Sampatti Times Real Estate Newspaper

Advertisement

સસ્ટેનેબલ બિલ્ડિંગ મટીરિયલ્સ જે પૈસા સાથે પર્યાવરણ પણ બચાવશે

Sustainable building materials that will save money and the environment

👉 તમારૂં ઘર બનાવો, પરંતુ સમજદારી સાથે, ઈકો-ફ્રેન્ડલી રીતે !

👉 જ્યારે આપણે સસ્ટેનેબલ બિલ્ડિંગ મટીરિયલ્સ પસંદ કરીએ છીએ, ત્યારે આપણે માત્ર આપણું ઘર જ નથી બનાવતા, પણ આપણા ભવિષ્યને પણ સુરક્ષિત કરીએ છીએ : સોહમ કોરગાવકર

રાજકોટ: શું તમે ઘર બનાવવાનું વિચારી રહ્યા છો? તો સાંભળો! હવે જૂની અને પર્યાવરણને નુકસાન કરતી સામગ્રીને ભૂલી જાવ! હવે ઈકો-ફ્રેન્ડલી મટીરિયલ્સનો ઉપયોગ કરવામાં જ સમજદારી છે. પ્રકૃતિને બચાવતા પૈસાની બચત કરો અને ભવિષ્ય માટે એક મજબૂત, ટકાઉ ઘર બનાવો! આ માટે આજે આપના માટે ખાસ જબરદસ્ત સસ્ટેનેબલ બિલ્ડિંગ મટીરિયલ્સ વિશે જણાવીશું જે તમારા ઘરને તો સુંદર બનાવશે જ, પણ સાથે સાથે આપણા પર્યાવરણની પણ રક્ષા કરશે!

ઇંટોને કહો “હવે બદલાવનો સમય છે!” – ફ્લાય એશ ઇંટો:
હવે આપણી પાસે છે ફ્લાય એશ ઇંટો! આ ઇંટો કોલસા આધારિત પાવર પ્લાન્ટના કચરામાંથી બને છે. આ માત્ર કચરાનો ઉપયોગ જ નથી કરતી, પણ તે પરંપરાગત ઇંટો કરતાં વધુ મજબૂત અને ટકાઉ પણ હોય છે!

Real Estate E-magazine

રિસાયકલ કરેલા કોંક્રિટ અને મેટલ:
હવે આપણે રિસાયકલ કરેલા કોંક્રિટનો ઉપયોગ કરી શકીએ છીએ! જૂના બાંધકામોમાંથી નીકળેલા કોંક્રિટને ફરીથી ઉપયોગમાં લેવામાં આવે છે. આ ઉપરાંત સ્ટીલ અને એલ્યુમિનિયમ જેવી ધાતુઓને રિસાયકલ કરી શકાય છે અને તે નવી ધાતુ જેટલી જ મજબૂત હોય છે. રિસાયકલ કરેલી ધાતુનો ઉપયોગ કરવાથી ખાણકામની જરૂરિયાત ઓછી થાય છે અને પર્યાવરણ પરનો બોજો પણ ઘટે છે.જેનાથી કુદરતી સંસાધનોની બચત થાય છે.

રિસાયકલ કરેલું લાકડું અથવા વાંસનો ઉપયોગ:
લાકડું હંમેશાંથી ઘર બનાવવા માટે એક સુંદર અને કુદરતી સામગ્રી રૂપે આપણે રિસાયકલ કરેલા લાકડાનો ઉપયોગ કરી શકીએ છીએ. જૂના ઘરો, ફર્નિચર અથવા તો રેલવેના પાટામાંથી મળેલા લાકડાને ફરીથી ઉપયોગમાં લઈને આપણે પર્યાવરણને બચાવી શકીએ છીએ. આ ઉપરાંત વાંસ એક એવી અદ્ભુત સામગ્રી છે જે ખૂબ જ ઝડપથી ઉગે છે અને તે ખૂબ જ મજબૂત પણ હોય છે. તેનો ઉપયોગ ઘર બનાવવા માટે એક ઉત્તમ વિકલ્પ બની શકે છે. તે આપણા ઘરમાં એક વિન્ટેજ લુક પણ આપી શકે છે!

છતને બનાવો ગ્રીન રૂફ:
તમારા મકાનની છત પર છોડ અને ઘાસ ઉગાડવાથી તે ઇન્સ્યુલેશનનું કામ કરે છે. ગ્રીન રૂફ તમારા ઘરને ઉનાળામાં ઠંડુ અને શિયાળામાં ગરમ રાખવામાં મદદ કરે છે, જેનાથી ઉર્જાની બચત થાય છે.

તો મિત્રો, આ હતી કેટલીક એવી ટકાઉ મકાન સામગ્રી જેનો ઉપયોગ કરીને તમે એક સુંદર અને પર્યાવરણને અનુકૂળ ઘર બનાવી શકો છો. યાદ રાખો, જ્યારે આપણે ટકાઉ સામગ્રી પસંદ કરીએ છીએ, ત્યારે આપણે માત્ર આપણું ઘર જ નથી બનાવતા, પણ આપણા ભવિષ્યને પણ સુરક્ષિત કરીએ છીએ. તો ચાલો, આ વખતે જ્યારે તમે ઘર બનાવો, ત્યારે પર્યાવરણનો પણ વિચાર કરો!

whatsapp app1 02 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *