Sampatti Times Real Estate Newspaper

Advertisement

નેશનલ લેવલે ડંકો વગાડતું રાજકોટનું ‘Space Odyssey’: CREDAI બેસ્ટ કોમર્શિયલ પ્રોજેક્ટ એવોર્ડ્સમાં મેળવ્યું ટોપ-3 માં સ્થાન

IMG 7995

IMG 7995

  • પટેલ ટીમ્બર ગ્રૂપની મોટી સિદ્ધિ: ‘Space Odyssey’ ભારતનો બેસ્ટ કોમર્શિયલ પ્રોજેક્ટ બનવાની રેસમાં ફાઈનલિસ્ટ
  • ધ્રુવીક તળાવિયાનું આર્કિટેક્ચરલ માસ્ટરપીસ: ‘Space Odyssey’ એ રાજકોટને અપાવ્યું રાષ્ટ્રીય સન્માન
  • રાજકોટમાં પ્રથમવાર: 7-સ્ટાર સુવિધાઓ અને 22 માળના ગગનચુંબી આર્કિટેક્ચરનું રાષ્ટ્રીય સન્માન
  • ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડની ઓફિસ સ્પેસ: જેણે દેશના દિગ્ગજ પ્રોજેક્ટ્સને પાછળ છોડી ટોપ-3 માં સ્થાન મેળવ્યું
  • ટેકનોલોજી અને લક્ઝરીનો સંગમ: 70 મીટર ઊંચા ઓટોમેટેડ કાર પાર્કિંગ ટાવર્સ સાથેનો આધુનિક પ્રોજેક્ટ
  • ફક્ત 9 ઓફિસ પ્રતિ ફ્લોર અને એક્સક્લુઝિવ સુવિધાઓ – જાણો કેમ Space Odyssey છે ભારતનો શ્રેષ્ઠ પ્રોજેક્ટ
IMG 20230331 141604

રાજકોટ : સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટ માટે રિયલ એસ્ટેટ ક્ષેત્રે એક અત્યંત ગૌરવશાળી સમાચાર સામે આવ્યા છે. રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આવેલ Space Odyssey પ્રોજેક્ટને પ્રતિષ્ઠિત CREDAI Awards for Real Estate Excellence 2025 માં ‘Best Commercial Project of India’ ની કેટેગરીમાં ભારતના ટોપ-3 ફાઈનલિસ્ટમાં પસંદ કરવામાં આવ્યો છે. રાજકોટના પ્રતિષ્ઠિત પટેલ ટીમ્બર ગ્રૂપ દ્વારા નિર્મિત અને ધ્રુવીક તળાવિયા ના નેતૃત્વ હેઠળના Space Odyssey પ્રોજેક્ટની સફળતા બદલ સંપત્તિ ટાઈમ્સ તરફથી ધ્રુવીક તળાવિયા અને પટેલ ટીમ્બર ગ્રૂપને આ અભૂતપૂર્વ સફળતા બદલ ખૂબ ખૂબ અભિનંદન!

રાજકોટના યુવા અને ઉત્સાહી ડેવલપર ધ્રુવીક તળાવિયાના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલો આ પ્રોજેક્ટ આધુનિક બિઝનેસ રિક્વાયરમેન્ટ અને આર્કિટેક્ચરલ ઇનોવેશનનું સંગમ છે. પટેલ ટીમ્બર ગ્રૂપની ગુણવત્તા અને ભરોસાની પરંપરાને ધ્રુવીક તળાવિયાએ એક નવી ઊંચાઈએ પહોંચાડી છે, જેનું પ્રમાણ આ નેશનલ નોમિનેશન છે.

WhatsApp Image 2025 12 17 at 12.44.09

કેમ ‘Space Odyssey’ છે ખાસ? આ પ્રોજેક્ટની કેટલીક વિશેષતાઓ જે તેને ભારતના અન્ય પ્રોજેક્ટ્સથી અલગ પાડે છે:

ગગનચુંબી આર્કિટેક્ચર: 22 માળનો (22 Stories) આ પ્રીમિયમ કોર્પોરેટ પ્રોજેક્ટ રાજકોટની શાન છે.
હાઈ-ટેક પાર્કિંગ: ગુજરાતમાં પ્રથમવાર 70 મીટર ઊંચા બે ઓટોમેટેડ કાર પાર્કિંગ ટાવર્સ આ પ્રોજેક્ટમાં કાર્યરત છે. 

7-સ્ટાર સુવિધાઓ: પ્રોજેક્ટમાં જિમ્નેશિયમ, કોન્ફરન્સ હોલ, કોર્પોરેટ લાઉન્જ અને કેફે જેવી આધુનિક સુવિધાઓનો સમાવેશ થાય છે. 

સ્માર્ટ ઓફિસ ડિઝાઇન: દરેક ફ્લોર પર માત્ર 9 ઓફિસ અને દરેક ઓફિસમાં અટેચ્ડ પેન્ટ્રી તેમજ ટોયલેટની સુવિધા આપવામાં આવી છે. 

ગ્રાન્ડ ફિનાલેની તૈયારી પટેલ ટીમ્બર ગ્રૂપ દ્વારા આયોજિત આ માસ્ટરપીસ પ્રોજેક્ટ માટે એવોર્ડ વિજેતાઓની જાહેરાત આગામી 19 ડિસેમ્બર 2025 ના રોજ નવી દિલ્હીના તાજ પેલેસ ખાતે યોજાશે. રાજકોટના બિઝનેસ જગત અને રિયલ એસ્ટેટ ક્ષેત્રે આ સફળતાને વધાવી લેવામાં આવી રહી છે.

🔗 વધારે માહિતી માટે મુલાકાત લો: spacelands.co 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *