Sampatti Times Real Estate Newspaper

Advertisement

Bond of Business – 007 સ્ટાઈલ, લક્ઝરી સુવિધા અને શ્રેષ્ઠ લોકેશન: વેલકમ ટુ ‘Armani One’

Bond of Business - 007 Style, Luxury Amenities and the Best Location: Welcome to 'Armani One'

બિઝનેસ આઈકોન ‘Armani One’ નું 7 લક્ઝરી કારની રેલી અને જેમ્સ બોન્ડ થીમ્ડ ગ્રાન્ડ એન્ટ્રી સાથે રાજકોટના રિયલ એસ્ટેટમાં ઐતિહાસિક લોન્ચિંગ

મુકેશભાઈ શેઠ, મૌલેશભાઈ ઉકાણી, પરેશભાઈ ગજેરા સહિતના સમાજ શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં પ્રોજેક્ટ સાઈટ પર કામ કરતા શ્રમિકોના બાળકોના હસ્તે પ્રોજેક્ટનું ઉદઘાટન કરાવી સામાજિક દાયિત્વનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી શિલ્પન અને સંસ્કૃતિ ગ્રુપે આવા બાળકોના શિક્ષણની સ્વૈચ્છિક જવાબદારી નિભાવી માનવતાની મહેક પ્રસરાવી

રાજકોટનું રિયલ એસ્ટેટ માર્કેટ હંમેશા કંઈક નવું કરવા માટે જાણીતું છે, પરંતુ કાલાવડ રોડ પર આકાર લઈ રહેલા ‘Armani One’ પ્રોજેક્ટના લોન્ચિંગે ભવ્યતાની નવી વ્યાખ્યા લખી છે. રિયલ એસ્ટેટના બે પ્રતિષ્ઠિત નામો – શિલ્પન ગ્રુપ અને સંસ્કૃતિ ગ્રુપ – ના સંયુક્ત સાહસ દ્વારા નિર્મિત આ પ્રોજેક્ટ માત્ર કોંક્રિટનું માળખું નથી, પરંતુ “Bond of Business” ની ફિલોસોફી પર આધારિત એક અત્યાધુનિક કોર્પોરેટ લેન્ડમાર્ક છે.

Bond of Business - 007 Style, Luxury Amenities and the Best Location: Welcome to 'Armani One'
Bond of Business – 007 Style, Luxury Amenities and the Best Location: Welcome to ‘Armani One’

રાજકોટના ઇતિહાસમાં ક્યારેય ન જોયું હોય તેવું આ પ્રોજેક્ટનું લોન્ચિંગ “Classy Royale” થીમ પર કરવામાં આવ્યું હતું. જેમ્સ બોન્ડની અદા, શિસ્ત અને અત્યાધુનિક વિચારસરણીને બિઝનેસ સાથે જોડીને એક અનોખું કેમ્પેઈન ચલાવવામાં આવ્યું. 7 લક્ઝરી કારની ભવ્ય રેલીએ રાજકોટના માર્ગો પર આકર્ષણ જમાવ્યું હતું. આ પ્રસંગે રાજકોટના નામાંકિત અગ્રણીઓ જેમ કે મુકેશભાઈ શેઠ, મૌલેશભાઈ ઉકાણી (બાન લેબ્સ), પરેશભાઈ ગજેરા (ક્રેડાઈ ચેરમેન), ભરતભાઈ બોઘરા અને અમિતભાઈ ત્રાંબડિયા જેવા સમાજ શ્રેષ્ઠીઓએ ખાસ હાજરી આપી પ્રોજેક્ટને વધાવ્યો હતો.

એક તરફ લક્ઝરી અને ગ્લેમર હતું, તો બીજી તરફ હૃદયસ્પર્શી સંવેદના. પ્રોજેક્ટનું ઉદઘાટન કોઈ નેતા કે સેલિબ્રિટી પાસે નહીં, પરંતુ સાઈટ પર કામ કરતા શ્રમિકોના બાળકોના હસ્તે રિબન બાંધીને કરવામાં આવ્યું હતું. શિલ્પન અને સંસ્કૃતિ ગ્રુપે માત્ર બિલ્ડિંગ જ નહીં, પરંતુ ભવિષ્ય પણ બનાવ્યું છે – તેમણે આ બાળકોના શિક્ષણની જવાબદારી સ્વીકારીને સાચા અર્થમાં ‘બોન્ડ ઓફ હ્યુમાનિટી’ સાબિત કર્યું છે. એટલું જ નહીં, Armani One માં દરેક ફ્લોર પર સ્ટાફને જમવા માટે ડેડિકેટેડ લંચ એરિયા ફાળવીને એક નવીન ચીલો ચાતર્યો છે.

“જ્યારે વિઝન, લોકેશન અને વેલ્યુઝ એક સાથે મળે છે, ત્યારે સર્જન થાય છે – ARMANI ONE.”

Key Features:
● Bond of Endless Amenities: કોમર્શિયલ પ્રોજેક્ટ્સની સૌથી મોટી સમસ્યાનું નિવારણ લાવતું 3 લેવલ બેઝમેન્ટ પાર્કિંગ + 3 લેયર વ્હીકલ પાર્કિંગ સિસ્ટમ, 6 હાઈ-સ્પીડ લિફ્ટ્સ સહિતની સુવિધાઓ સાથેનું અલ્ટ્રા-મોડર્ન કોમર્શિયલ હબ
● Bond of Endless Opportunities: બિઝનેસ ગ્રોથ માટે શ્રેષ્ઠ લોકેશન કાલાવડ મેઈન રોડ, રંગોલી રેસ્ટોરન્ટની બાજુમાં, રાજકોટનું સૌથી વિકસિત કોર્પોરેટ હબ
● Bond of Humanity: સ્ટાફની સુવિધા માટે દરેક ફ્લોર પર ડેડિકેટેડ ‘લંચ એરિયા’ – રાજકોટમાં પ્રથમ વખત આવું વિઝનરી પ્લાનિંગ
● A Corporate Masterpiece: આર્કિટેક્ટ ભવેશ પટેલ (ક્યુબ ડિઝાઈન) દ્વારા રાજકોટના બિઝનેસ ક્લાસ માટે ડિઝાઈન કરાયેલ આ ડ્રીમ પ્રોજેક્ટના ગ્રાઉન્ડ અને ફર્સ્ટ ફ્લોર પર 14 ફૂટની હાઈટ ધરાવતા વિશાળ શો-રૂમ્સ અને 3 થી 13 માળ સુધી પ્રીમિયમ ઓફિસો ઉપલબ્ધ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *