Sampatti Times Real Estate Newspaper

Advertisement

વાગુદડ- વડ વાજડીમાં રિયલ એસ્ટેટ માટે વિકાસના દ્વાર ખુલ્યા

The doors of development for real estate have opened in Vagudad-Vad Vajdi.

👉 રહેણાંકની સાથે અહીં ઔદ્યોગિક ક્ષેત્રમાં પણ વિકાસની વિપુલ તકો : રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અગ્રણી ડેવલોપરોમાં અહીં મહત્વકાંક્ષી પ્રોજેક્ટ શરૂ કરવા માટે થનગનાટ

👉 કાલાવડ રોડ પર વડ વાજડીથી વાગુદડ સુધી સિમેન્ટ રોડની કામગીરી શરૂ થતા જ વિકાસની ગાડી પૂરપાટ ઝડપે દોડશે

આપણું રાજકોટ એ એવું શહેર છે ચારે દિશાઓમાં આગળ વધી રહ્યું છે. ખાસ કરીને જામનગર રોડ અને કાલાવડ રોડ પરનો વિકાસ અસાધારણ ગતિથી આગળ વધી રહ્યો છે. આ વિસ્તારમાં વિકાસનું એન્જિન હવે પુરપાટ ઝડપે દોડશે. ડબલ એન્જિન સરકાર દ્વારા વધુ એક પ્રજાલક્ષી દૂરંદેશી નિર્ણય લેવામાં આવ્યો છે.

કાલાવડ રોડની વાગુદડ સુધી સિમેન્ટ રોડ બનાવવામાં આવી રહ્યો છે. આ સિમેન્ટ રોડનું કામ પરિપૂર્ણ થયા બાદ વાગુદડ અને આ સમગ્ર વિસ્તારમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે વિકાસના નવા દ્વાર ખુલશે.

Real Estate E-magazine

કાલાવડ રોડ પાસે વડ વાજડીની સીમથી વાગુદડ થઈ લોધિકા તાલુકા પંચાયત સુધી સિંગલ પટ્ટીનો સિમેન્ટ રોડ બનાવવામાં આવી રહ્યો છે. અગાઉ અહીં આસપાસના ગ્રામજનો વતી સરપંચોએ અહીં રોડની તાતી જરૂરિયાત હોવાની વખતો વખત રજૂઆત કરી હતી અંતે તેમની આ રજૂઆતો રંગ લાવી છે. અહીં સિમેન્ટ રોડનું કામ શરૂ થયું છે.

ધારાસભ્ય ભાનુબેન બાબરીયાને કરાયેલી રજુઆત બાદ અહીં સિમેન્ટ રોડના કામને મંજુરી મળી છે. આ રોડનું કામ ત્રણ તબક્કામાં પૂર્ણ કરવામાં આવશે. આ કામ પરીપૂર્ણ થયા બાદ આ વિસ્તારમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે અકલ્પનીય વિકાસ થશે. અહીં સિમેન્ટ રોડ બનતા જ પરીવહનને લઇ સરળતા રહેવાથી લોકો અહીં ઘર ખરીદવા માટે મન બનાવે તે વાત સ્વાભાવિક છે. ઉદ્યોગ ક્ષેત્રે પણ અહીં વિકાસની અસમાન્ય તકો રહેલી છે. જેથી અહીં રહેણાંકની સાથે ઔદ્યોગિક એકમોના વિકાસનો પણ અવકાશ રહેલો છે.

વડ વાજડીથી વાગુદડ અને લોધિકા સહિતનો વાહન વ્યવહાર આ રોડ પર વધુ રહે છે. ચોમાસામાં અહીં સ્થિતિ વિકટ બની જતી હતી. પરંતુ હવે અહીં સિમેન્ટ રોડ બનતા આ સમસ્યામાંથી મુકિત મળશે. આ સાથે જ અહીં અગાઉ રિયલ એસ્ટેટના વિકાસ માટે જે અંતરાયો હતા તે પણ દૂર થશે. આગામી દિવસોમાં આ વિસ્તરમાં રાજકોટ અને સૌરાષ્ટ્રના અગ્રણી ડેવલોપરો અહીં પોતાના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ અહીં શરૂ કરશે.

કાલાવડ રોડ પર વડ વાજડીથી લોધિકા અને ત્યાંથી લઇ મેટોડા સુધી ઔદ્યોગિક વસાહતાનો વિકાસ થઇ રહ્યો છે.અનેક ઔદ્યોગિક એકમો અહીં પોતાના યુનીટ શરૂ કરનાર છે. અહીં કારખાના-કંપનીઓમાં દરરોજ સેંકડો લોકો રાજકોટ અને આસપાસના વિસ્તારમાંથી અપડાઉન કરે છે. હવે જયારે અહીં સિમેન્ટ રોડ બની રહ્યો છે. ત્યારે અહીં આવનાર દિવસોમાં વિકાસની ગાડી પૂરપાટ ઝડપે દોડશે. આગામી દિવસોમાં વડ વાજડીથી વાગુદડનો આ વિસ્તારમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રના વિકાસ માટે વિપુલ તકો રહેલી છે.

વાગુદડ નજીક પીપળ વનનો સૌપ્રથમ પ્રોજેક્ટ : 7550 પીપળનું વૃક્ષારોપણ


રાજકોટ નજીક વાગુદડ ગામમાં સદભાવના સંસ્થા દ્વારા ગુજરાતનું પ્રથમ અનોખું પીપળ વન સ્થાપિત કરવામાં આવ્યું છે, જેમાં અત્યાર સુધીમાં મોટા પાયે 7550 પીપળના વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું છે. આવનારા સમયમાં આ સ્થળ પર્યાવરણપ્રેમી લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે અને ફરવા માટે ઉત્તમ સ્થળ તરીકે વિકસશે.રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ અહીં ભવ્ય ગાર્ડન અને પાર્ટી પ્લોટના નિર્માણ કાર્યની શરૂઆત કરવામાં આવી છે, જે વિસ્તૃત અને આધુનિક સુવિધાઓથી ભરપૂર હશે.

whatsapp app1 02 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *