Sampatti Times Real Estate Newspaper

Advertisement

ગૂગલ, માઈક્રોસોફ્ટ, એમેઝોન જેવીધુરંધર IT કંપનીઓ ગુજરાતમાં? હા.. આવી રહી છે ‘ગિફ્ટ’માં ..

Big IT companies like Google, Microsoft, Amazon in Gujarat? Yes.. they are coming in 'GIFT'..

ગિફ્ટ સિટીની બાજુમાં આકાર લેશે AI અને ITનું નવું સામ્રાજ્ય

દુનિયાની ટોપ-10 કંપનીઓ ગુજરાત આવશે, હજારો નવી નોકરીઓ અને મકાનોની ડિમાન્ડ વધશે

જમીન હોય તો સાચવી રાખજો બાપલીયા! સરકારના નવા પ્રોજેક્ટથી પ્રોપર્ટીના ભાવ આસમાને જશે; અમદાવાદના રિયલ એસ્ટેટમાં ફૂંકાશે ‘તેજી’નું વાવાઝોડું!

જો તમે અમદાવાદમાં નવું ઘર લેવાનું વિચારતા હોવ તો ઉત્તર અને પશ્ચિમ અમદાવાદ (વૈષ્ણોદેવી સર્કલથી ગાંધીનગર તરફનો પટ્ટો) અત્યારે હોટ ફેવરિટ છે. ઉપરાંત આ પ્રોજેક્ટ માત્ર ગાંધીનગર પૂરતો સીમિત નથી, સરકાર ટીયર-2 અને ટીયર-3 શહેરોમાં પણ IT પાર્ક બનાવશે, એટલે આખા ગુજરાતમાં માહોલ સુધરશે.

જો તમારી પાસે અમદાવાદ કે ગાંધીનગરની આસપાસ નાનો-મોટો પ્લોટ કે ફ્લેટ પડ્યો હોય તો એને જીવની જેમ સાચવજો હો! કારણ કે ગુજરાત સરકાર હવે જે પ્લાન લાવી રહી છે, તેનાથી રિયલ એસ્ટેટ માર્કેટમાં જબરી ‘મૂવમેન્ટ’ આવવાની તૈયારી છે. વાત જાણે એમ છે કે, સરકાર હવે ગિફ્ટ સિટીની બરાબર બાજુમાં એક જોરદાર ‘IT અને AI ક્લસ્ટર’ ઊભું કરવા જઈ રહી છે.

અત્યાર સુધી આપણે બેંગ્લોર કે હૈદરાબાદનું નામ સાંભળીને નિસાસા નાખતા હતા કે “આપણી ત્યાં આવું ક્યારે થશે?” પણ હવે સરકાર કમર કસી રહી છે. પ્લાન એવો છે કે દુનિયાની ટોપ-10 ટેકનોલોજી કંપનીઓ (જેમ કે ગૂગલ, માઈક્રોસોફ્ટ, મેટા, ઓરેકલ) ને લાલ જાજમ પાથરીને ગુજરાતમાં લાવવી. સરકાર એમને જમીન, ટેક્સ અને બીજી અનેક બાબતોમાં છૂટછાટ આપશે જેથી તેઓ અહીં પોતાની ઓફિસો ધમધમાવે.જ્યારે આ કંપનીઓ આવશે, ત્યારે લખલૂટ પગારવાળા એન્જિનિયરો અને પ્રોફેશનલ્સનો પણ ધસારો થશે. સીધી વાત છે, આ લોકો રસ્તા પર તો રહેશે નહીં! તેમને જોઈશે લક્ઝુરિયસ ફ્લેટ અને સુવિધાવાળા મકાનો.

આનો સીધો ફાયદો કોને થશે? મકાન માલિકોને! ભાડાની આવકમાં તો જલસા પડી જશે, પણ સાથે પ્રોપર્ટીના ભાવ પણ આસમાને પહોંચશે. ખાસ કરીને વૈષ્ણોદેવી સર્કલથી ગિફ્ટ સિટી તરફનો આખો રોડ સોનાની લગડી બની જશે. અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેનું અંતર હવે માત્ર નકશામાં જ રહેશે, બાકી વિકાસમાં બંને એક થઈ જશે.

ટૂંકમાં કહીએ તો… ગુજરાત સરકાર હવે ડિજિટલ ઇકોનોમીને બુસ્ટર ડોઝ આપવા જઈ રહી છે. “Invest in Digital Gujarat” ના નારા સાથે દેશ-વિદેશના રૂપિયા ગુજરાતમાં ઠલવાશે. સરકાર જમીન અને ટેક્સમાં ઈન્સેન્ટિવ્સ આપી રહી છે, એટલે ડેવલપમેન્ટ રોકેટ ગતિએ થશે. રોકાણકારો માટે આ ‘સુવર્ણકાળ’ છે. જો અત્યારે રહી ગયા તો પછી કહેતા નહીં કે મોકો ચૂકી ગયા અને ભાવ વધી ગયા! ટૂંકમાં, હવે અમદાવાદનું રિયલ એસ્ટેટ માર્કેટ પણ બેંગ્લોર-હૈદરાબાદને ટક્કર મારે તો નવાઈ નહીં!

💡 રોકાણકારોની નજર ક્યાં છે?

અત્યારે બજારના જાણકારો અને સ્માર્ટ રોકાણકારોએ તો અત્યારથી જ ફિલ્ડિંગ ભરી દીધી છે! હાલ માર્કેટમાં Trogon Group, Kavisha Group અને Vraj Kailash Group જેવા અગ્રણી અને વિશ્વાસપાત્ર ડેવલપર્સના પ્રોજેક્ટ્સ પર ઇન્વેસ્ટર્સ મીટ માંડીને બેઠા છે. ક્યાં અને કેટલું રોકાણ કરવું તે માટે City Estate Management જેવા અનુભવી કન્સલ્ટન્ટનું સચોટ માર્ગદર્શન લઈને લોકો ‘સેફ અને પ્રોફિટેબલ’ નિર્ણયો લઈ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *