સાઈટ પર ચોવીસ કલાક હાજર રહેવાની જરૂર નથી!
રાજકોટ: શું તમે બિલ્ડર / કોન્ટ્રાક્ટર કે કન્સ્ટ્રક્શન વર્ક સાથે જોડાયેલા છો? શું તમારું ફ્લેટ્સ, બંગલોઝ, શો-રૂમ કે ફેકટરીનું કન્સ્ટ્રક્શન કે ઇન્ટિરિયર વર્ક અત્યારે રનિંગમાં છે?
અને સૌથી મહત્વનો સવાલ… શું તમે ઈચ્છો છો કે તમે તમારી કન્સ્ટ્રક્શન સાઈટ પર હાજર ના હોવ, તો પણ ઓફિસ કે ઘરે બેઠા સાઈટનું મેનેજમેન્ટ કરી શકો અને દરેક કામની જાણકારી મેળવી શકો?
જો તમારો જવાબ ‘હા’ હોય, તો… હવે તમારી ચિંતાનો અંત આવી ગયો છે! હવે તમને મળશે ડેઇલી કામનો પ્રોગ્રેસ રિપોર્ટ અને એ પણ તમે ઈચ્છો ત્યારે તમારા મોબાઈલ પર – અમારી “Better Build” એપ્લિકેશન પરથી.
તમે ઓફિસમાં બેઠા હોવ કે બહારગામ હોવ, આ એપ દ્વારા તમને સાઈટનો ડેઈલી પ્રોગ્રેસ રિપોર્ટ મળી જશે. ફાઉન્ડેશનથી લઈને ફાઈનલ પઝેશન સુધીનું કયું કામ ચાલે છે, કેટલું પત્યું અને આવતીકાલે શું કરવાનું છે—આ બધું જ એક ક્લિક પર જોઈ શકાશે.
સાઈટ પર સિમેન્ટ, સ્ટીલ, રેતી કે ટાઈલ્સનો કેટલો સ્ટોક પડ્યો છે અને કેટલો વપરાયો, તેની પળેપળની ખબર તમને રહેશે. એટલું જ નહીં, RMC પ્લાન્ટનું આઉટપુટ હોય કે ક્રેન-જેસીબીના કલાકો, આ એપમાં બધું જ ટ્રેક થઈ શકશે. ચોરી કે બગાડની શક્યતા ઝીરો!
ઘણીવાર ક્લાયન્ટ છેલ્લી ઘડીએ ફેરફાર કરાવે કે એક્સ્ટ્રા કામ કરાવે, જેનો હિસાબ ભુલાઈ જાય છે. આ એપમાં ‘એક્સ્ટ્રા વર્ક’ નો રિપોર્ટ અલગથી જનરેટ થાય છે, જેથી બિલિંગ વખતે કોઈ તકલીફ ન પડે.
ઘણીવાર ટેકનોલોજી સારી હોય પણ ભાષાને લીધે અટકી જાય. પણ Better Build ની ખાસિયત એ છે કે તે ગુજરાતી અને English બંને ભાષામાં છે. એટલે તમારા સુપરવાઈઝર કે કોન્ટ્રાક્ટર પણ તેને સરળતાથી વાપરી શકશે.
શા માટે ‘Better Build’ એપ શ્રેષ્ઠ છે?
● વાપરવામાં એકદમ સરળ: આ એપ ગુજરાતી અને English બંને ભાષામાં ઉપલબ્ધ છે, જેથી કોઈ પણ વ્યક્તિ આસાનીથી ઓપરેટ કરી શકે છે.
● મટીરીયલ મેનેજમેન્ટ: સ્ટીલ, સિમેન્ટ, રેતી, કપચી, ઈંટ, ટાઇલ્સ, પ્લાયવુડ, કલર કે પ્લમ્બિંગનું મટીરીયલ મંગાવવું હોય કે સ્ટોક ચેક કરવો હોય—બધું જ એક ક્લિક પર!
● મશીનરી અને પ્લાન્ટ: RMC પ્લાન્ટનું આઉટપુટ તેમજ ક્રેન અને જેસીબીના કામના કલાકો પણ આ એપમાં જોઈ શકાશે.
● ફાઉન્ડેશનથી ફાઈનલ પઝેશન: કોન્ટ્રાક્ટર, કારીગર, લેબર કે એજન્સીએ કેટલું કામ કર્યું અને સિક્યુરિટી ગાર્ડના રિપોર્ટ સાથે આવતીકાલે શું કામ કરવાનું છે, તે મોબાઈલમાં જ નક્કી થઈ જશે.
● એક્સ્ટ્રા વર્કનો હિસાબ: ઘણીવાર પાર્ટી કે કસ્ટમર જે વધારાના ફેરફાર (Extra Work) કરાવે છે, તેનું રિપોર્ટિંગ પણ આ એપમાં અલગથી જોઈ શકાશે, જેથી બિલિંગમાં સરળતા રહે.
એક રૂપિયો પણ ખર્ચ્યા વગર ‘ટેસ્ટ’ કરો:
Better Build એપના તમામ પ્રીમિયમ ફીચર્સ 7 દિવસ સુધી ફ્રીમાં વાપરો અને તમારા કામમાં થતો ફેરફાર જાતે જ અનુભવો.












Leave a Reply