👉 સ્ટ્રક્ચર ડિઝાઇન એટલે પ્રોજેક્ટની સફળતાની બ્લુપ્રિન્ટ
👉 સંપત્તિ ટાઈમ્સ સાથેની ખાસ મુલાકાતમાં શ્રીકર કન્સ્ટ્રકશનના યુવા ઇજનેર રણજીતસિંહ પરમારે બાંધકામ ક્ષેત્રે તેમની સફળતા અને મહત્વના મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો
👉 શ્રીકર કન્સ્ટ્રકશનના યુવા ઇજનેર રણજીતસિંહ પરમાર સાથે એક્સક્લુઝીવ ડીબેટ રિયલ એસ્ટેટ એન્ટરપ્રિન્યોર્સ માટે સફળતાની કેડી કંડારે છે
રાજકોટ: સૌરાષ્ટ્રના રિયલ એસ્ટેટ સેક્ટરમાં બાંધકામમાં શ્રીકર કન્સ્ટ્રકશન કંપનીની પ્રશંસા થાય છે. કંપનીના યુવા સિવિલ એન્જિનિયર રણજીતસિંહ પરમારે ૧૦૦થી વધુ પ્રોજેક્ટ્સનો અનુભવ મેળવ્યો છે. તેમણે “સંપત્તિ ટાઈમ્સ” સાથેની મુલાકાતમાં બાંધકામ ક્ષેત્રની મહત્વપૂર્ણ તકનીકો, ચુનોતિઓ અને ભવિષ્યના ટ્રેન્ડ્સ પર ચર્ચા કરી. તેમની સાથેની આ ચર્ચા રિયલ એસ્ટેટ ક્ષેત્રે નવા સાહસ ખેડતા બિલ્ડર્સ માટે સફળતાની કેડી કંડારે છે. તેમની સાથે થયેલી ચર્ચાના અંશ અહીં પ્રસ્તુત કરીએ છીએ.

સંપત્તિ ટાઈમ્સ: રણજીતસિંહજી, કન્સ્ટ્રકશન આજે ગુજરાતનાં જાણીતા નામોમાંનું એક છે. તમારી સફળતાની ચાવીઓ શું છે?
રણજીતસિંહ પરમાર: અમારી સફળતાનો મુખ્ય આધાર અમારા વર્ષોના અનુભવ અને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ છે. મેં પોતે બ્રિજ સહિતના મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં કામ કર્યું છે, જેનો અનુભવ રહેણાંક અને કોમર્શિયલ પ્રોજેક્ટ્સમાં પણ ખૂબ જ ઉપયોગી થાય છે. આ ઉપરાંત, અમે હંમેશાં લેટેસ્ટ ટેકનોલોજીને અપનાવવા પર ભાર મૂકીએ છીએ, જેથી શ્રેષ્ઠ ગુણવત્તાનું બાંધકામ આપી શકીએ.
સંપત્તિ ટાઈમ્સ: કોઈપણ નિર્માણના પાયાની જરૂરીયાતો વિશે શું કહેશો?
રણજીતસિંહ પરમાર: જુઓ, કોઈપણ બાંધકામ માટે સ્ટ્રક્ચર ડિઝાઇન એ પાયાની જરૂરિયાત છે. એક સારી સ્ટ્રક્ચર ડિઝાઇન માત્ર બિલ્ડિંગને મજબૂતાઈ જ નથી આપતી, પરંતુ તેની આવરદા પણ વધારે છે અને બાંધકામ ખર્ચમાં પણ ઘટાડો કરે છે. કન્સ્ટ્રકશનમાં કેટલું સ્ટીલ વાપરવું જોઈએ, અન્ય મટિરિયલનો કેવી રીતે શ્રેષ્ઠ ઉપયોગ કરવો જોઈએ તે સહિતની બાબતો સ્ટ્રક્ચર ડિઝાઇન દ્વારા નક્કી કરી શકાય છે. પ્રોપર પ્લાનિંગ અને ઇફેક્ટિવ કોસ્ટ મેનેજમેન્ટ માટે સ્ટ્રક્ચર ડિઝાઇન ખૂબ જરૂરી છે.
સંપત્તિ ટાઈમ્સ: કન્સ્ટ્રકશન કામગીરીમાં ટેકનોલોજીના શ્રેષ્ઠ ઉપયોગનું ઉદાહરણ આપશો?
રણજીતસિંહ પરમાર: આજકાલ રેડીમીક્સ કોન્ક્રીટનો ઉપયોગ વધી રહ્યો છે કારણ કે તેમાં ઓટોમેશન દ્વારા ખૂબ જ ચોકસાઈથી અને ગુણવત્તાયુક્ત કોન્ક્રીટ તૈયાર થાય છે. રેડીમીક્સ કોન્ક્રીટના ઉપયોગથી સ્ટ્રક્ચરની આવરદા વધે છે અને લાંબા ગાળે ખર્ચ પણ ઓછો આવે છે. રાજકોટના લોકો હવે હાઈરાઈઝ બિલ્ડિંગો અને બંગલાઓમાં પણ રેડીમીક્સ કોન્ક્રીટનો આગ્રહ રાખે છે, જેના કારણે અહીંના બાંધકામની ગુણવત્તા ખૂબ સારી જોવા મળે છે.
સંપત્તિ ટાઈમ્સ: આજકાલ બિલ્ડર્સ માટે પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી (PMC) શા માટે જરૂરી બની ગયું છે?
રણજીતસિંહ પરમાર: આજના સ્પર્ધાત્મક સમયમાં બિલ્ડર્સે અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. PMC એટલે કે પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી બિલ્ડર્સ માટે મેન્ટેનન્સ સહિતની તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવે છે. બિલ્ડર્સ હવે ચોક્કસ ફી ચૂકવીને પ્લાનિંગથી લઈને પ્રોજેક્ટ પૂર્ણ થાય ત્યાં સુધીની તમામ કામગીરી માટે PMC પર વિશ્ર્વાસ મૂકી શકે છે. PMC કોન્ટ્રાક્ટર, આર્કિટેક્ટ અને બિલ્ડર્સ વચ્ચે એક સેતુનું કામ કરે છે અને કો-ઓર્ડિનેશન, મટિરિયલ મેનેજમેન્ટ અને કોસ્ટ મેનેજમેન્ટ જેવી અનેક સેવાઓ પૂરી પાડે છે, જેનાથી બિલ્ડર્સને ઘણો ફાયદો થાય છે અને તેઓ નિશ્ર્ચિતં રહી શકે છે.
સંપત્તિ ટાઈમ્સ: રણજીતસિંહજી, અમારા વાચકો માટે તમારો શું સંદેશ છે?
રણજીતસિંહ પરમાર: હું એટલું જ કહેવા માંગીશ કે બાંધકામ ક્ષેત્રે ગુણવત્તા અને ટેકનોલોજીનું મહત્વ સમજો. યોગ્ય સ્ટ્રક્ચર ડિઝાઇન અને ગુણવત્તાયુક્ત મટિરિયલનો ઉપયોગ કરીને તમે મજબૂત અને ટકાઉ બાંધકામ કરી શકો છો. આ ઉપરાંત, ઇન્ટિરિયર ડિઝાઇનિંગની સાથે સાથે ફાયર સેફટી પણ ખૂબ જ મહત્વનું પાસું છે. બિલ્ડિંગ બન્યા પછી ઇન્ટિરિયરમાં ફેરફાર કરી શકાય છે, પરંતુ ફાયર સેફટીની બાબતમાં કોઈ બાંધછોડ ન કરી શકાય. દરેક બિલ્ડિંગમાં ફાયર સેફટીની યોગ્ય વ્યવસ્થા હોવી ખૂબ જ જરૂરી છે.
રણજીતસિંહ પરમાર : એક પરિચય
સૌરાષ્ટ્રની ધન્ય ધરા પર ગીર સોમનાથ ખાતે સંયુક્ત પરિવારમાં જન્મેલા રણજીતસિંહ પરમારે અમદાવાદ યુનિવર્સિટીમાંથી સિવિલ એન્જિનિયરિંગમાં ડિગ્રી મેળવી. ત્યારબાદ સંઘે શક્તિ કળીયુગે ઉક્તિને સાર્થક કરતાં વર્ષ ૨૦૧૨માં તેમના પારિવારિક સાહસ શ્રીકર ક્ધસ્ટ્રક્શનમાં તેઓ જોડાયા. તેમણે રેલવે બ્રિજ સહિતના સરકારી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં નોંધનીય યોગદાન આપીને રાષ્ટ્રનિર્માણનું બીડું ઝડપ્યું છે. તેમની સફળતાની ચાવીમાં ટેકનોલોજીનો ઉપયોગ અને ગુણવત્તાપૂર્ણ બાંધકામનો સમાવેશ થાય છે.
યુવાઓ માટે આગામી સમયમાં ઇલેક્ટ્રિકલ એન્જીનીયરિંગ ક્ષેત્રે કારકિર્દીની ઉત્તમ તક: રણજીતસિંહ પરમાર
હું યુવાનોને અપીલ કરૂ છું કે તેઓ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના ક્ષેત્રમાં આગળ વધે. હવેના સમયમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરને સાથે રાખીને સ્ટ્રક્ચર ડિઝાઇન કરવું ખૂબ જ જરૂરી છે. પાવર સપ્લાય, ઓવરલોડ અને વાયરિંગ મટિરિયલ જેવી સમસ્યાઓના નિવારણ માટે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરની ભૂમિકા ખૂબ જ મહત્વની છે. તેથી યુવાઓ માટે આગામી સમયમાં ઇલેક્ટ્રિકલ એન્જીનીયરિંગ ક્ષેત્રે કારકિર્દીની અનેક તકોનું સર્જન થશે.
ગરમીથી પણ બચાવે તે સહિતના ઘણા પ્રકારના રેડીમિક્સ કોન્ક્રીટ બજારમાં ઉપલબ્ધ
બજારમાં ઘણા પ્રકારના રેડીમિક્સ કોન્ક્રીટ ઉપલબ્ધ છે, અને દરેક સ્ટ્રક્ચર માટે યોગ્ય મિક્સની પસંદગી કરવી જરૂરી છે. રેડીમીક્સ કોન્ક્રીટ હવે માત્ર સ્લેબ કે કોલમ પૂરતું સીમિત નથી, પરંતુ ગ્રીન બિલ્ડિંગ અને પર્યાવરણને ધ્યાનમાં રાખીને પણ વિવિધ પ્રકારના રેડીમિક્સ કોન્ક્રીટ ઉપલબ્ધ છે. રાજકોટના ૮૫% હાઈરાઇઝ પ્રોજેક્ટ્સમાં રેડીમીક્સ કોન્ક્રીટનો ઉપયોગ થાય છે. ગ્રીન બિલ્ડિંગ પ્રોજેક્ટ્સમાં ઇકો-ફ્રેન્ડલી RMC મિક્સનો પ્રયોગ પણ થાય છે.
Atal Sarovar Rajkot Bank Interest Rate Bank Loan Car Loan Dog Generational Wealth Golden era of real estate High End Living India Home Home Decor Home Loan Indian Luxury Homes Indian real estate investment Investment in Rajkot Investment Opportunities Luxury Real Estate India Modern Homes Mumbai real estate investment Office Pet Animal Property Property Investment Property Listings Raiya TP 32 Rajkot Property Market Rajkot Real Estate Rajkot Smart City Real Estate Real estate equity investment Real Estate Investment India Real Estate Laws Real Estate Magazine Real Estate News Rent Saurashtra Smart City Top real estate investment cities Vastu

Leave a Reply