Sampatti Times Real Estate Newspaper

Advertisement

પ્રોપર્ટી ડીલમાં “સારથી” બનતા રિયલ એસ્ટેટ એજન્ટ

Real estate agents become "chariots" in property deals

👉 રિયલ એસ્ટેટ એજન્ટ પાસે આ ક્ષેત્રની નિપણુતા, ડેવલોપર સાથેના સંપર્કો અને માર્કેટની વર્તમાન સ્થિતિની માહિતી બેસ્ટ ડીલ કરવામાં મદદરૂપ બને

👉 બીમાર હોય ત્યારે દવા લેવા મેડિકલ સ્ટોર પર નહીં તબીબ પાસે જ જવું પડે તેમ પ્રોપર્ટીની ડીલ તો રિયલ એસ્ટેટ એજન્ટ થકી જ કરાઇ

બીમાર હોય ત્યારે ઘર નજીક મેડિકલ સ્ટોરથી દવા લેવી કયારેક સરળ રસ્તો લાગે પણ કોઇ દિવસ તે ઘાતક પરિણામ પણ નોતરી શકે છે. આવું જ રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં છે. આજે અધ્યતન ટેકનોલોજી થકી ઓનલાઇન વેબ સાઇટ પર સર્ચ કરી તમે પ્રોપર્ટી ખરીદી કે ભાડે અથવા વેચાણ કરી શકો છો. પ્રથમ દ્રષ્ટિએ આ રસ્તો સરળ લાગે પણ કયારેક આ તમારા માટે કલ્પના પણ ન કરી હોય તેવી મુસીબત નોતરી શકે છે.

રિયલ એસ્ટેટ એજન્ટ એ આ ક્ષેત્રના નિપુણ હોય છે. રિયલ એસ્ટેટની નાની-મોટી દરેક બાબતોનું તેમને નોલેજ હોય છે અને સૌથી મોટું તેમનો આ ક્ષેત્રમાં અનુભવ જેનો કોઇ વિકલ્પ નથી. આપણે અહીં રિયલ એસ્ટેટ એજન્ટ મારફત પ્રોપર્ટીનો ખરીદવી કે ભાડે શું કામ લેવી જોઇએ તેના પર નજર કરીએ.

Real Estate E-magazine

રિયલ એસ્ટેટ એજન્ટ કહો કે પ્રોપર્ટી ક્ધસલ્ટન્ટ તેમની પાસે આ ક્ષેત્રના વર્તમાન પ્રવાહો અને ભવિષ્યમાં થનાર ફેરફારોની ઊંડી સમજ હોય છે. સામાન્ય વ્યક્તિ જ્યારે ઘર શોધવા નીકળે છે. ત્યારે તે વિસ્તારથી સંપૂર્ણપણે પરિચિત નથી હોતો. પરંતુ રિયલ એસ્ટેટ એજન્ટ વિસ્તારની તમામ બાબતોથી મોટેભાગે પરિચિત હોય છે. આ વિસ્તારમાં પ્રોપર્ટીના વર્તમાન ભાવ શું છે? ભવિષ્યમાં તેમાં કેટલો ઉછાળો આવશે તે બાબતોથી તેઓ સારી રીતે પરિચિત હોય જેથી રિયલ એસ્ટેટ એજન્ટ થકી પ્રોપર્ટી ખરીદવા કે ભાડે લેવામાં અંતે તો ગ્રાહકને જ ફાયદો થાય છે.

પ્રોપર્ટી ખરીદવા અને વેચાણ કરવામાં ક્યારેક કેટલીક સ્થિતિમાં કાનૂની પ્રશ્ર્નો પણ સર્જાતા હોય છે. આ સ્થિતિમાં પણ રિયલ એસ્ટેટ એજન્ટ પ્રોપર્ટી ઓનર માટે મદદરૂપ સાબિત થાય છે. સામાન્ય રીતે પ્રોપર્ટી માલિક જમીન-મકાનના દસ્તાવેજની પ્રક્રિયાઓથી સંપૂર્ણપણે વાકેફ ન હોય તે વાત સ્વાભાવિક છે. પરંતુ એક અનુભવી રિયલ એસ્ટેટ એજન્ટ આવી પ્રક્રિયાઓથી ભલીભાતી વાકેફ હોય છે. જેથી પ્રોપર્ટી માલિકને કોઈ કાનૂની મુશ્કેલી ન પડે. તે બાબતનું પણ ચોક્કસપણે ધ્યાન રાખે છે.

રિયલ એસ્ટેટ એજન્ટ આ બિલ્ડરો અને ડેવલોપરો સાથે સંપર્કમાં હોય જેથી કયાં વિસ્તારમાં સારા પ્રોજેક્ટ છે. તેની માહિતી સામાન્ય ગ્રાહક કરતા તેમની પાસે વધુ હોય તે વાત સમજી શકાય તેવી છે. સામાન્ય ગ્રાહક જયારે પ્રોપર્ટીનો સોદો કરે તો તેઓ પ્રોપર્ટીની યોગ્ય કિંમત આંકી ન શકે. પણ પ્રોપર્ટી ક્ધસલ્ટન્ટ પ્રોપર્ટીની યોગ્ય કિંમત આંકી શકે. રિયલ એસ્ટેટ એજન્ટ પાસે આ ક્ષેત્રનો બહોળો અનુભવ હોવાથી તે ગ્રાહકને ઝડપથી પ્રોપર્ટીની ડીલ કરાવી શકે છે. ગ્રાહકને પ્રોપર્ટી ડીલમાં મહત્તમ વિકલ્પ આપી શકે છે.

પ્રોપર્ટી ખરીદવી કે વેચવી અથવા ભાડે મેળવવી એ જીવનનો મહત્વના નિર્ણય હોય છે. જો ઉતાવળમાં તેમાં કોઇ ચૂક થઇ જાય તો કયારેક લાંબો સમય સુધી તે બાબત પરેશાન કરનારી બની રહે છે.ત્યારે આવા મહત્વના નિર્ણય માટે રિયલ એસ્ટેટ એજન્ટ તમારા માટે સારથી બની રહે છે. જે તમને શ્રેષ્ઠ ડિલ કરાવવામાં સાથે રહે છે.એટલું જ નહીં ડીલ બાદ પણ તમારા પ્રશ્રના નિરાકરણ માટે તમારી સાથે રહે છે.

whatsapp app1 02 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *