Sampatti Times Real Estate Newspaper

Advertisement

ભારતીય રિયલ એસ્ટેટમાં રોકાણનો સુવર્ણ યુગ! ત્રણ વર્ષમાં રિયલ એસ્ટેટમાં ૨.૨૨ લાખ કરોડનું રોકાણ

The-golden-age-of-investing-in-Indian-real-estate!

મુંબઈ બન્યું રિયલ એસ્ટેટ ક્ષેત્રે રોકાણકારોનું હોટ ફેવરિટ! એકલા હાથે આકર્ષ્યા ૫૭,૪૯૫ કરોડથી વધુનું રોકાણ

દિલ્હી-NCR અને બેંગલુરૂ પણ પાછળ નથી! ટોચના ત્રણ શહેરોએ મળીને ખેંચ્યું ૧.૩૬ લાખ કરોડનું રોકાણ

મુંબઈ: ભારતીય રિયલ એસ્ટેટ ક્ષેત્રે છેલ્લા ત્રણ વર્ષોમાં ઇક્વિટી રોકાણનો જાણે કે ધોધ વહ્યો છે! આ સમયગાળા દરમિયાન આ ક્ષેત્રે કુલ ૨૬.૭ બિલિયન એટલે કે આશરે ૨,૨૨,૮૧૦ કરોડનું જંગી ઇક્વિટી ભંડોળ આવ્યું છે. આ આંકડો ભારતીય રિયલ એસ્ટેટના વિકાસની પ્રચંડ સંભાવના અને રોકાણકારોના અતૂટ વિશ્ર્વાસને દર્શાવે છે. ખાસ વાત એ છે કે આ રોકાણમાં દેશની આર્થિક રાજધાની મુંબઈ એ બાજી મારી છે!

CBRE અને CII દ્વારા સંયુક્ત રીતે બહાર પાડવામાં આવેલા અહેવાલ અનુસાર, મુંબઈએ એકલા હાથે સૌથી વધુ ૬.૯ બિલિયન એટલે કે લગભગ ૫૭,૪૯૫ કરોડ નું રોકાણ આકર્ષ્યું છે, જે વર્ષ ૨૦૨૨ થી ૨૦૨૪ વચ્ચેના કુલ રિયલ એસ્ટેટ ઇક્વિટી રોકાણના લગભગ ૨૬% જેટલું છે. મુંબઈની સાથે, દિલ્હી-NCR અને બેંગલુરૂ પણ રોકાણકારોની પસંદગીમાં રહ્યા છે. આ ત્રણ શહેરોએ મળીને લગભગ ૧૬.૫ બિલિયન એટલે કે આશરે ૧,૩૬,૯૫૦ કરોડ નું રોકાણ મેળવ્યું છે, જે કુલ રોકાણના ૬૨% હિસ્સો ધરાવે છે.

અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે લેન્ડ ડેવલપમેન્ટ પ્રોજેકટ્સ રોકાણકારોની પ્રથમ પસંદગી રહ્યા છે. વર્ષ ૨૦૨૨ થી ૨૦૨૪ વચ્ચે કુલ ઇક્વિટી રોકાણનો ૪૪% હિસ્સો આ સેગમેન્ટમાં આવ્યો છે. ત્યારબાદ તૈયાર ઓફિસ એસેટ્સનો ક્રમ આવે છે, જેણે ૩૨% હિસ્સો મેળવ્યો છે.

આશ્ર્ચર્યજનક વાત એ છે કે, હવે ટિઅર-II શહેરો પણ રોકાણકારોને આકર્ષવામાં પાછળ નથી! આ શહેરોએ પણ કુલ રિયલ એસ્ટેટ ઇક્વિટી રોકાણનો લગભગ ૧૦% હિસ્સો એટલે કે લગભગ ૩ બિલિયનનું રોકાણ મેળવ્યું છે. ટિઅર-II શહેરોમાં લેન્ડ ડેવલપમેન્ટ પ્રોજેકટ્સ સૌથી વધુ લોકપ્રિય રહ્યા છે, જેણે કુલ રોકાણના લગભગ ૪૭% હિસ્સો આકર્ષ્યો છે. ત્યારબાદ ઇન્ડસ્ટ્રિયલ અને લોજિસ્ટિક્સ (IL) ક્ષેત્રે લગભગ ૨૫% રોકાણ આવ્યું છે.

રિયલ એસ્ટેટ ક્ષેત્રે રોકાણમાં ભવિષ્યનો ટ્રેન્ડ કેવો રહેશે..?

આ વૃદ્ધિને જોતાં રિયલ એસ્ટેટ નિષ્ણાંતોનું માનવું છે કે, ભારતનું રિયલ એસ્ટેટ ક્ષેત્ર વૃદ્ધિના એક નવા તબક્કામાં પ્રવેશી રહ્યું છે. ભારતની માળખાકીય સુધારણાઓ અને કોર્પોરેટ વિકાસ લાંબા ગાળાની મૂડીને આકર્ષવાનું ચાલુ રાખશે, જેના કારણે આ ગતિ જળવાઈ રહેશે. ભારતનું રિયલ એસ્ટેટ ક્ષેત્ર ઝડપથી સંસ્થાકીય બની રહ્યું છે, જે વધુ પારદર્શક અને જોખમ-મુક્ત વાતાવરણ ઊભું કરે છે, જે વૈશ્ર્વિક રોકાણકારોની અપેક્ષાઓ સાથે સુસંગત છે. આ આંકડાઓ ભારતીય રિયલ એસ્ટેટ ક્ષેત્રની મજબૂત વૃદ્ધિ અને રોકાણકારોના અતૂટ વિશ્ર્વાસનું જીવંત ઉદાહરણ છે! આગામી સમયમાં આ ક્ષેત્ર વધુ નવી ઊંચાઈઓ સર કરે તેવી પૂરી સંભાવના છે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *