Sampatti Times Real Estate Newspaper

Advertisement

“દિલ્હી-મુંબઈ સાઈડમાં! રિયલ એસ્ટેટમાં હવે ગુજરાતનો જ ‘વટ’:

"On the Delhi-Mumbai side! Now Gujarat is the 'Vat' in real estate:

દેશના ૬૪% નવા પ્રોજેક્ટ્સ પર આપણા ચાર શહેરોનો કબજો!”

  • ૨૦૨૫ના વર્ષમાં દેશના તમામ ટિયર-૨ શહેરોમાં થયેલા નવા રિયલ એસ્ટેટ લોન્ચિંગમાં એકલા ગુજરાતનો હિસ્સો ૬૪% રહ્યો છે.
  • આ ૬૪% હિસ્સો માત્ર કોઈ એક શહેરનો નથી, પણ અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ – આ ચારેય મહાનગરોએ મળીને દેશના અન્ય ટિયર-૨ શહેરોને પાછળ રાખી દીધા છે.
  • મંદીની વાતો વચ્ચે પણ ૨૦૨૫માં ટિયર-૨ શહેરોમાં કુલ ૧.૪૮ લાખ કરોડ રૂપિયાનું પ્રોપર્ટી ટર્નઓવર નોંધાયું છે.
  • દેશના ટોચના ટિયર-2 શહેરોમાં થતા કુલ મકાન વેચાણમાં એકલા અમદાવાદનો હિસ્સો 33% રહ્યો છે.
  • હવે અમદાવાદ ટિયર-2 મટીને ‘ટિયર-1’ લીગમાં પ્રવેશી ચૂક્યું છે.
  • ખાસ કરીને ગિફ્ટ સિટી (ગાંધીનગર), SG હાઈવે, સાયન્સ સિટી, ઝુંડાલ અને રાંદેસણ જેવા વિસ્તારોમાં પ્રોપર્ટી ખરીદવા માટે લોકોની પડાપડી છે.
  • દિલ્હી NCR અને મુંબઈના પ્રોપર્ટી માર્કેટમાં સેચ્યુરેશન (સ્થિરતા) આવતા, રોકાણકારો હવે ગુજરાત તરફ વળ્યા છે.
  • મુંબઈમાં ઘરનું EMI આવકના 51% જેટલું થાય છે, જ્યારે અમદાવાદમાં માત્ર 21% છે. એટલે કે મધ્યમ વર્ગ માટે ગુજરાત જ સ્વર્ગ છે!
  • ગુજરાતીઓ હવે ‘મોંઘા’ શોખ તરફ વળ્યા છે; ૧ કરોડથી વધુ કિંમતના પ્રીમિયમ મકાનોના વેચાણમાં સીધો ૨૮% નો ઉછાળો આવ્યો છે.
  • લાઈફસ્ટાઈલ અપગ્રેડ થતા ૫૦ લાખથી ઓછી કિંમતના (એફોર્ડેબલ) મકાનોના વેચાણમાં ૧૦% નો ઘટાડો જોવા મળ્યો છે.
  • સૌરાષ્ટ્રના પાટનગર તરીકે રાજકોટ પણ હવે અમદાવાદ અને સુરતની સાથે કદમ મિલાવીને રિયલ એસ્ટેટમાં આગળ વધી રહ્યું છે.
  • ૨૦૨૫ના આ આંકડા તો માત્ર ટ્રેલર છે, આવનારા સમયમાં ગુજરાતનું રિયલ એસ્ટેટ માર્કેટ હજુ નવી ઊંચાઈઓ સર કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *