અટલ સરોવર, ન્યુ રેસકોર્સ, ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર સહિતના આકર્ષણની સાથે બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર
સ્માર્ટ સિટીમાં રોકાણ એ સ્માર્ટ નિર્ણય: ભવિષ્યના રાજકોટમાં રોકાણ કરી ભવિષ્ય સિકયોર બનાવો
સ્માર્ટ સિટીમાં મોટા-મોટા બીઝનેસ હબ પણ બનવા જઇ રહ્યા છે જેથી બીઝનેસમાં પણ નવા સ્કોપ મળશે
રાજકોટ દિવસ અને રાત વિકાસ કરી રહેલું શહેર છે. આ શહેર વિકાસની ધરી પર સતત આગેકુંચ કરી રહ્યું છે. શહેરના વિકાસને વધુ ગતિશીલ બનાવવા સ્માર્ટ સિટી પ્રકલ્પના રૂપમાં અનેરી ભેટ આપવામાં આવી છે. શહેરના નવા ૧૫૦ ફૂટ રીંગ રોડ પર રૈયા ટી.પી ૩૨ માં આકાર લઈ રહેલા સ્માર્ટ સિટી પ્રકલ્પ સંપૂર્ણ રીતે પુરો થશે તે દિવસ આ વિસ્તાર રાજકોટની એક ખાસ અને ઝળહળતી ઓળખ બની રહેશે.
ખાસ આકર્ષણ એવા અટલ સરોવર,ન્યુ રેસકોર્સ આ ઝોનમાં બનાવવામાં આવ્યું તેની સાથે ખૂબજ પહોળા રસ્તા ભવિષ્યના ડેવલોમેન્ટને ધ્યાનમાં લઇને ૮૦ ફૂટથી ૨૦૦ ફૂટ સુધીના રસ્તાઓ તે પણ બીઆરટીએસ રૂટની સાથે હાઇફાઇ સિટી બને તેવા હેતુથી ખૂબજ મોટા પ્લોટને જ મંજૂરી આપવામાં આવી છે. જેથી હાઇરાઈઝ ગગનચુંબી ઇમારતોનું નગર આકાર લેશે.

૯૩૦ એકરના વિશાળ વિસ્તારમાં આકાર લઈ રહેલ સ્માર્ટ સિટીના સંપૂર્ણ વિકાસ માટે અંદાજિત ૨૬૨૩ કરોડના ખર્ચની ગણતરી કરવામાં આવી છે. સરકાર દ્વારા સ્માર્ટ સિટીમાં અટલ સરોવર, ન્યુ રેસકોર્સ, ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર, હોસ્પિટાલિટી, ટ્રાન્સપોર્ટ હબ, સેન્ટ્રલ પાર્ક, નોલેજ ઝોન, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, બસ પોર્ટ, પાર્કિંગ વગેરેનું આયોજન કરવામાં આવ્યું છે.
અટલ સરોવર વિકસીત થઈ રહ્યું છે અને અત્યારથી જ તે રાજકોટની એક અનન્ય ઓળખ બની રહ્યું છે. રોડ-રસ્તા, ડ્રેનેજ, લાઈટ સહિતની પાયાની સુવિધાઓ મહદંશે અહીં ઉપલબ્ધ થઈ ચૂકી છે. ૧૨ એકરમાં સેન્ટ્રલ પાર્ક, ફાઉન્ટેન થિમ ગાર્ડન, વોકિંગ અને જોગિંગ ટ્રેક આવા અનેક આકર્ષણો સ્માર્ટ સિટીની શોભામાં અભિવૃદ્ધિ કરશે. ૭૫ એકરમાં વિકસિત થયેલ અટલ સરોવર ઉપરાંત ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર કે જેમાં ૬૦૦૦ બેઠક વ્યવસ્થાની ક્ષમતા હશે. ૨૦૦ સીટના બે એક્ઝિબિશન હોલ બનશે. ફૂડ કોર્ટ તથા વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ હશે.

રૈયા રોડ સ્માર્ટ સિટી કે જે ટીપી ૩૨ તરીકે પણ ઓળખી શકાય તેમાં ૧૮, ૨૪, ૩૬, ૪૦, ૪૫ અને ૬૦ મીટર ના રોડ છે. રોડની આ સુવિધાના લીધે ટ્રાન્સપોર્ટેશન ખૂબ જ સરળ બનશે. આટલા પહોળા રોડ હોવાથી અહીં મોટાભાગે હાઇરાઇઝ અને લક્ઝરીયસ પ્રોજેક્ટ ભવિષ્યમાં આકાર લેશે. ૭૦૦ કેમેરા ધરાવતો સ્માર્ટ સિટી એરીયા સિક્યુરિટીની દ્રષ્ટિએ પણ સિક્યોર હશે.
રોડ,લાઈટ, ડ્રેનેજ, ગાર્ડન સહિતની માળખાગત સુવિધા ધરાવતો આટલો વિશાળ પ્રોજેક્ટ કદાચ ગિફ્ટ સિટી પછી બીજા ક્રમનો પ્રોજેક્ટ બની રહેશે. ગુજરાત સરકાર સ્માર્ટ સિટીને વર્લ્ડ ક્લાસ રીતે ડેવલપ કરવાની નેમ સાથે કામ કરી રહી છે. જેથી અહીં જરૂરી બધી જ માળખાગત સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે તે દિશામાં ઝડપી કામગીરી થઈ રહી છે.

શહેરની ગીચતાને લીધે હાલમાં ઘણા જ બીઝનેસ શો-રૂમ બહારના ન્યુ ડેવલોપ એરિયામાં હાલમાં અલગ અલગ લોકેશનમાં કરવા પડે છે. તેથી કોઇ એક જ ટાઇપના માર્કેટ એરિયામાં બની શકતા નથી. તે જરૂરિયાત પણ હવે આ સ્માર્ટ સિટીમાં સંતોષાઇ જશે. હવે આ સ્માર્ટ સિટીમાં મોટા-મોટા બીઝનેસ હબ પણ બનવા જઇ રહ્યા છે. તેથી બીઝનેસમાં પણ નવા નવા સ્કોપ મળશે. ટૂંક સમયમાં નામી બિલ્ડરો આ વિસ્તારમાં પ્રોજેક્ટ મુકવા તત્પર છે. પ્લાન્ડ ઇન્ફ્રાસ્ટ્રકચરવાળુ અકે આધુનિક શહેર જેમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ હશે. આ સ્માર્ટ સિટીમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ક્રીમ લોકો માટે અત્યારથી જ આ પસંદગીની પ્લેસ બની રહ્યું છે. સરકારનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ હોવાથી સરકાર તરફથી ઘણાજ પ્રોત્સાહન સ્કીમો આવશે તેવું ચર્ચાઇ રહ્યું છે. ૯૩૦ એકર જમીનમાં દુબઇ,સીંગાપોર, મલેશીયા જેવા શહેરનું નિમાર્ણ રાજકોટમાં થઇ શકે એ વાત વિચારીને જ એક ડ્રીમ પુરૂ થઇ રહ્યું હોય તેવું ફિલ થઇ રહ્યું છે.
સ્માર્ટ સિટી : રાજકોટનું ઉજ્જવળ ભવિષ્ય અહીં વસે છે
આ તમામ બાબતો પરથી એટલો અંદાજ ચોક્કસપણે લગાવી શકાય કે, સ્માર્ટ સિટી એરીયા આગામી દિવસોમાં રાજકોટનો શ્રેષ્ઠ એરીયા પૈકી એક બની રહેશે. અહીંનું ભવિષ્ય ખૂબ જ ઉજળું જણાઈ રહ્યું છે. સ્માર્ટ સિટી એરિયામાં આકાર લેનાર પ્રોજેક્ટની સફળતાની ગેરેન્ટી. એટલે જ સ્માર્ટ સિટી એરિયામાં રોકાણ કરવું એ એક સ્માર્ટ નિર્ણય સમાન છે.

Leave a Reply