકલ ભાષામાં વેનીલા સ્ટોર કહેવાય. જેમાં મેકઅપ, ફેશન, ફૂડ, શુઝ, ગારમેન્ટ અને બ્યુટી પ્રોડક્ટસનો સમાવેશ
એન્કર સ્ટોર
કમલ દક્ષિણીએ એન્કર સ્ટોર વિશે કહ્યું હતું કે, ૧૦થી ૨૫ હજારના સ્ક્વેર ફૂટ અને ગ્રાઉન્ડ સાથે ફર્સ્ટ ફ્લોર જે લીઝ પર રાખવામાં આવે છે જેમાં ટાટા વેસ્ટસાઈડ, ઝૂડિયો, રિલાયન્સ ટ્રેન્ડ્સ અને ક્રોમાનો સમાવેશ
Leave a Reply