Sampatti Times Real Estate Newspaper

Advertisement

બજેટ 2026નું સરવૈયું : રાજકોટના રિયલ એસ્ટેટ માર્કેટમાં તેજીના નવા સંકેત

Budget 2026 Summary: New signs of boom in Rajkot's real estate market

રોકાણકારો માટે હવે કયા વિસ્તારો શ્રેષ્ઠ?

આ વખતે ગાંધીનગરમાં જે થયું તે માત્ર એક બજેટ નહોતું, પણ આવનારા ભવિષ્યનો દસ્તાવેજ હતો. એક તરફ દિલ્હીથી નિર્મલા સીતારમણજીએ ટિયર-2 શહેરો માટે તિજોરી ખોલી, અને બીજી તરફ આપણા કનુભાઈ દેસાઈએ ‘વિકસિત ગુજરાત’ના રોડમેપ સાથે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને જબરદસ્ત બૂસ્ટર ડોઝ આપ્યો છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની આ નીતિઓનો સૌથી મોટો અને સીધો ફાયદો સૌરાષ્ટ્રના પાટનગર-આપણા રાજકોટને મળવાનો છે! આ ‘ડબલ બોનાન્ઝા’ છે. જે રોકાણકાર આજે આ ગ્રોથનું ગણિત સમજી જશે, તે આવતીકાલે દુનિયા કરતા બે ડગલાં આગળ હશે.


રિયલ એસ્ટેટનો સીધો નિયમ છે-જ્યાં રસ્તો અને કનેક્ટિવિટી પહોંચે, ત્યાં વિકાસ પહોંચે જ. હિરાસર એરપોર્ટ અને હાઈવે ડેવલપમેન્ટના કારણે રાજકોટની હદ હવે વિસ્તરી ગઈ છે. જે લોકો લાંબા ગાળાનું વિચારે છે, તેમના માટે આ વિસ્તારો ’હોટ ફેવરિટ’ છે.

પ્રેક્ટિકલ વાત: ઇન્ડસ્ટ્રીયલ અને લોજીસ્ટીક ગ્રોથ માટે હિરાસર તરફનો ઝુકાવ વધ્યો છે. અહીં AERO Industrial Park જેવા પ્રોજેકટ્સ લોકેશનનો પૂરો લાભ આપી રહ્યા છે. ભવિષ્યમાં આ વિસ્તારમાં જ સૌથી વધુ મુવમેન્ટ રહેવાની છે.


બજેટમાં TP સ્કીમ્સ અને રિંગ રોડના વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો છે. શહેર જ્યારે મોટું થાય ત્યારે જે લોકો આઘું જોઈ શકતા હોય, તેઓ જ કમાય છે. વિકસતા વિસ્તારોમાં આજે લીધેલો પ્લોટ કાલે સોનાની લગડી બની શકે છે.

પ્રેક્ટિકલ વાત: રોકાણ માટે અત્યારે ‘નારણકા’ જેવી સાઈટ પર નજર દોડાવવી જોઈએ. રિંગ રોડ-3 અને એજ્યુકેશન ઝોનની નજીક હોવાથી, અહીં ભાવ વધવાની શક્યતાઓ સૌથી વધુ છે. આ એક ગણતરીપૂર્વકનું રોકાણ કહી શકાય.


લોકોની આવક વધી છે અને સાથે અપેક્ષાઓ પણ. હવે લોકોને માત્ર રહેવા માટે છત નથી જોઈતી, પણ સુખ-સુવિધાઓ જોઈએ છે. એટલે જ સાદા એપાર્ટમેન્ટ કરતા સારા લોકેશન અને સુવિધાવાળા પ્રોજેકટ્સની માંગ નીકળી છે.

પ્રેક્ટિકલ વાત: જો તમે રહેવા માટે ઘર શોધતા હોવ, તો ‘શારદા સ્પર્શ’ એક ઉત્તમ ઉદાહરણ છે. AIIMS રોડ પરનું લોકેશન અને 3 લિફ્ટ જેવી સુવિધાઓ-આ બધું તમારા જીવનધોરણને ઊંચું લાવે છે. આજના સમયમાં આવું ઘર હોવું એ એક જરૂરિયાત બની ગઈ છે.



રાજકોટ સૌરાષ્ટ્રનું વ્યાપારી પાટનગર છે. નવી કંપનીઓ અને બ્રાન્ડ્સ શહેરમાં આવી રહી છે, ત્યારે મેઈન રોડ પરની કોમર્શિયલ પ્રોપર્ટીનું મહત્વ વધ્યું છે. ભાડાની સારી આવક માટે આ સેગમેન્ટ બેસ્ટ છે.

પ્રેક્ટિકલ વાત: ધંધો વધારવો હોય તો એડ્રેસ પણ દમદાર જોઈએ. 150 ફૂટ રિંગ રોડ પર આવેલું ‘The Capital’ અત્યારે બિઝનેસ માટે પ્રાઈમ ચોઈસ છે. અહીં તમારી ઓફિસ હોવી એ તમારા ક્લાઈન્ટ પર સારો પ્રભાવ પાડે છે.

Adani International School nearby properties Bank Interest Rate Commercial Projects SG Highway Dog Flats near Nirma University Furniture Industry India High End Living India Home Decor Home Decor Trends IndiaWood 2026 Investment Opportunities Lofy Home Lulu Mall Ahmedabad Luxury Furniture Modern Homes Property Property Investment Property Listings Rajkot Property Market Rajkot Real Estate Real Estate Real Estate Gujarat Real Estate Laws Real Estate Magazine Real Estate News Retail Expansion RMC E-Auction 2026 Trogon Group Ahmedabad Trogon Twin Towers ઈન્ટીરીયર ડિઝાઈન કોમર્શિયલ પ્લોટ વેચાણ ગુજરાત બિઝનેસ ગુજરાત રિયલ એસ્ટેટ જમીન હરાજી ટર્નકી પ્રોજેક્ટ્સ પ્રોપર્ટી ઈન્વેસ્ટમેન્ટ ફર્નિચર માર્કેટ રાજકોટ મહાનગરપાલિકા રાજકોટ રિયલ એસ્ટેટ રિયલ એસ્ટેટ સમાચાર રેસિડેન્શિયલ પ્લોટ રૈયા રોડ પ્લોટ લક્ઝરી હોમ ડેકોર સંપત્તિ ટાઈમ્સ ૧૫૦ ફૂટ રિંગ રોડ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *