Sampatti Times Real Estate Newspaper

Advertisement

ખુલ્લા પ્લોટના દસ્તાવેજમાં અક્ષાંશ-રેખાંશ અને ફોટા ફરજિયાત: સ્ટેમ્પ ડ્યુટી ચોરી રોકવા સરકારનું મોટું પગલું

Latitude longitude and photos mandatory in open plot documents Governments big step to stop stamp duty evasion

નોંધણી સરનિરીક્ષક અને સુપરિન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ્સનો નવો પરિપત્ર

રાજ્ય સરકારે સ્ટેમ્પ ડ્યુટીની ચોરી અને મિલકતના દસ્તાવેજોમાં થતી ગેરરીતિઓને રોકવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. નોંધણી સરનિરીક્ષક અને સુપરિન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ્સની કચેરીએ જારી કરેલા નવા પરિપત્ર મુજબ, હવે ખુલ્લા પ્લોટવાળી મિલકતોના દસ્તાવેજમાં ફોટોગ્રાફ સાથે અક્ષાંશ અને રેખાંશ ફરજિયાત દર્શાવવાના રહેશે. આ નિર્ણયનો હેતુ બાંધકામવાળી જગ્યાને ખુલ્લા પ્લોટ તરીકે દર્શાવીને થતી છેતરપિંડીને અટકાવવાનો અને સરકારને કરોડો રૂપિયાના નુકસાનથી બચાવવાનો છે. આ ઉપરાંત, મિલકતના ફોટા સાથે પોસ્ટલ સરનામું અને સંબંધિત પક્ષકારોની સહી પણ દસ્તાવેજના ભાગ તરીકે સામેલ કરવાની રહેશે.

રાજ્‍યમાં વિવિધ જગ્‍યાએ સબ રજિસ્‍ટ્રાર કચેરીએ જે દસ્‍તાવેજ વખતે મિલકતના ફોટા રજૂ કરવામાં આવે છે, તેમાં કેટલીક કોમર્શિયલ-રેસિડેન્‍શિયલ મિલકત હોવા છતા આસપાસની ખુલ્લા પ્‍લોટવાળી જગ્‍યાના ફોટા રજૂ કરી દસ્‍તાવેજ કરી દેવામાં આવે છે. જેથી બાંધકામવાળી જગ્‍યા હોવા છતા ખુલ્લી જગ્‍યાનો દસ્‍તાવેજ થવાને કારણે સરકારને સ્‍ટેમ્‍પ ડ્‍યૂટીમાં કરોડો રૂપિયાનું નુકસાન થઇ રહ્યું હોવાનું જણાયું હતુ. આમ સ્‍ટેમ્‍પ ડ્‍યૂટી ચોરી રોકવા સરકારે તાત્‍કાલીક પગલાં લેવા નિર્દેશ આપ્‍યો હતો. જેના પગલે નોંધણી સરનિરીક્ષક અને સુપરિન્‍ટેન્‍ડેન્‍ટ ઓફ સ્‍ટેમ્‍પ્‍સની કચેરીએ નવો પરિપત્ર જારી કર્યો છે. જેમાં હવે ખુલ્લા પ્‍લોટવાળી મિલકતના દસ્‍તાવેજમાં ફોટોગ્રાફ સાથે અક્ષાંશ-રેખાંશ લખવા ફરજિયાત બનાવવામાં આવ્‍યા છે. જેથી હવે જે દસ્‍તાવેજમાં અક્ષાંશ-રેખાંશ નહીં લખવામાં આવ્‍યા હોય તેનો દસ્‍તાવેજ નહીં થાય. ઉપરાંત, મિલકતના ફોટા નીચે પોસ્‍ટલ એડ્રેસ લખી દસ્‍તાવેજ લખી આપનાર-લેનારની સહી પણ કરવાની રહેશે તેવું પણ પરિપત્રમાં જણાવવામાં આવ્‍યું છે.

નોંધણી સર નિરીક્ષક અને સુપરિન્‍ટેન્‍ડેન્‍ટ ઓફ સ્‍ટેમ્‍પ્‍સની કચેરીના અધિકારી જેનુ દેવને પરિપત્ર જારી કર્યો છે જેમાં એવો ઉલ્લેખ કર્યો છે કે, રાજ્‍યની તમામ સબ રજિસ્‍ટ્રાર કચેરીઓમાં નોંધણી અર્થે રજૂ થતા દસ્‍તાવેજોમાં મિલકતનો ફોટો દસ્‍તાવેજના ભાગ તરીકે રાખવામાં આવે છે. અમુક કિસ્‍સામાં સ્‍થળ ઉપર બાંધકામ હોવા છતા પણ ખુલ્લી જમીનના ફોટા દસ્‍તાવેજમાં મિલકતના ભાગ તરીકે સામેલ કરવામાં આવે છે. જેનાથી સરકારને સ્‍ટેમ્‍પ ડ્‍યૂટીની આવકમાં ખૂબ જ નુકસાન જાય છે તેમજ છેતરપિંડીની ઘટનાઓ પણ બને છે. તાજેતરમાં આવા છેતરપિંડીના બનાવોનું -માણ વધવા પામેલ છે. ત્‍યારે ૧ એ-લિથી જે દસ્‍તાવેજ કરવામાં આવશે તેમાં મિલકના એક સાઇડથી બીજી સાઇડ તરફના કલર સાઇઝના ફોટોગ્રાફને મિલકતના વર્ણનવાળા પળષ્ઠની પાછળ તરત જ ચોંટાડવાના રહેશે. ફોટાની નીચે મિલકતનુ પોસ્‍ટલ સરનામુ લખી દસ્‍તાવેજ લખી આપનાર અને લખી લેનાર પક્ષકારોઓ પોતાની સહી કરી દસ્‍તાવેજના ભાગ તરીકે લગાવવાના રહેશે. આ ઉપરાંત ખુલ્લા પ્‍લોટવાળી મિલકતની તબદીલી અંગેના દસ્‍તાવેજ રજૂ થાય ત્‍યારે દસ્‍તાવેજના ભાગ તરીકે જે મિલકતની તબદિલી થાય છે, તે ખુલ્લા પ્‍લોટવાળી મિલક્‍તના ફોટામાં ફોટોવાળા પાના પર મિલકતના અક્ષાંશ અને રેખાંશ ફરજિયાત દર્શાવવાના રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *