Sampatti Times Real Estate Newspaper

Advertisement

દર્દીના ‘‘હમદર્દ’’ બની દર્દ દૂર કરવાની ડો. વેકરીયાની ચાર દાયકાની સફળ સફર

Dr. Vekaria's four-decade successful journey of relieving pain by becoming a "sympathetic" to the patient

ડૉ. વેકરીયા પાઇલ્સ હોસ્પિટલનો ૪૧ વર્ષમાં મંગલ પ્રવેશ: હરસ-ભગંદર-ફીશરની સારવારમાં આધુનિક ટેકનોલોજી અને આયુર્વેદિક જ્ઞાનનો અનોખો સમન્વય

૩૨,૦૦૦થી વધુ સર્જરી, ૩૫૮ નિઃશુલ્ક નિદાન-સારવાર કેમ્પ અને લાખો દર્દીઓને સેવા

સૌરાષ્ટ્રના સુવિખ્યાત પ્રોક્ટોલોજિસ્ટ ડૉ. એમ. વી. વેકરીયા કહે છે નિદાન-સારવાર બાદ દર્દીને મળતો સંતોષ જ મારી ફી

તબીબ અને દર્દી વચ્ચેનો સંબંધ માત્ર દર્દનો નથી પરંતુ જેમ એક ભક્તને ભગવાન પ્રત્યે જે શ્રદ્ધા અને ભાવ હોય કે તેમના તમામ દુઃખ-દર્દ દૂર કરશે તેવી જ આશા દર્દીને ડોક્ટર પ્રત્યે હોય છે. આ બાબતને ચાર દાયકાથી ચરિતાર્થ કરી રહ્યા છે રાજકોટના અગ્રણી ડો. એમ. વી. વેકરીયા.

રાજકોટના એસ્ટ્રોન ચોક ખાતે આવેલી ‘ડૉ. વેકરીયા પાઇલ્સ હોસ્પિટલ’ ૨૭ સપ્ટેમ્બરે પોતાના ૪૧મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહી છે. હરસ, મસા, ભગંદર અને ફીશર સહિતના મળમાર્ગ સંબંધિત રોગોની સારવારના ક્ષેત્રે ચાર દાયકાથી કાર્યરત ડૉ. એમ. વી. વેકરીયાએ અનુભવ, આધુનિક પ્રોક્ટોલોજીકલ ટેકનોલોજી અને દર્દી સાથે આત્મીયતા કેળવવાના અભિગમ દ્વારા વિશિષ્ટ સ્થાન બનાવ્યું છે.

ડૉ. વેકરીયાના જણાવ્યા મુજબ, આજદિન સુધીમાં ૩૨,૦૦૦થી વધુ સર્જરી કરવામાં આવી છે. દર્દીઓને સરળ, અસરકારક અને આધુનિક સારવાર મળી રહે તે તેમનો મુખ્ય ધ્યેય રહ્યો છે. જાપાનીઝ, જર્મન, યુરોપિયન તથા અમેરિકન ટેકનોલોજી સાથે પરંપરાગત આયુર્વેદિક ક્ષારસૂત્ર પદ્ધતિ અને પોતાના ચાર દાયકાના ક્લિનિકલ અનુભવનો સમન્વય તેમની સારવાર પદ્ધતિની વિશેષતા છે.

મળમાર્ગના રોગોની સારવારમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવા ડૉ. વેકરીયાએ વિવિધ આંતરરાષ્ટ્રીય તાલીમ મેળવી છે. MIPH સ્ટેપલર ટેકનોલોજી, HAL જાપાન ટેકનોલોજી, વેસલ સીલર, પ્લગ ટેકનીક તથા અલ્ટ્રાસોનિક હાર્મોનિક ફોકસ અને લેસોટ્રેક્સ લેસર જેવી પદ્ધતિઓ અંગે તેમણે તાલીમ મેળવી છે.

તેમની વ્યાવસાયિક સફરમાં લાઈફ ટાઈમ અચીવમેન્ટ, ધન્વંતરી, એમિનન્સ, સૌરાષ્ટ્ર બેસ્ટ પ્રોક્ટોલોજિસ્ટ સહિત અનેક સન્માનોનો સમાવેશ થાય છે. તાજેતરમાં ગુજરાતમાં પ્રથમ ‘આયુષ શિરોમણિ એવોર્ડ’ પ્રાપ્ત કરીને તેમણે પોતાની તબીબી યાત્રામાં વધુ એક સિદ્ધિ મેળવી છે.

તબીબી સેવા સાથે સામાજિક જવાબદારીને પણ પ્રાધાન્ય આપતા ડૉ. વેકરીયા કહે છે કે, જ્યારે કોઈ દર્દી તેમની પાસે નિદાન કે સારવાર માટે આવે ત્યારે તેમને મળતો સંતોષ જ મારી ફી છે. વાત માત્ર કહેવા પૂરતી નથી તેઓ પોતાની આ વાત સિદ્ધ પણ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં ૩૫૮ જેટલા નિઃશુલ્ક નિદાન અને સારવાર કેમ્પોમાં સેવા આપી છે. આર્થિક રીતે નબળા અને જરૂરિયાતમંદ દર્દીઓને અદ્યતન સારવાર રાહતદરે ઉપલબ્ધ કરાવવાનો અભિગમ હોસ્પિટલની સેવાભાવનાને પ્રતિબિંબિત કરે છે.

હોસ્પિટલના આરંભથી અત્યાર સુધીની સફરમાં વિવિધ સંતો-મહાપુરુષો તથા સમાજના આગેવાનોના આશીર્વાદ અને પ્રોત્સાહન મળ્યું છે. ડૉ. વેકરીયાનો પરિવાર પણ તબીબી તથા વ્યાવસાયિક ક્ષેત્રે સેવારત છે.

૪૦ વર્ષની આરોગ્યસેવાની હાઇલાઇટ્સ

  • ૩૨,૦૦૦+ સફળ સર્જરી
  • ૩૫૮ નિઃશુલ્ક નિદાન-સારવાર કેમ્પ
  • ૪૦ વર્ષ પ્રોક્ટોલોજી ક્ષેત્રે સેવા
  • અનેક રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સન્માનો
  • આધુનિક પ્રોક્ટોલોજી ટેકનોલોજી સાથે આયુર્વેદિક ક્ષારસૂત્રનો સમન્વય

ડો. વેકરીયાએ ચાર દાયકાની સફરમાં મેળવેલા સન્માન

  • આયુષ શિરોમણિ એવોર્ડ: ૩૦,૦૦૦થી વધુ સફળ ઓપરેશન પૂરા કરવાના રેકોર્ડ બદલ તેમને આ પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.
  • ધન્વંતરી એવોર્ડ: તબીબી ક્ષેત્રે લાંબા સમય સુધી આપેલી શ્રેષ્ઠ સેવાઓ માટે.
  • લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ
  • કર્મવીર એવોર્ડ
  • હેલ્થ કેર એવોર્ડ: દિવ્ય ભાસ્કર ગ્રુપ દ્વારા તબીબી સેવામાં પ્રદાન માટે.
  • એમિનન્સ એવોર્ડ: દિવ્ય ભાસ્કર દ્વારા સન્માનિત.
  • એપ્રિસિએશન એવોર્ડ: કાલાવડ રોડ – યુનિવર્સિટી રોડ ડૉક્ટર્સ એસોસિએશન દ્વારા વિશેષ સન્માન.
  • પ્રોમીનેન્ટ એવોર્ડ ફોર પ્રેક્ટ્રોલોજીસ્ટ તેમજ પરિવાર રત્ન એવોર્ડ,કાયદા મંત્રી અમરેલીના ધારાસભ્ય કૌશિકભાઇ વેકરીયા, રાજકોટના ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, પૂર્વ સાંસદ શિવલાલભાઈ વેકરીયાના વરદ હસ્તે ડોક્ટર વેકરીયાને મળી ચૂક્યો છે. આ ઉપરાંત પ્રાતઃ સ્મરણ્ય વંદનીય અક્ષર નિવાસી પરમ પૂજ્ય સ્વામી શ્રી પ્રમુખસ્વામીના વરદ હસ્તે ડોક્ટર એમ.વી. વેકરીયાને સન્માનિત કરવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *