Sampatti Times Real Estate Newspaper

Advertisement

RPCAની સફળ સફર, હવે “વિજય વિશ્ર્વાસ ભણી

Rajkot-Property-Consultant-Association,-a-prestigious-real-estate-organization,-enters-its-10th-year-auspiciously

રિયલ એસ્ટેટના પ્રતિષ્ઠિત સંગઠન રાજકોટ પ્રોપર્ટી કન્સલન્ટન્ટ એસોસિએશનનો ૧૦ માં વર્ષમાં મંગલ પ્રવેશ

નવા પ્રમુખ તરીકે વિજયભાઇ જાની, ઉપપ્રમુખ માટે શૈલેષભાઇ શાહ, સેક્રેટરીની તરીકે કેતનભાઇ મહેતાની વરણીથી સંગઠનને મળશે નવી દિશા, નવુ જોમ : રિયલ એસ્ટેટ ક્ષેત્રની અગ્રણી હસ્તીઓની ઉપસ્થિતિથી વરણી સમારોહ દિપી ઉઠયો

રાજકોટમાં રિયલ એસ્ટેટ માર્કેટમાં માનભેર સ્થાન ધરાવનાર સંગઠન આર.પી.સી.એ. એટલે કે, રાજકોટ પ્રોપર્ટી કન્સલન્ટન્ટ એસોસિએશનનો દશમાં વર્ષમાં મંગલ પ્રવેશ થયો છે. આ તકે યોજાયેલા સમારોહમાં સંગઠનના નવા પ્રમુખ તરીકે વિજયભાઇ જાનીની પસંદગી કરવામાં આવી હતી.જયારે ઉપપ્રમુખના પદ માટે શૈલેષભાઇ શાહ તથા સેક્રેટરીની પોસ્ટ માટે કેતનભાઇ મહેતાની વરણી કરવામાં આવી છે.

DSC06501


રાજકોટમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રના પ્રશ્ર્નોને રજુ કરનાર અને તેનો સચોટ ઉકેલ લાવનાર સંગઠન આરપીસીએ હવે દાયકાની સફળ સફર તરફ આગળ વધી રહ્યું છે. ૧૦૦ થી વધુ સભ્યોના આ સંગઠનમાં નવી ઉર્જા અને નવી ચેતના લાવવાના આશય સાથે રાજકોટના કાલાવડ રોડ પર આવેલી હોટેલ કે. ક્રંચીમાં તાજેતરમાં એક સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. સંગઠનની નવમી વર્ષગાંઠ અને દશમાં વર્ષમાં મંગલ પ્રવેશની ક્ષણે યોજાયેલા આ સમારોહમાં સંગઠનના નવા હોદેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.જેમાં સંગઠનના પ્રમુખ પદે વિજયભાઇ જાની, ઉપપ્રમુખ તરીકે શૈલેષભાઇ શાહ, સેક્રેટરી તરીકે કેતનભાઇ મેહતા અને ટ્રેઝરર તરીકે નીરજભાઇ ખંભાતીની વરણી કરવામાં આવી હતી. સાથોસાથ સંગઠનના સક્રીય સભ્યો તરીકે પ્રકાશભાઇ શાહ, અર્પિતભાઇ શાહ, જસ્મિનભાઇ શેઠ, મુંજાલભાઇ ચૌહાણ, માધવભાઇ માલવીયા, ચેતનભાઇ વિઠલાણી અને અતુલભાઇ સુરાણીની પસંદગી કરવામાં આવી છે.

DSC06819


આ સમારોહમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રની અગ્રણી હસ્તીઓએ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભામાં અભિવૃધ્ધિ કરી હતી.જેમાં રાજકોટ બિલ્ડર એસોસિએશનના પ્રમુખ પરેશભાઈ ગજેરા, ચેરમેન અમિતભાઈ ત્રાંબાડિયા, ઉપપ્રમુખ દિલિપભાઈ લાડાણી, સેક્રેટરી સંદીપભાઈ સાવલિયા તથા ટ્રેઝરર રાજદીપસિંહ જાડેજાની હાજરીથી કાર્યક્રમ દિપી ઉઠયો હતો. આ સિવાય ઓસ્કાર ગ્રૂપના પાર્થભાઈ તળાવીયા, આર.કે. ગ્રૂપના સર્વાનંદભાઈ સોનવાણી અને ક્રેડાઈ ગુજરાત કમિટીના પ્રતિનિધિઓ, સંપત્તિ ટાઈમ્સના રાજેશભાઈ દત્તાણીની હાજરીથી કાર્યક્રમને ચાર ચાંદ લાગ્યા હતાં. મહેમાનોનું પુષ્પગુચ્છ અને મોમેન્ટો દ્વારા સ્વાગત કરાયું હતું જયારે સભ્યોને સન્માનપત્રો આપી સમ્માનિત કરવામાં આવ્યા હતાં.

સંગઠનનો વ્યાપ વિસ્તારવાની નેમ વ્યકત કરતા નવનિયુકત પ્રમુખ વિજયભાઇ જાની

DSC06733 1

રાજકોટ રિયલ એસ્ટેટ સંગઠનના નવનિયુકત પ્રમુખ વિજયભાઇ જાનીએ જણાવ્યું હતું કે, ૨૦૧૬માં નાનકડા પ્રયાસ ‚પે આરંભાયેલ આ સંગઠન આજે ૨૦૨૫માં રાજકોટ અને જુનાગઢની સાથે મળીને ૧૦૦થી વધુ સક્રિય સભ્યો સુધી પહોંચી ચૂકયુ છે. આજે આ સંગઠન નાનાં અને મોટાં બ્રોકરો, કોમર્શિયલ, રેસિડેનશિયલ અને જમીન ક્ષેત્રે નિપુણતા ધરાવતા મેમ્બર્સની ઉત્તમ ટીમ થકી એક મજબુત સંગઠન બન્યું છે. હવે સંગઠનનો વ્યાપ વધારી સૌરાષ્ટ્રના જામનગર, ભાવનગર, અમરેલી, મોરબી, પોરબંદર, સુરેન્દ્રનગર અને ગાંધીધામ-ભુજ જેવા શહેરોમાં સંગઠમાં સભ્યો જોડાઇ તેવા સક્રીય પ્રયાસ કરવાની નવનિયુકત પ્રમુખે નેમ વ્યકત કરી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *