Sampatti Times Real Estate Newspaper

Advertisement

સુરક્ષિત સાઈટ એટલે સમૃદ્ધ બિઝનેસ: RBA

Secure sites mean prosperous business: RBA

રાજકોટ શહેર પોલીસ અને RBA-CREDAI નો સંયુક્ત નિર્ધાર

શિલ્પન વેગા ખાતે RBA અને પોલીસનો અવેરનેસ સેમિનાર બિલ્ડર્સ અને કોન્ટ્રાક્ટર્સ તેમજ વર્કર્સ માટે સેમિનાર બન્યો ‘અભયકવચ’RBA નો સંકલ્પ:

RBAના અગ્રણીઓ પરેશ ગજેરા, અમિત ત્રાંબડીયા, સુજીત ઉદાણી, રાજદીપસિંહ જાડેજા અને ઋષિત ગોવાણીએ ‘ઝીરો ટોલરન્સ’ સેફ્ટી નીતિ, લાઈવ મોનિટરિંગ અને નિયમિત સેફ્ટી ઓડિટને અમલમાં લાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો

રાજકોટના રિયલ એસ્ટેટ ક્ષેત્ર માટે ૧૬ ફેબ્રુઆરી, ૨૦૨૬નો દિવસ સીમાચિહ્ન સમાન રહ્યો. કાલાવડ રોડ સ્થિત ‘શિલ્પન વેગા’ ખાતે રાજકોટ બિલ્ડર્સ એસોસિએશન – RBA (CREDAI) અને રાજકોટ શહેર પોલીસના સંયુક્ત ઉપક્રમથી “Site Accidents and Safety Responsibilities” વિષયક લીગલ અવેરનેસ સેમિનાર યોજાયો. કાર્યક્રમનો મુખ્ય હેતુ બાંધકામ સાઈટ પર થતા અકસ્માતોને નિયંત્રિત કરવા, કાયદાકીય જવાબદારીઓ અંગે બિલ્ડરોને સજાગ બનાવવા અને ‘પ્રિવેન્શન’ને પ્રથમ પ્રાથમિકતા આપવાનો હતો.

WLSP9193s

સેમિનારમાં DCP રાકેશ દેસાઈ અને ACP બી.જે. ચૌધરી સહિતના પોલીસ અધિકારીઓએ અકસ્માત સમયે લેવાતી કાનૂની પ્રક્રિયા અને FIRની ફરજિયાતતા પર માર્ગદર્શન આપ્યું. Taluka PI D.M. હરિપારા અને University PI H.N. પટેલે સ્થળ પર સેફ્ટી મોનિટરિંગ અને ડોક્યુમેન્ટેશનની અનિવાર્યતા પર ભાર મૂક્યો હતો. લેબર લો અને RERA કન્સલ્ટન્ટ CA કાર્તિક પારેખે સ્પષ્ટ કર્યું કે લેબર લાયસન્સ, ઇન્સ્યોરન્સ અને રજીસ્ટ્રેશન માત્ર કાનૂની કાગળ નહીં પરંતુ બિલ્ડર માટે રક્ષણ કવચ છે. પોલીસ સાથેનો આ સીધો સંવાદ બિલ્ડર્સ માટે નવી દિશા ખોલનારો છે. આ સેમિનારે સ્પષ્ટ કર્યું કે ‘સેફ્ટી’ એ માત્ર નિયમ નથી, પણ બિલ્ડરના ગૌરવ અને પ્રગતિ માટેનું એક વરદાન છે.

રાકેશ દેસાઈ (DCP Zone 2): “માનવ જિંદગી સર્વોપરી છે; પ્રોપર સેફ્ટી ગિયર અને અવેરનેસથી જ અકસ્માત અટકશે.”

બી.જે. ચૌધરી (ACP South Zone): “સેફ્ટી નિયમોનું પાલન નહીં થાય તો કાનૂની કાર્યવાહી અનિવાર્ય છે.”

D.M. હરિપારા (Taluka PI): “અકસ્મતમાં વિલંબિત જાણ વધુ મોટી કાનૂની મુશ્કેલી સર્જી શકે છે.”

H.N. પટેલ (PI): “દરેક સાઈટ પર ડોક્યુમેન્ટેશન અને રજીસ્ટર જાળવવું ફરજિયાત છે.”

CA કાર્તિક પારેખ (લેબર લો એક્સપર્ટ): “લેબર લાયસન્સ અને ઇન્સ્યોરન્સ બિલ્ડર માટે કાનૂની રક્ષણ કવચ છે.”

પરેશ ગજેરા: “માત્ર બિલ્ડિંગ નહીં, સુરક્ષિત ‘વર્ક-કલ્ચર’ ઊભું કરવું એ જ આપણું લક્ષ્ય છે.”

અમિત ત્રાંબડીયા: “સેફ્ટી કીટમાં કરેલો ખર્ચ એ વેડફાટ નથી, પણ બિલ્ડરની પ્રતિષ્ઠાનું રોકાણ છે.”

સુજીત ઉદાણી: “ટેકનોલોજી અને મોનિટરિંગનું સંયોજન એટલે અકસ્માત મુક્ત બાંધકામ સાઈટ.”

રાજદીપસિંહ જાડેજા: “નિયમિત સેફ્ટી ઓડિટ એ જવાબદાર ડેવલપરની સાચી ઓળખ અને સુરક્ષા કવચ છે.”

ઋષિત ગોવાણી: “સાવચેતી પાછળનો સામાન્ય ખર્ચ, કાનૂની આફતો સામેનું સૌથી મોટું આર્થિક રક્ષણ છે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *