● ભારતના હેલ્થકેર સેક્ટરમાં રૂ. ૧.૨૫ લાખ કરોડના તોતિંગ વિદેશી રોકાણે સમગ્ર તબીબી ઇકોસિસ્ટમનું ચિત્ર બદલી નાખ્યું છે.
● કોર્પોરેટ હોસ્પિટલ ચેઈન્સ અને અબજો રૂપિયાના વિદેશી રોકાણ વચ્ચે, ડૉક્ટરોએ ઉત્તમ સારવાર તો આપવાની જ છે, પરંતુ સાથે પોતાની પ્રેક્ટિસને લાંબા ગાળે મજબૂત, વ્યવસ્થિત અને વિકાસલક્ષી સંસ્થામાં કેવી રીતે પરિવર્તિત કરવી, તે દિશામાં પણ સક્રિય પગલાં લેવા જરૂરી બની ગયું છે
● હોસ્પિટલની ગુણવત્તા, દર્દીઓનો વિશ્વાસ અને આવકને લાંબા ગાળા સુધી જાળવી રાખવા માટે પ્રેક્ટિસને વ્યક્તિ આધારિત નહીં, પરંતુ સિસ્ટમ્સ, પ્રોટોકોલ્સ અને પ્રોફેશનલ ટીમ આધારિત સંસ્થા તરીકે વિકસાવવી જરૂરી છે
● ડૉક્ટર્સના બિઝનેસ મોડલ અંગે ગહન મંથન કરતાં શ્રીરાજ રાવલ જણાવે છે કે, જ્યાં સુધી ક્લિનિકલ, મેનેજમેન્ટ, અને ટેકનિકલ સભ્યોની પ્રોફેશનલ ટીમ એક જ સ્ટ્રેટેજી હેઠળ કામ ન કરે, ત્યાં સુધી હોસ્પિટલનો સાચો ગ્રોથ શક્ય બનતો નથી
● બિઝનેસ લીડર શ્રીરાજ રાવલનું સ્પષ્ટ વિઝન છે કે સેલ્સ, માર્કેટિંગ અને ફાઇનાન્સ વચ્ચેનું સંકલન હોસ્પિટલના P&L પર સીધી અસર કરે છે
● દર્દીઓનો અનુભવ (Patient Satisfaction Index) એ હવે માત્ર ઔપચારિકતા નથી, પરંતુ બ્રાન્ડ લોયલ્ટી અને વ્યાવસાયિક સફળતાનો મુખ્ય પાયો છે
● “શ્રેષ્ઠ સારવાર તો આપવાની જ છે, પરંતુ તેને લાંબા ગાળાની વૃદ્ધિ, દર્દી સંતોષ અને મજબૂત બ્રાન્ડ સાથે જોડવા માટે સ્ટ્રેટેજિક બિઝનેસ પ્લાનિંગ, સક્ષમ સિસ્ટમ્સ અને અસરકારક CRM આજે અનિવાર્ય બની ગયા છે.” — શ્રીરાજ રાવલ
હેલ્થ ટાઈમ્સના આ વિશેષ અહેવાલમાં, અમે મેડિકલ પ્રેક્ટિસના બદલાતા બિઝનેસ લેન્ડસ્કેપ પર પ્રકાશ પાડી રહ્યા છીએ. એક સમય હતો જ્યારે એક સફળ ડૉક્ટર બનવા માટે ફક્ત તમારું ક્લિનિકલ કૌશલ્ય, દર્દીઓ સાથેનો તમારો સંબંધ અને ‘વર્ડ ઓફ માઉથ’ પૂરતાં હતાં. પરંતુ આજે, કોર્પોરેટ હોસ્પિટલ ચેઇન્સ અને વિદેશી ફંડિંગ ધરાવતા હેલ્થકેર સ્ટાર્ટઅપ્સ વચ્ચે તીવ્ર સ્પર્ધા ચાલી રહી છે. જો ડૉક્ટરો ઈચ્છે છે કે તેમની લોહી-પાણી એક કરીને ઊભી કરેલી પ્રેક્ટિસ આવનારી પેઢીઓ સુધી ટકી રહે અને વધે, તો તેને એક વ્યવસ્થિત, વ્યાવસાયિક રીતે સંચાલિત “વ્યવસાય” તરીકે જોવાની જરૂર ઊભી થઈ છે.
હેલ્થ ટાઈમ્સ સાથેની ખાસ વાતચીતમાં ડૉક્ટર્સના બિઝનેસ મોડલ અને મેડિકલ પ્રેક્ટિસના ભવિષ્ય અંગે પોતાનું વિઝન રજૂ કરનાર શ્રીરાજ રાવલ હેલ્થકેર ક્ષેત્રમાં ૧૨ વર્ષથી વધુનો અનુભવ ધરાવે છે. સ્ટ્રેટેજિક બિઝનેસ પ્લાનિંગ, CRM, સેલ્સ, માર્કેટિંગ અને ફાઇનાન્સ ક્ષેત્રે તેઓ કાર્યરત છે. વિવિધ હેલ્થકેર સંસ્થાઓના સ્કેલિંગ અને બિઝનેસ મોડલ ડેવલપમેન્ટમાં તેમણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેમના મતે, આજના સમયમાં સફળતા માટે ક્લિનિકલ શ્રેષ્ઠતા જેટલી જ મહત્વપૂર્ણ વ્યવસ્થિત સિસ્ટમ, મજબૂત ટીમ અને ડેટા આધારિત નિર્ણય પ્રક્રિયા બની ગઈ છે.
આવતીકાલની સફળ હોસ્પિટલનું બ્લૂપ્રિન્ટ શું છે?
ડૉક્ટર્સે બદલાતા સમયમાં પોતાની હોસ્પિટલના ગ્રોથ અને દર્દીઓના સાયકોલોજીને કઈ રીતે સમજવા જોઈએ, તે અંગે માર્ગદર્શન આપતાં હેલ્થકેર મેનેજમેન્ટના નિષ્ણાત અને બિઝનેસ લીડર શ્રીરાજ રાવલ એક અત્યંત મહત્વનું વિઝન રજૂ કરે છે:
“”શ્રેષ્ઠ સારવાર એ કોઈપણ હોસ્પિટલનો પાયો છે. પરંતુ આજના સમયમાં દર્દી માત્ર સારવાર જ નહીં, સમગ્ર અનુભવને પણ મહત્વ આપે છે. ઓપીડીમાં રાહ જોવાનો સમય, રિસેપ્શન પર સ્ટાફનું વર્તન અને સ્વચ્છતા જેવા પરિબળો મળીને ‘પેશન્ટ સેટિસ્ફેક્શન ઇન્ડેક્સ (PSI)’ બનાવે છે. જે હોસ્પિટલ પોતાના દર્દીઓનો પ્રતિભાવ નિયમિત માપે છે અને તેમાં શિસ્તબદ્ધ સુધારો કરે છે, તેની લોયલ્ટી આપોઆપ વધી જાય છે…” એક સફળ હોસ્પિટલ ચલાવવા માટે ડૉક્ટરે એ વિઝન રાખવું પડશે કે આજના દર્દીઓ સારવાર માટે દૂર જવા માંગતા નથી; તેમને ઘરની નજીક જ વિશ્વસનીય બ્રાન્ડ જોઈએ છે. તેથી, એક જ મોટા સેટઅપમાં સીમિત રહેવાને બદલે, યોગ્ય સિસ્ટમ ગોઠવીને અલગ-અલગ વિસ્તારોમાં ‘મલ્ટિપલ સેન્ટર્સ’ શરૂ કરવાની સ્ટ્રેટેજી અપનાવવી જોઈએ.”
— શ્રીરાજ રાવલ
Business Director — Nova IVF Wings Group
📞 9727222877 ✉ shriraj.rawal@novaivffertility.com
વિદેશી રોકાણની આંધી – ડૉક્ટરે શા માટે ચેતવાની જરૂર છે?
છેલ્લા પાંચ વર્ષમાં (૨૦૨૦-૨૦૨૪) ભારતના હેલ્થકેર ક્ષેત્રમાં વૈશ્વિક રોકાણકારો દ્વારા અંદાજે ૧૫.૫ અબજ ડોલર (રૂ. ૧.૨૫ લાખ કરોડ) નું જંગી રોકાણ કરવામાં આવ્યું છે. માત્ર ૨૦૨૩માં જ આ રોકાણ ૫.૫ અબજ ડોલરે પહોંચ્યું હતું. Temasek, Blackstone, અને KKR જેવા મોટા ફંડ્સ આજે અગ્રણી હોસ્પિટલ ચેઇન્સ ખરીદી રહ્યા છે. આનો સીધો અર્થ એ છે કે હેલ્થકેર હવે માત્ર સેવા નથી રહી, તે એક મોટો “એસેટ ક્લાસ” બની ચૂક્યું છે. આ તોતિંગ મૂડી સામે ટકી રહેવા માટે સોલો ડૉક્ટરે પોતાની સિસ્ટમ મજબૂત કરવી જ પડશે.
હોસ્પિટલના 4 Growth Pillars
ડૉક્ટર એકલા હાથે ઓપીડી, ઓપરેશન અને માર્કેટિંગ ન કરી શકે. પ્રેક્ટિસને સ્કેલ કરવા આ પ્રોફેશનલ ટીમ અનિવાર્ય છે:
● ૧. ઓપરેશન્સ હેડ: જે હોસ્પિટલની કરોડરજ્જુ બનીને સ્ટાફ, ખર્ચ અને ડે-ટુ-ડે કામગીરી સંભાળે.
● ૨. ફિલ્ડ સેલ્સ ચેમ્પિયન: અન્ય ડૉક્ટર્સ અને હેલ્થકેર પાર્ટનર્સ સાથે સંબંધો બાંધીને ‘રેફરલ પેશન્ટ્સ’ નો ટકાઉ પ્રવાહ ઊભો કરે.
● ૩. મેટા (ડિજિટલ) એક્સપર્ટ: Facebook અને Instagram પર યોગ્ય કેમ્પેઈન ચલાવીને તમારી બ્રાન્ડને સાચા દર્દીઓ સુધી પહોંચાડે.
● ૪. કસ્ટમર કોલ સેન્ટર મેનેજર: જનરેટ થયેલી ઓનલાઈન લીડ્સનું સમયસર ફોલો-અપ કરી તેમને એપોઈન્ટમેન્ટમાં પરિવર્તિત કરે.
ભારતીય હેલ્થકેરના ફાઇનાન્શિયલ ‘થમ્બ રૂલ્સ’
એક હોસ્પિટલ આર્થિક રીતે સદ્ધર ત્યારે જ બને જ્યારે ખર્ચનું આયોજનબદ્ધ માળખું હોય (કુલ આવકની ટકાવારીમાં):
● ડૉક્ટર/પ્રોફેશનલ પેઆઉટ: ૧૫ થી ૨૫ ટકા
● સ્ટાફ અને પે-રોલ: ૨૦ થી ૨૫ ટકા
● દવા અને મેડિકલ સપ્લાય: ૧૨ થી ૧૫ ટકા
● ભાડું અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર: ૮ થી ૧૦ ટકા
● માર્કેટિંગ અને રેફરલ: ૬ થી ૮ ટકા
● વહીવટી ખર્ચ અને ટેકનોલોજી: ૮ થી ૧૨ ટકા (સંયુક્ત)
આ પ્રમાણે શિસ્તબદ્ધ ખર્ચ કરવાથી ૧૫ થી ૨૦ ટકા EBITDA માર્જિન હાંસલ કરી શકાય છે.
સફળ હોસ્પિટલનું નવું સૂત્ર
Clinical Excellence + Operational Excellence + Patient Satisfaction + Financial Discipline
= Sustainable Healthcare Brand
હેલ્થકેર ક્ષેત્ર ઝડપથી બદલાઈ રહ્યું છે. આવનારા સમયમાં માત્ર સારા ક્લિનિશિયન નહીં, પરંતુ સારા સિસ્ટમ બિલ્ડર્સ સફળ બનશે. જે ડૉક્ટર્સ આજે પોતાની પ્રેક્ટિસને વ્યવસ્થિત સંસ્થા તરીકે વિકસાવવાનું શરૂ કરશે, તેઓ જ આવતીકાલે મજબૂત બ્રાન્ડ, સ્થિર વૃદ્ધિ અને ભાવિ પેઢીઓ માટે ગૌરવપૂર્ણ વારસો ઊભો કરી શકશે.












Leave a Reply