Sampatti Times Real Estate Newspaper

Advertisement

રાજકોટમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રનો મહાકુંભ: ‘દિવ્ય ભાસ્કર મેગા પ્રોપર્ટી એક્સ્પો 2026’

Real estate sector's grand event in Rajkot: 'Divya Bhaskar Mega Property Expo 2026'

ત્રી દિવસીય ઉત્સવ: આગામી 6, 7 અને 8 ફેબ્રુઆરીએ રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય આયોજન

રહેણાંકથી લઈને કોમર્શિયલ પ્રોપર્ટી સહિતના તમામ વિકલ્પો એક જ મંચ પર મળશે

રાજકોટ શહેરમાં પ્રોપર્ટી લેવા ઇચ્છુકો માટે વર્ષ 2026ની સૌથી મોટી અને સૌથી વિશ્વસનીય ઇવેન્ટ તરીકે “દિવ્ય ભાસ્કર મેગા પ્રોપર્ટી એક્સ્પો 2026″નું આયોજન થવા જઈ રહ્યું છે. અગ્રણી મીડિયા ગ્રુપ દિવ્ય ભાસ્કર દ્વારા આયોજિત આ ત્રણ દિવસીય મેગા એક્સ્પો 6, 7 અને 8 ફેબ્રુઆરી 2026ના રોજ રેસકોર્સ ગ્રાઉન્ડ, રાજકોટ ખાતે યોજાશે.

આ પ્રોપર્ટી એક્સ્પો ખાસ કરીને એવા લોકો માટે છે, જેઓ પોતાનું સપનાનું ઘર ખરીદવા માંગે છે અથવા ભવિષ્ય માટે સુરક્ષિત રોકાણની તક શોધી રહ્યા છે. એક્સ્પોમાં રાજકોટ તથા સૌરાષ્ટ્રના જાણીતા અને વિશ્વસનીય બિલ્ડર્સ દ્વારા રહેણાંક અને કોમર્શિયલ પ્રોજેક્ટ્સ રજૂ કરવામાં આવશે. ફ્લેટ, બંગલો, શોપ, ઓફિસ, શોરૂમ સહિતના વિવિધ વિકલ્પો એક જ મંચ પર ઉપલબ્ધ રહેશે. દિવ્ય ભાસ્કર મેગા પ્રોપર્ટી એક્સ્પો 2026 રાજકોટ અને સૌરાષ્ટ્ર માટે પ્રોપર્ટી ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ મંચ સાબિત થશે.

આ ઇવેન્ટ સામાન્ય જનતા માટે ફ્રી એન્ટ્રી સાથે ખુલ્લી રાખવામાં આવી છે, જેથી દરેક વર્ગના લોકો સરળતાથી મુલાકાત લઈ શકે. પ્રથમ વખત ઘર ખરીદનાર યુવા દંપતી, નોકરીયાત વર્ગ, વેપારીઓ તેમજ મોટા રોકાણકારો માટે આ એક્સ્પો અત્યંત લાભદાયક સાબિત થશે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના લોકોને આ મેગા પ્રોપર્ટી એક્સપોની મુલાકાત લેવા દિવ્ય ભાસ્કર દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. તેમજ આપની આ મુલાકાત આપના માટે નવી તકોનું સર્જન કરનારી બની રહેશે તેવી શુભેચ્છા પાઠવે છે.

આ ભવ્ય આયોજનને ઉદ્યોગજગત તરફથી પણ મજબૂત સહયોગ મળી રહ્યો છે. ‘The NEO by Majestic’ ટાઇટલ સ્પોન્સર તરીકે જોડાયું છે, જ્યારે ‘પ્રમુખ ગ્રુપ’ અને ‘DLA ’ કો-સ્પોન્સર તરીકે સહયોગ આપી રહ્યા છે. તેમજ આ ઉપરાંત, સનાતન ગ્રુપ, આર કે ગ્રૂપ, Tisosi અને The Taurus જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓ એસોસિએટ પાર્ટનર તરીકે જોડાઈ છે, જે એક્સ્પોની વિશ્વસનીયતા અને ગુણવત્તાને વધુ મજબૂત બનાવે છે.

દિવ્ય ભાસ્કર ગ્રુપ દ્વારા આયોજિત આ મેગા પ્રોપર્ટી એક્સ્પો માત્ર એક પ્રદર્શન નહીં પરંતુ રાજકોટના રિયલ એસ્ટેટ ક્ષેત્રના વિકાસ માટેનું એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ છે. શહેરના નાગરિકોને સાચી માહિતી, યોગ્ય ભાવ અને વિશ્વસનીય વિકલ્પો પૂરા પાડવાનો આ એક્સ્પોનો મુખ્ય હેતુ છે.  ફેબ્રુઆરી 2026માં રાજકોટ માટે દિવ્ય ભાસ્કર આયોજિત આ પ્રોપર્ટી મહોત્સવ ચોક્કસપણે નવી તકો અને નવા સપનાઓનું દ્વાર ખોલશે.પ્રોપર્ટી બુકિંગ અથવા વધુ માહિતી માટે 98795 41113 પર સંપર્ક કરી વધુ માહિતી મેળવી શકાશે.

એક્સપોમાં માત્ર પ્રોપર્ટી જ નહીં તેની સજાવટની પણ અનેકવિધ પસંદગીના વિકલ્પ

દિવ્ય ભાસ્કર મેગા પ્રોપર્ટી એક્સ્પોની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં માત્ર પ્રોપર્ટી જ નહીં, પરંતુ આધુનિક જીવનશૈલીને અનુરૂપ અનેક સેક્ટર્સને પણ સ્થાન આપવામાં આવ્યું છે. એક્સ્પોમાં ઓટોમોબાઇલ્સ, આર.ઓ. સિસ્ટમ્સ, લાઇટિંગ સોલ્યુશન્સ, હાઉસહોલ્ડ પ્રોડક્ટ્સ, ઇલેક્ટ્રોનિક્સ, હાર્ડવેર અને ફર્નિચર જેવી કેટેગરીઝ પણ જોવા મળશે. એટલે કે, ઘર ખરીદવાથી લઈને તેને સજાવા સુધીની તમામ જરૂરિયાતો માટે આ એક્સ્પો એક સંપૂર્ણ પણે ફાયદાકારક બની રહેશે.

Adani International School nearby properties Bank Interest Rate Commercial Projects SG Highway Dog Flats near Nirma University Furniture Industry India High End Living India Home Decor Home Decor Trends IndiaWood 2026 Investment Opportunities Lofy Home Lulu Mall Ahmedabad Luxury Furniture Modern Homes Property Property Investment Property Listings Rajkot Property Market Rajkot Real Estate Real Estate Real Estate Gujarat Real Estate Laws Real Estate Magazine Real Estate News Retail Expansion RMC E-Auction 2026 Trogon Group Ahmedabad Trogon Twin Towers ઈન્ટીરીયર ડિઝાઈન કોમર્શિયલ પ્લોટ વેચાણ ગુજરાત બિઝનેસ ગુજરાત રિયલ એસ્ટેટ જમીન હરાજી ટર્નકી પ્રોજેક્ટ્સ પ્રોપર્ટી ઈન્વેસ્ટમેન્ટ ફર્નિચર માર્કેટ રાજકોટ મહાનગરપાલિકા રાજકોટ રિયલ એસ્ટેટ રિયલ એસ્ટેટ સમાચાર રેસિડેન્શિયલ પ્લોટ રૈયા રોડ પ્લોટ લક્ઝરી હોમ ડેકોર સંપત્તિ ટાઈમ્સ ૧૫૦ ફૂટ રિંગ રોડ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *