Sampatti Times Real Estate Newspaper

Advertisement

અશાંતધારા વિસ્તારમાં મકાન ભાડે આપવામાં પણ મંજૂરી છે જરૂરી

Permission is also required to rent out houses in the Ashantdhara area

ગેરસમજ હોય તો દૂર કરી લેજો માત્ર મકાન લે-વેચ જ નહીં

મકાનની લે વેચ, ગીરો, બક્ષીસમાં પણ અશાંત ધારાની પૂર્વમંજૂરી ફરજિયાત, જો તેનું પાલન ન થાય તો થશે કાયદેસરની કાર્યવાહી

અશાંત ધારાની મંજૂરીના ખર્ચને લઈ ઘણા કિસ્સાઓમાં મકાન માલિક-ભાડુઆત વચ્ચે થતો વિવાદ

સમાન્ય રીતે લોકો અશાંતધારા લાગુ હોય તે જ વિસ્તારમાં મિલકત લે વેચ માટે મંજુરી લેવી જરૂરી હોવાનું માનાતા હોય છે. પરંતુ ઘણાખરાને એ વાતનો ખ્યાલ નથી માત્ર મિકલત લે વેચ માટે જ નહીં પરંતુ મકાન ભાડે આપતી વખતે પણ અંશાતધારો લાગુ હોય તે વિસ્તારમાં જરૂરી મંજૂરી લેવી ફરજિયાત છે.
અશાંતધારો લાગુ હોય તે વિસ્તારમાં આવતા મકાન ભાડે આપવાનું હોય તો અશાંતધારાની પૂર્વ મંજૂરી લેવાની રહે છે. જો તેમ નહીં કરવામાં આવે તો નિયમ મુજબની કાર્યવાહી થઇ શકે તેવું કાયદામાં ઉલ્લેખ છે. મકાનની લે વેચ, ગીરો, બક્ષીસમાં પણ અશાંત ધારાની પૂર્વ મંજૂરી ફરજિયાત બનાવવામાં આવી છે.
અશાંત વિસ્તારમાં કોમી એકતા જળવાઇ રહે તે હેતુથી ગુજરાત અશાંત ધારા 1991 હેઠળ આ વિસ્તાર સમાવિષ્ટ થયેલા છે. જે કાયદા મુજબ સમાવિષ્ટ વિસ્તારોમાં કોઇ પણ પ્રકારે વેચાણ, તબદીલી, બક્ષીસ, અદલ બદલ, ગીરો, લીવ એન્ડ લાઇસન્સથી ભાડે આપવી કે અન્ય રીતે ટ્રાન્સફર કરતા પહેલા જિલ્લા મેજિસ્ટ્રેટ(કલેક્ટર)ની પરવાનગી લેવાની રહેશે. જિલ્લા કલેક્ટરની પૂર્વ મંજૂરી મેળવ્યા પછી જ મિલકત તબદીલ કે ટ્રાન્સફર કરી શકાય છે.

હાલ આ પૂર્વ મંજૂરીની સતા જિલ્લા કલેકટરના બદલે લગત વિસ્તારના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અને પ્રાંત અધિકારીશ્રીને સરકાર દ્વારા જાહેરનામાથી અપાયેલ છે.

શહેરના અમુક વિસ્તારમાં મિલકત ભાડેથી આપવા, બક્ષીસ, ગીરો કે અન્ય કોઇ રીતે તબદીલ કરેલ હોવાના કારણે સમયાંતરે અમુક કોમ વચ્ચેના ધર્ષણ થવા અંગેના બનાવો બનવા પામ્યા હતાં. આથી અશાંતધારા કાયદા હેઠળ સમાવિષ્ટ તમામ પ્રકારની મિલકતોની તબદીલ એટલે કે મિલકત કોઇપણ પ્રકારે વેચાણ કે બક્ષીસ, અદલાબદલી, લીઝ, ગીરો, લીવ એન્ડ લાઇસન્સ કે અન્ય કોઇ પણ પ્રકારે નોટરાઇઝ્ડ કે એફીડેવીટ કરતા પહેલાં અશાંત ધારા કાયદા હેઠળની જિલ્લા કલેક્ટરની પૂર્વ મંજૂરી મેળવી હોય તેવા કિસ્સામાં જ એફિડેવિટ કે નોટરીની કાર્યવાહી કરવાની રહેશે. અશાંત ધારાની પૂર્વ મંજૂરી વગર કાર્યવાહી કરવી એ કાયદાનો ભંગ ગણાશે અને નિયમોનુસાર કાર્યવાહી થઈ શકે.

અશાંતધારામાં વેચાણ દસ્તાવેજ કરતા પહેલાં અશાંતધારાની પૂર્વ પરવાનગી ફરજિયાત હતી. સાથોસાથ મિલકત ભાડે આપતા ભાડા કરાર કે લીવ એન્ડ લાયસન્સના નોટરી કે
રજીસ્ટ્રેશન માટે અશાંતધારાની પૂર્વ પરવાનગી ફરજિયાત બનાવી દેવાઇ છે. રાજ્ય સરકારના આ નિર્ણયથી અસર બહુ મોટી થાય એમ છે. વર્ષ 2002માં તોફાનોને બાદ કરતા રાજ્યમાં એક પણ કોમી તોફાનો થયા નથી. તેથી અશાંતધારાનો કડક અમલ કરાવવો હોય તો અસમાન સમુદાય (ઉદાહરણ. હિન્દુ-મુસ્લિમ) વચ્ચે થતા આવા તબદીલી વ્યવહારો માટે આ પૂર્વ મંજૂરી ખૂબ જરૂરી છે. પરંતુ સમાન સમુદાય (ઉદા. હિન્દુ-હિન્દુ કે મુસ્લીમ-મુસ્લીમ) વચ્ચે થતા તબદીલીના વ્યવહારોમાં અશાંતધારાની પૂર્વ પરવાનગી બિનવ્યવહારુ હોવાનું જણાય છે.

અશાંતધારાની પરવાનગીમાં થતા ખર્ચ બાબતે પણ ખરીદનાર અને વેચનાર બંને પક્ષ વચ્ચે સમજૂતી હોય એ ખૂબ જરૂરી છે.
જો સમાન સમુદાય જેમ કે હિન્દુ-હિન્દુ કે મુસ્લિમ-મુસ્લિમ વચ્ચે થતા વેચાણ દસ્તાવેજ કે કોઈ તબદીલીના વ્યવહારથી કોઈ સમુદાયનું ધ્રુવીકરણ થતું ન હોવાથી આ સમાન સમુદાય માટે અશાંતધારાની પૂર્વ પરવાનગીની સમય અને પૈસાનો વ્યય હોવાનું જણાય છે. જેથી સરકાર આ બાબતે હકારાત્મક અભિગમ અપનાવે તો આ નવા નિર્ણયથી ઘણાને અસર થશે. બાપ-દાદાની મિલકત હવે લઘુમતી કે બહુમતી વિસ્તારમાં આવેલી હોય અને તે ભાડે આપે તો તેની દર વખતે પરવાનગી લેવાની રહેશે તેવો કાયદામાં ઉલ્લેખ છે. અશાંતધારાની પૂર્વ મંજૂરીનો ખર્ચ અંદાજે ૨ હજાર થી ૧૦ હજાર સુધી જેટલો થતો હોવાથી આ ખર્ચ મકાન માલિક ભોગવશે કે ભાડુઆત તેના વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો છે. જેનો ઉકેલ આવી શકે એમ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *