👉 છેલ્લા ૪ વર્ષોમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રના કયા સેગમેન્ટમાં બેંકોએ વધુ રોકાણ કર્યું?
👉 વર્ષ ૨૦૨૦માં કોમર્શિયલ રિયલ એસ્ટેટમાં બેંકોએ રૂ. ૪ લાખ કરોડની લોન આપી હતી, જે વર્ષ ૨૦૨૫ સુધીમાં રૂ. ૫.૯ લાખ કરોડને આંબી જવાની અપેક્ષા
👉 RBIના આંકડા મુજબ ડિસેમ્બર ૨૦૨૪ સુધીમાં કોમર્શિયલ સેગમેન્ટમાં બેંકલોન ૧૩.૭ % વધી
👉 વર્ષ ૨૦૨૪ સુધીમાં મિડ-સેગમેન્ટ અને પ્રીમિયમ રેસિડેન્શિયલનું વેચાણ નોંધપાત્ર રીતે વધ્યું
👉 વર્ષ ૨૦૨૦માં અફોર્ડેબલ હાઉસિંગનો હિસ્સો કુલ વેચાણમાં ૩૯ % હતો, જે ૨૦૨૪ સુધીમાં ઘટીને ૨૦ % થયો પરિણામે પ્રાયોરિટી સેક્ટર હેઠળના હાઉસિંગ લોનમાં ઘટાડો થયો
રાજકોટ: ભારતમાં રિયલ એસ્ટેટ (Real Estate) સેક્ટર વર્ષ ૨૦૨૦ થી ૨૦૨૫ સુધીમાં નોંધપાત્ર ફેરફારો અને વિકાસનો સાક્ષી બન્યો છે. કોમર્શિયલ મિલકતો, (Commercial Property) રહેણાકીય મિલકતો (Residential Property) અને અફોર્ડેબલ હાઉસિંગ (Affordable House)માં જુદા જુદા ટ્રેન્ડ્સ જોવા મળ્યા છે. આ લેખમાં બેંકો દ્વારા રિયલ એસ્ટેટ ક્ષેત્રના આ ત્રણેય સેગમેન્ટ્સને ધિરાણ કરાયેલ લોનના સંદર્ભમાં સરખામણી કરીને તેમની વર્તમાન સ્થિતિ અને ભવિષ્યના અંદાજો પ્રસ્તુત કરી રહ્યા છીએ.

૧. કોમર્શિયલ મિલકતો: (Commercial Property) સ્થિર વૃદ્ધિ અને વધતી માંગ
કોમર્શિયલ રિયલ એસ્ટેટ સેક્ટરમાં વર્ષ ૨૦૨૦ થી ૨૦૨૫ સુધીમાં સતત વૃદ્ધિ જોવા મળી છે. કોવિડ-૧૯ના ઘટાડા પછી, આ સેક્ટરમાં સ્થિરતા આવી અને વર્ષ ૨૦૨૧ થી માંગ વધવાની શરૂઆત થઈ. પરિણામે વર્ષ ૨૦૨૦માં કોમર્શિયલ રિયલ એસ્ટેટમાં બેંકોલોન લગભગ રૂ. ૪ લાખ કરોડ જેટલી હતી તેમાંથી વર્ષ ૨૦૨૫ સુધીમાં “૫.૯ લાખ કરોડ સુધી પહોંચવાની અપેક્ષા છે. એટલું જ નહીં, RBIના અંદાજ મુજબ, ડિસેમ્બર ૨૦૨૪ સુધીમાં આ સેગમેન્ટમાં બેંકલોનમાં ૧૩.૭ % વૃદ્ધિ નોંધાઈ છે. ઔદ્યોગિક વિસ્તરણ અને ઓફિસ સ્પેસમાં વધતી માંગ, RERA એક્ટના અમલીકરણથી ખરીદદારોનો વધતો વિશ્ર્વાસ તેમજ પ્રોજેક્ટ્સ સમયસર પૂરા થાય છે અને લોનની ચુકવણી સુરક્ષિત છે તેથી બેંકો આ સેગમેન્ટમાં લોન આપવા માટે વધુ આત્મવિશ્ર્વાસ ધરાવે છે. આગામી સમયમાં ખાસ કરીને મેટ્રો શહેરોમાં કોમર્શિયલ રિયલ એસ્ટેટમાં વૃદ્ધિ ચાલુ રહે તેવી અપેક્ષા છે.
૨. રહેણાકીય મિલકતો: (Residential Property) મિડ-સેગમેન્ટ અને પ્રીમિયમમાં વૃદ્ધિ
રહેણાકીય રિયલ એસ્ટેટ સેક્ટરમાં પણ વર્ષ ૨૦૨૦ થી ૨૦૨૫ સુધીમાં સુધારો જોવા મળ્યો છે, પરંતુ અફોર્ડેબલ હાઉસિંગ કરતા મિડ-સેગમેન્ટ અને પ્રીમિયમ ઘરોમાં વધુ માંગ જોવા મળી છે. વર્ષ ૨૦૨૦માં રહેણાકીય રિયલ એસ્ટેટમાં માંગ ઘટી હતી, પરંતુ ૨૦૨૧ થી માંગ વધવાની શરૂઆત થઈ. કોવિડ-૧૯ પછી લોકોની ઘરો પ્રત્યેની પસંદગીમાં ફેરફાર આવ્યો છે તેમજ શહેરોમાં વધતી વસ્તી અને રહેણાકી માટેની જરૂરિયાતો તેમજ મિડ-સેગમેન્ટ અને પ્રીમિયમ ઘરોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધાઓ વધુ સારી હોવાથી વર્ષ ૨૦૨૪ સુધીમાં મિડ-સેગમેન્ટ અને પ્રીમિયમ ઘરોનું વેચાણ નોંધપાત્ર રીતે વધ્યું છે.
૩. અફોર્ડેબલ હાઉસિંગ: (Affordable House) ઘટતી માંગ અને પડકારો
અફોર્ડેબલ હાઉસિંગ (Affordable House) સેક્ટરમાં વર્ષ ૨૦૨૦ થી ૨૦૨૫ સુધીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. આ સેગમેન્ટમાં માંગ ઘટવાના મુખ્ય કારણોમાં ખરીદદારોની આવકમાં ઘટાડો અને લોનની મુશ્કેલીઓ શામેલ હોય શકે છે. વર્ષ ૨૦૨૦માં અફોર્ડેબલ હાઉસિંગનો હિસ્સો કુલ વેચાણમાં ૩૯% હતો, જે ૨૦૨૪ સુધીમાં ઘટીને ૨૦ % થયો છે. ગુજરાતમાં જંત્રી દરમાં વધારો સહિતના ફેરફારોને કારણે નીચી આવક ધરાવતા લોકોએ ઘર ખરીદવા વેઇટ એન્ડ વોચની નીતિ અપનાવ્યાનું વલણ જોવા મળ્યું હતું. ઘણા બિલ્ડર્સે અફોર્ડેબલ હાઉસિંગ છોડીને પ્રીમિયમ ઘરો તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. હજુ આગામી સમયમાં આ સેગમેન્ટમાં પડકારો ચાલુ રહે તેવી અપેક્ષા છે.
Atal Sarovar Rajkot Bank Interest Rate Bank Loan Car Loan Dog Generational Wealth Golden era of real estate High End Living India Home Home Decor Home Loan Indian Luxury Homes Indian real estate investment Investment in Rajkot Investment Opportunities Luxury Real Estate India Modern Homes Mumbai real estate investment Office Pet Animal Property Property Investment Property Listings Raiya TP 32 Rajkot Property Market Rajkot Real Estate Rajkot Smart City Real Estate Real estate equity investment Real Estate Investment India Real Estate Laws Real Estate Magazine Real Estate News Rent Saurashtra Smart City Top real estate investment cities Vastu
Leave a Reply