Sampatti Times Real Estate Newspaper

Advertisement

‘સેલ્ફી વિથ આયુર્વેદિક પ્લાન્ટ’થી ઘરે ઘરે આયુર્વેદનો સંદેશ પહોંચાડાયો

'Selfie with Ayurvedic Plant' takes Ayurveda message to every door

આયુર્વેદ પ્રચાર-પ્રસારમાં સરાહનીય કામગીરી કરનાર રેડસ્ટોન આયુર્વેદની જાગૃતિલક્ષી પહેલ


સેલ્ફી શેર કરી આયુર્વેદના મહત્વના સંદેશને વાયરલ કરાયો, સાથોસાથ ‘હર ઘર આયુર્વેદ, ઘર ઘર આયુર્વેદ’નો સંકલ્પ લેવાયો


ડો. પ્રતિક્ષા દેસાઇ અને ડો. જયદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ નેશનલ આયુષ મેડિકલ ઓર્ગેનાઈઝેશન અને રેડસ્ટોન આયુર્વેદના સંયુક્ત ઉપક્રમે 2500 ઔષધીય છોડનું નિ:શુલ્ક વિતરણ

આયુર્વેદ માત્ર સારવારની પદ્ધતિ નથી, પરંતુ ભારતીય જીવનશૈલી અને સ્વસ્થ જીવન જીવવાની પ્રાચીન પરંપરાનો અભિન્ન હિસ્સો છે. આ પરંપરાને નવી પેઢી સુધી પહોંચાડવા તેમજ સામાન્ય લોકોમાં ઔષધીય વનસ્પતિઓના મહત્વ અંગે જાગૃતિ કેળવવાના હેતુથી રાજકોટમાં 11મા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ નિમિત્તે એક અનોખું લોકજાગૃતિ અભિયાન યોજાયું છે.


નેશનલ આયુષ મેડિકલ ઓર્ગેનાઈઝેશન અને રેડસ્ટોન આયુર્વેદના સંયુક્ત ઉપક્રમે યોજાનારા ‘સેલ્ફી વિથ આયુર્વેદિક પ્લાન્ટ’ અભિયાન અંતર્ગત 20 સપ્ટેમ્બરે રાજકોટ શહેરમાં વિવિધ સ્થળોએ લોકોને નિ:શુલ્ક ઔષધીય છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પહેલની વિશેષતા એ છે કે માત્ર છોડનું વિતરણ જ નહીં, પરંતુ તેની સાથે લોકોમાં આયુર્વેદિક વનસ્પતિના મહત્વ અંગે સમજ અને જાગૃતિ કેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.


અભિયાન અંતર્ગત કાલાવડ રોડ સ્થિત BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતેથી આશરે 2000 ઔષધીય છોડનું જ્યારે રેસકોર્સ વિસ્તારમાં આયોજિત સિદ્ધિવિનાયક ધામ ગણપતિ મહોત્સવ ખાતેથી આશરે 500 છોડનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. બંને સ્થળોએ ખાસ સેલ્ફી ઝોન તૈયાર કરવામાં આવ્યા હતા, જ્યાં લોકો છોડ સાથે સેલ્ફી લઈ સોશિયલ મીડિયા મારફતે પણ આયુર્વેદ અને ઔષધીય વનસ્પતિનો સંદેશ વધુ લોકો સુધી પહોંચાડ્યો હતો.
તુલસી, ગળો, અરડૂસી, આમળા, બ્રાહ્મી, અશ્ર્વગંધા અને શતાવરી જેવા વિવિધ ઔષધીય છોડ લોકોને આપવામાં આવ્યા હતા. સાથે સાથે આ છોડના આયુર્વેદિક મહત્વ, તેના ઉપયોગ અને ઘરગથ્થુ સ્તરે તેની ઉપયોગિતા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આમ, એક છોડ લોકોના ઘરે પહોંચાડવાની સાથે તેની પાછળ રહેલું આયુર્વેદનું જ્ઞાન પણ પરિવાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરાયો હતો.


આ સમગ્ર અભિયાનમાં રેડસ્ટોન આયુર્વેદની ભૂમિકા વિશેષ નોંધપાત્ર છે. આયુર્વેદને માત્ર ક્લિનિક કે સારવાર પૂરતો સીમિત ન રાખી સમાજના વિવિધ વર્ગો સુધી આયુર્વેદની જીવનશૈલી અને ઔષધીય વનસ્પતિઓ અંગે જાગૃતિ પહોંચે તે માટે રેડસ્ટોન આયુર્વેદ દ્વારા સતત વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. આ અભિયાન માટે પણ રેડસ્ટોન આયુર્વેદ દ્વારા સહયોગ અને સ્પોન્સરશિપ પૂરી પાડવામાં આવી છે.


રેડસ્ટોન આયુર્વેદ સેન્ટર રૈયારોડ સર્કલ રાજકોટના ડાયરેકટર ડો. પ્રતિક્ષા દેસાઇ અને રેડસ્ટોડના સેન્ટર હેડ પંચકર્મ અને આયુર્વેદ સ્પેશિયાલિસ્ટ ડો. જયદીપસિંહ જાડેજાના આયોજન અને માર્ગદર્શન હેઠળ આ પહેલને લોકભાગીદારી સાથે આગળ ધપાવવામાં આવી રહી છે. આયુર્વેદને લોકોના રોજિંદા જીવન સાથે જોડવાનો તથા ઔષધીય છોડને ઘર-ઘર સુધી પહોંચાડવાનો આ પ્રયાસ રેડસ્ટોન આયુર્વેદની આયુર્વેદ પ્રત્યેની પ્રતિબદ્ધતાને પણ ઉજાગર કરે છે.


ગુજરાત આયુર્વેદ કાઉન્સિલના સભ્ય, પૂર્વ પ્રમુખ તથા નેશનલ આયુષ મેડિકલ ઓર્ગેનાઈઝેશનના પ્રમુખ ડો. સંજય જીવરાજાનીના જણાવ્યા અનુસાર, આયુર્વેદ ભારતીય સંસ્કૃતિ અને સ્વસ્થ જીવનશૈલીનો પાયો છે. ‘હર ઘર આયુર્વેદ, ઘર ઘર આયુર્વેદ’ના સંકલ્પ સાથે દરેક પરિવાર આયુર્વેદિક વનસ્પતિને પોતાના જીવનનો ભાગ બનાવે તે અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય છે.


આ અભિયાનમાં નાગરિકોને બંને સ્થળોએથી નિ:શુલ્ક ઔષધીય છોડ મેળવી પોતાના ઘરે ઉછેરવા અને છોડ સાથે સેલ્ફી લઈ તેને સોશિયલ મીડિયા પર શેર કરવા માટે પણ અપીલ કરવામાં આવી હતી, જેને બહોળો પ્રતિસાદ મળ્યો હતો. એક છોડથી શરૂ થતી આ નાની પહેલ આયુર્વેદ અંગેના મોટા લોકજાગૃતિ સંદેશનું માધ્યમ બની શકે છે. રેડસ્ટોન આયુર્વેદના સહયોગથી યોજાતું આ અભિયાન આયુર્વેદના પ્રચાર-પ્રસારને લોકોની ભાગીદારી સાથે વધુ વ્યાપક બનાવવાની દિશામાં એક નોંધપાત્ર પહેલ બની રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *