Sampatti Times Real Estate Newspaper

Advertisement

ગુજરાત હાઉસીંગ કો.ઓપોરેટીવ સોસાયટીમાં હવે મનસ્વી રીતે ટ્રાન્સફર ફી વસૂલી નહીં શકાય

https://www.sampattitimes.com/news-room/transfer-fees-can-no-longer-be-charged-arbitrarily-in-gujarat-housing-cooperative-societies/

હાઉસીંગ કો.ઓપરેટીવ સોસાયટીમાં ટ્રાન્સફર ફી દરમાં કરાયો સુધારો

સ્ટેમ્પ ડયુટીની જેમ સક્ષમ સત્તાધિકારી દ્વારા ટ્રાન્સફર ફીની રકમ નિયત કરાશે: અજિતકુમાર એસ. કુરિયા

ગુજરાત હાઉસીંગ કો.ઓપરેટીવી સોસાયટીમાં અગાઉ સોસાયટીના એસોસિએશન દ્વારા મિકલત વેચાણ કે સભ્યપદ ટ્રાન્સફર સમયે પોતાની મરજી મુજબ ટ્રાન્સફર ફી વસુલવામાં આવતી હતી. પરંતુ હવે મનસ્વીપણે ટ્રાન્સફર ફી વસૂલી નહીં શકાય. સરકાર દ્વારા હાઉસીંગ કો.ઓપરેટીવ સોસાયટીમાં ટ્રાન્સફર ફી દરમાં સુધારો છે.એટલું જ નહીં સ્ટેમ્પ ડયુટીની જેમ સક્ષમ સત્તાધિકારી દ્વારા ટ્રાન્સફર ફીની રકમ નિયત કરાશે તેવું પણ નક્કી કરવામાં આવ્યું છે.

Real Estate E-magazine

રેવન્યુના નિષ્ણાંત અજિતકુમાર એસ. કુરિયાએ આ બાબતે વાત કરતા જણાવ્યું હતું કે, હાઉસીંગ કો.ઓપરેટીવ સોસાયટી ગુજરાત સહકારી મંડળીઓના અધિનિયમ-૧૯૬૧ નીચે કાર્ય૨ત છે. હાઉસીંગ કો.ઓપરેટીવ સોસાયટીમાં મિલકત વેચાણ એટલે કે સભ્યપદ ટ્રાન્સફ૨ના સમયે ટ્રાન્સફ૨ ફીની ની જોગવાઈ ગુજરાત રાજય સહકારી કાઉન્સીલની તા. ૧૭/૧/૧૯૯૧ના મળેલ બેઠકમાં ઠરાવ નં.૯થી નકકી થયાનુસાર હાઉસીંગ કો.ઓપરેટીવ સોસાયટી કે જેના પેટાનિયમો લીફલેટ (યુ) માં સભ્યોના મકાનોની તબદીલીના પ્રસંગે આવી તબદીલી મંજુ૨ના કિસ્સામાં રૂા.૫૦૦ થી રૂા.૫૦,૦૦૦ સુધીનું પ્રીમીયમ હાઉસીંગ કો. ઓપરેટીવ સોસાયટી દ્રારા લેવાની જોગવાઈ કો.ઓપરેટીવ સોસાયટીઝના રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓ, ગુજરાત રાજય, ગાંધીનગર દ્વારા તા.૧૩/૨/૧૯૯૧ના પરિપત્રથી નિયત થયું હતું.

વર્ષ ૨૦૨૫ને આંત૨રાષ્ટ્રીય સહકારિતા વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે તેવા સમયે સભ્યોના મકાનોની તબદીલીના પ્રસંગે તબદીલી મંજુ૨ ક૨તાં પૂર્વે રૂા.૫૦૦થી રૂા.૫૦,૦૦૦ સુધીના પ્રીમીયમના સ્થાને નકકી થયેલ વેચાણ કિંમત એટલે કે સ૨કા૨ની જંત્રી મુજબ બજાર કિંમતના ૦.૫ ટકા અથવા રૂા.૧ લાખ એ બેમાંથી જે ઓછું હોય તે ૨કમ પ્રીમીયમ પેટે હાઉસીંગ કો.ઓપરેટીવ સોસાયટી લઈ શકે તેવી જોગવાઈ ગુજરાત સ૨કા૨ દ્વારા તા.૨૭૨/૨૦૨૫થી અમલી બનાવવામાં આવેલ છે.આ જોગવાઈથી અમુક તબદીલીના પ્રસંગે હાઉસીંગ કો.ઓપરેટીવ સોસાયટીને પ્રીમીયમની વધુ ૨કમ મળે તેમ છે અને તે રીતે હાઉસીંગ કો.ઓપરેટીવ સોસાયટીની આવકમાં પણ વધારો થાય તેમ છે.

આમ,ઘણાં લાંબા સમય પછી ઉપ૨ જણાવેલ વિગતે હાઉસીંગ કો.ઓપરેટીવ સોસાયટી માં મિલકત વેચાણ (સભ્યપદ ટ્રાન્સફર)ના સમયે ટ્રાન્સફર ફીની જોગવાઈમાં સુધા૨ો ક૨વામાં આવ્યો છે તે યથાયોગ્ય છે. અગાઉ સોસાયટીના કાર્યવાહકો દ્વારા મનઘડત રીતે ટ્રાન્સફ૨ ફીની ૨કમો વસુલવામાં આવતી હતી,તે બાબત સ૨કા૨ના ઘ્યાનમાં આવતાં તાજેત૨માં કાયદામાં સુધારણાં કરી આ બાબતે સ્ટેમ્પ ડયુટીની જેમ સક્ષમ સત્તાધિકારી દ્વારા ટ્રાન્સફર ફીની રકમ નિયત કરવા ઠરાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *