રાષ્ટ્રીય ફલક પર છવાયું રાજકોટનું શ્રીશ ડિઝાઈન સ્ટુડિયો
નવી દિલ્હી ખાતે રાજકોટના યુવા ઈન્ટિરિયર ડિઝાઈનર દિશીત પરસાણાને FOAID દ્વારા Gold Medal એનાયત
‘શ્રીશ ડિઝાઈન સ્ટુડિયો LLP’ના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ELITE CHAMBERSને VOX Architecture Ideas Competition કોમર્શિયલ કેટેગરીમાં શ્રેષ્ઠ પુરસ્કાર
રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્ર માટે અત્યંત ગૌરવ અને આનંદની ક્ષણ છે. શહેરના નામાંકિત ઈન્ટિરિયર ડિઝાઈનર અને ‘શ્રીશ ડિઝાઈન સ્ટુડિયો LLP’ના સ્થાપક દિશીત પરસાણાએ પોતાના હુન્નરથી રાજકોટનું નામ રાષ્ટ્રીય સ્તરે રોશન કર્યું છે.
ભારતના આર્કિટેક્ચર અને ડિઝાઈન ક્ષેત્રના સૌથી પ્રતિષ્ઠિત મનાતા ’FOAID Architecture Ideas in Interior Design’ કોમ્પિટિશનમાં, દીષિત પરસાણાના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ‘ELITE CHAMBERS’ ને કોમર્શિયલ કેટેગરીમાં GOLD મેડલ એનાયત કરવામાં આવ્યો છે. FOAID સ્પર્ધામાં ભારતભરમાંથી 1500થી વધુ નામાંકિત આર્કિટેકટ્સ અને ડિઝાઈનર્સે ભાગ લેતા હોય છે, તેમાંથી સખત સ્પર્ધા અને જ્યુરી દ્વારા ઈન્ટરવ્યૂ તથા પ્રોજેક્ટના ઝીણવટભર્યા મૂલ્યાંકન બાદ, દીષિત પરસાણાએ આ મેદાન મારીને શ્રેષ્ઠતા સાબિત કરી છે.
રાષ્ટ્રીય ફલક પર કોમર્શિયલ કેટેગરીમાં આટલું મોટું સન્માન અને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી, દીષિત પરસાણાએ રાજકોટની ડિઝાઈન ક્ષમતાનો પરિચય કરાવ્યો છે. આ ભવ્ય સફળ બદલ તેમના પર ચોમેરથી શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે.
ELITE CHAMBERS એટલે પ્રોડક્ટિવિટી વધારતું એક આદર્શ ‘વર્કસ્પેસ’
રાજકોટ સ્થિત ‘શ્રીશ ડિઝાઈન સ્ટુડિયો’ની કલાત્મક સૂઝનું ઉત્તમ ઉદાહરણ એટલે ’ELITE CHAMBERS’. ચાર્ટર્ડ એકાઉન્ટન્સી અને લો ફર્મના આ 2400 sq. ft. ના પ્રોજેક્ટને પરંપરાગત ઓફિસના કંટાળાજનક ‘બોક્સી’ માળખામાંથી મુક્ત કરી, એક ફ્લુઈડ (Fluid) અને ઓપન એન્વાયર્નમેન્ટ તરીકે વિકસાવવામાં આવ્યો છે. અહીં ગ્રે અને વ્હાઇટના મોનોક્રોમેટિક પેલેટ સાથે નેચરલ લાઈટ અને શેડોનું અદભૂત સંતુલન એક સાત્વિક અને શાંત વાતાવરણ (Serene Workspace) સર્જે છે. ક્ધટેમ્પરરી મિનિમલિઝમ આધારિત આ ડિઝાઈનમાં વુડન ટેક્સચર અને હળવી ગ્રીનરીનો સ્પર્શ ઓફિસને જીવંત બનાવે છે. આ ‘હ્યુમન-સેન્ટ્રિક’ લેઆઉટ માત્ર કામ કરવાનું સ્થળ જ નહીં, પરંતુ પ્રાઈવસી અને કોલેબરેશન વચ્ચે સંતુલન જાળવીને પ્રોડક્ટિવિટી વધારતું એક આદર્શ ‘વર્કસ્પેસ’ પૂરું પાડે છે.
રાજકોટ માટે ગર્વ લેવાની વાત છે, કેમ કે..
FOAID (Festival of Architecture and Interior Designing) અને VOX India દ્વારા છેલ્લા 12 વર્ષોથી આયોજિત થતો આ એવોર્ડ ’GenNext’ (35 વર્ષથી નીચેના) પ્રોફેશનલ્સ માટે એક મોટું પ્લેટફોર્મ છે. આ સ્પર્ધામાં માત્ર કાગળ પરના વિચારો નહીં, પરંતુ વાસ્તવિક રીતે નિર્માણ પામેલા પ્રોજેકટ્સ અને નવીનતાસભર કોમર્શિયલ સ્પેસિસને બિરદાવવામાં આવે છે.
જ્યુરી દ્વારા પ્રોજેક્ટની ફંક્શનાલિટી, મટીરિયલનો નવીન ઉપયોગ, સ્પેશિયલ પ્લાનિંગ અને કોમર્શિયલ વાાયબિલિટી જેવા કડક માપદંડોના આધારે શ્રેષ્ઠ કૃતિની પસંદગી કરવામાં આવે છે, જે આ જીતને વધુ ગૌરવપ્રદ અને પડકારજનક બનાવે છે.
એટલા માટે જ તો ’ELITE CHAMBER’ પ્રોજેક્ટ તેની કાર્યક્ષમતા અને આધુનિક ડિઝાઈન માટે જ્યુરીની પસંદગી પામ્યો તે રાજકોટ-સૌરાષ્ટ્ર માટે ગર્વ લેવાની વાત છે.












Leave a Reply